મુખ્ય વિષયવસ્તુ
શેષનો પરિચય
સલ ભાગાકારના કોયડાઓમાં જે બાકી રહે છે તેને શેષ કહે છે તે બતાવે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો 7 ને 3 વડે ભાગીએ આપણે ભાગ્યા 3 ની ક્લ્લ્પના કરીએ તો 7 માંથી 3 ના કેટલા સમૂહ બની શકે હું અહીં 7 વસ્તુઓ દોરુછું 1 2 3 4 5 6 7 હું 3 ના સમૂહ બનાવવાનો પ્રયત્ન કરુછું તો અહીં આ 3 ણો એક સમૂહ અને આ 3 નો બીજો સમૂહ બને છે તો હું અહીં 3 ના 2 સમૂહ બનાવી શકી અને પછી 3નો સમૂહ બનતો નથી અહીં આ વસ્તુ બાકી રહી ગયી અને આ જે વસ્તુ બાકી રહી ગયી તે 3 ના સમૂહ બનાવ્યા પછી બાકી રહેલ શેષ છે તો જયારે આવો કોયડો હોય 7 ભાગ્યા 3 જો 3 ના 2 સમૂહ બની શકે પરંતુ સરખા ભાગ થતા નથી 3 એ 7 ને એકસરખા ભાગમાં વહેચ્તું નથી અહીં કઈક શેષ બાકી રહેછે અહીં 1 શેષ વધે છે તો એમ કહી શકાય કે 7 ભાગ્યા 3 બરાબર 2 શેષ 1 છે અને આ અર્થપૂર્ણ છે 2 ગુણ્યા 3 બરાબર 6 જે 7 નથી પરંતુ 1 શેષ વધે છે તો 6 વત્તા 1 શેષ બરાબર 7 થાય વધુ એક ઉદાહરણ જોઈએ 15 ભાગ્યા 4 ની કલ્પના કરીએ હું 15 વસ્તુઓ દોરું છું 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 હવે તેના 4 સમૂહો બનાવવાનો પ્રયત્ન કરીએ ચાલો જોઈએ આ 4 નો એક સમૂહ આ વધુ એક 4 નો સમૂહ અને પછી આ વધુ એક 4 નો સમૂહ તો અહીં હું 4 ના 3 સમૂહ બનાવી શકી પરંતુ પછી 4 નો ચોથો સમૂહ બની શક્યો નહિ અહીં આ શેષ રહેછે મારી પાસે અહીં આ ત્રણ બાકી રહ્યા શેષ તો આપણે કહી શકીએ 15 ભાગ્યા 4 બરાબર 3 શેષ 3 4 એ 15 માં 3 વખત છે પરંતુ તે બરાબર માત્ર 12 થાય જ્યારે અહીં 15 છે શેષ 3 ઉમેરીએ ત્યારે 15 મળે તો 15 ભાગ્યા 4 અને 3 શેષ રહે આપણે લાંબા ભાગાકાર ની રીત દ્વારા આના વિષે વિચારીએ મારે 75 નો 4 વડે ભાગાકાર કરવો છે આ પરંપરાગત રીતે ભાગાકારની લાંબી રીત છે 4 એ 7 માં 1 વખત છે અને જો સ્થાનકિંમત વિષે વિચારો તો 4 એ 70 માં કેટલા દશક વખત આવે કારણકે આપણે તેણે દશક ના સ્થાને મૂકી રહ્યા છીએ અને પછી 1 ગુણ્યા 4 બરાબર 4 પરંતુ આ દશાકનું સ્થાન છે આથી આ 40 દર્શાવે છે પરંતુ કોઈ પણ રીતે આપણે 7 માંથી 4 બાદ કરીએ આપણને 3 મળે છે અને પછી આ 5 ને નીચે ઉતારીએ 35 અને પછી 35 માં 4 ચાલો જોઈએ 4 ગુણ્યા 8 એ 32 4 ગુણ્યા 9 બરાબર 36 એ મોટી સંખ્યા છે આથી તે 8 વખત છે 8 ગુણ્યા 4 બરાબર 32 35 માંથી 32 બાદ કરો તો 3 અને 4 એ 3 માં એક પણ વખત નથી 4 વડે 3 ણો ભાગાકાર શક્ય નથી આથી અહીં 3 બાકી રહે છે અહીં 3 એ શેષ છે તો કહી શકાય કે 75 ભાગ્યા 4 બરાબર 18 શેષ 3