મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 4
Course: ધોરણ 4 > Unit 3
Lesson 2: સંખ્યારેખા પર દશાંશ સંખ્યાઓ- 0 થી 1 સુધીના દશાંશનું આલેખન કરવું
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક : દશાંશ 0-1
- સંખ્યારેખા પર દશાંશ ની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: દશાંશ
- 0 થી 0.1 સુધીના શતાંશનું આલેખન કરવુ.
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: શતાંશ 0-0.1
- સંખ્યારેખા પર શતાંશની ઓળખ
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંકવાળી સંખ્યાઓનું આલેખન કરવું.
- સંખ્યારેખા પર દશાંશ અપૂર્ણાંક: શતાંશ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સંખ્યારેખા પર શતાંશની ઓળખ
લીના સંખ્યારેખા પર આલેખન કરેલા દશાંશ અપૂર્ણાંકની ઓળખ કરે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સંખ્યારેખા પર બિંદુ ક્યાં છે જુઓ અહીં એક સંખ્યારેખા છે જે 1.5 અથવા 1 પૂર્ણાંક અને 5 દશાંશ થી શરુ
થાય છે અને અહીં 1 પૂર્ણાંક 7 દશાંશ સુધી છે અહીં આ જે બ્લુ ટીકમાર્ક કે નિશાની છે તેમની વચ્ચેનું અંતર 1/10 જેટલું છે કારણકે જુઓ અહીં 1 પૂર્ણાંક અને 5 દશાંશ છે અને તેમાં 1/10 ઉમેરતા 1.6 એટલે કે 1 પૂર્ણાંક 6 દશાંશ મળે તેજ રીતે અહીં 1 પૂર્ણાંક 7/10 મળે છે આમ આ જે અંતર છે તે 1/10 જેટલું છે અથવા જોપોઈન્ટ માં દર્શાવીએ તો 0.1 અને અપૂર્ણાંક માં દર્શાવવા હોયતો
1/10 આમ આ દરેક ભૂરા રંગની નિશાની વચ્ચેનું અંતર 1 દશાંશ છે પણ આપણે જાણવા માંગીએ છીએ કે આ લીલા રંગનું જે બિંદુ છે તે શું દર્શાવે
છે હવે તે શોધવા માટે આ જે કાળા રંગની જે નિશાનીઓ છે તે શું દર્શાવે છે તે પણ જાણવું પડે આપણે જાણીએ છીએ કે અહીં થી અહીં સુધીનું અંતર 1/10 જેટલું છે અને તેની વચ્ચે 1 2 3 4 5 6 7 8 9 10 દસ એકસરખા ભાગ છે આમ આ જે ભાગ છે દસ એકસરખા ભાગમાંથી એક ભાગ છે માટે તે કુલ અંતરનો 1/10 ભાગ છે આમ આ ભાગ 1/10 ભાગનો પણ 1/10 ભાગ્ છે કારણકે આ અંતર 1/10 જેટલું છે બીજીરીતે કહીએ તો તે 1 શતાંશ છે આમ 1/10 નો 1/10મો ભાગ આમ જો તમે 1/10 લો અને તેને પણ 10 ભાગમાં વહેંચોતો તમને 1 શતાંશ મળે આમ આ દરેક ભાગ 1 શતાંશ છે આ વધુ 1 શતાંશ અહીં પણ 1 શતાંશ આમ જુઓ કે આપણે આ બિંદુ સુધી પહોંચવા માટે કેટલા શતાંશ ની જરૂર પડે આ 1 2 3 4 5 6 અને 7 એક શતાંશ એટલે કે તે 7 શતાંશ દર્શાવે છે અને જો પોઈન્ટ માં દર્શાવવું હોયતો 0.07 આમ જે 7 છે તે શતાંશના સ્થાને છે હવે આખી બાબત ફરીથી સમજી લઈએ તો આપણે 1.5 થી શરુ કરવું 1 પૂર્ણાંક 5 દશાંશ અને તેનાથી પણ 7 શતાંશ જેટલા અંતરે આગળ વધ્યા આમ તેમાં 7 શતાંશ ઉમેરીએ આમ 1 પૂર્ણાંક 5 દશાંશ અને બીજા વધુ શતાંશ એટલે આપણને મળે 1.57 અથવા કહી શકાય 1 પૂર્ણાંક 57 શતાંશ આમ આપણું જે બિંદુ છે તે દર્શાવે છે 1.57 1પૂર્ણાંક 5 દશાંશ અને બીજા 7 શતાંશ ઉમેરવાથી આપણને મળે છે 1 પૂર્ણાંક 57 શતાંશ