If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમ-અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યાના ગુણાકારના કોયડાઓ

સલ મિશ્ર સંખ્યાનો પૂર્ણ સંખ્યા/અપૂર્ણાંકો સાથે ગુણાકારનો સંબંધ બતાવે છે . સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણી પાસે 2 ગુણ્યા 4/3= 8 ગુણ્યા ખાલીજગ્યા છે વિડીયોઅટકાવીને તમે પહેલા જાતે વિચારી જુઓકે અહીં ખાલી જગ્યામાં શું જવાબ આવશે ચાલો હવે સાથે મળીને વિચારીએ આ જે 2 ગુણ્યા 4/3 છે તેને આપણે આ રીતે પણ લખી શકીએ અહીં હું ફરીથી લખું છું 2 ગુણ્યા 4/3 = 2 ગુણ્યા હવે આ જે 4/3 છે તેને હું બીજીરીતે લખું છું તેને આપણે આ રીતે પણ દર્શાવી શકીએ કે 1/3 + 1/3 +1/3 + 1/3 આમ આ જે 4/3 છે તેને અ રીતે દર્શાવેલ છે અહીં 4 વખત 1/3 લખેલ છે જે 4/3 દર્શાવે છે આમ 2 ગુણ્યા 4/3 = 2 ગુણ્યા 4 વખત 1/3 હવે તેનું શું થશે તેને આપણે આ રીતે પણ દર્શાવી શકાય અહીં હું તેને કોપી કરું છું અને નીચે ફરીથી તેને દર્શાવું છું અહીં એક વખત 4 1/3 નો સમૂહ 4 1/3 નો સમૂહ એટલે કે 4/3 દર્શાવેલ છે અહીં 2 ગુણ્યા 4 વખત 1/3 છે એટલે કે 2 ગુણ્યા 4/3 છે માટે તેને અહીં બીજી વખત દર્શાવું છું અને પછી તેનો સરવાળો કરીએ તો હવે શું થશે હવે આપણે આ દરેક નો સરવાળો કરીએ તો આપણે અહીં જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે 1/3 8 વખત છે તેને વ્યવસ્થિત સમજવા માટે આ જે કૌસ ની નિશાની છે તેને અહીંથી દુર કરું છું આ દરેક કૌસ ની નિશાનીને અહીંથી ક્લીયર કરી દઈએ જેથી આપણે તેને સરળતાથી સમજી શકીએ કે અહીં શું દર્શાવેલ છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે 8 વખત 1/3 છે માટે હવે તેને આપણે આ રીતે પણ લખી શકીએ કે 8 ગુણ્યા 1/3 હવે આપણા મૂળ પ્રશ્ન ને જોઈએ અહીં 2 ગુણ્યા 4/3 = 8 ગુણ્યા ખાલી જગ્યા આપેલ છે તો અહીં ખાલીજગ્યા માં આપણે લખી શકીએ કે 8 ગુણ્યા 1/3 આમ અહીં આપણે જોયું તે મુજબ આપણે તેને આ રીતે પણ લખી શકીએ કે 8 વખત 1/3 = 8/3 એટલે કે 8 ના છેદ માં 3 8/3