મુખ્ય વિષયવસ્તુ
શેષ સાથે લાંબા ભાગાકાર: 3771÷8
લાંબા ભાગાકાર વડે 3771÷8 ને ભાગતા શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ત્રણ હજાર સાતસો એકોતેર ભાગ્યા આઠ કરીએ અહીં આપણે લાંબો ભાગાકાર કરવાનો છે તો સૌપ્રથમ વિચારીયે કે ત્રણને આઠ વડે ભાગી શકાય ના ત્રણને આઠ વડે ભાગી શકાય નહિ આથી આગળ વધીયે સાડત્રીસ સાડત્રીસને આઠ વડે ભાગી શકાય ચોક્કસજ આઠ ગુણ્યાં ચાર બરાબર બત્રીસ આઠ ગુણ્યા પાંચ બરાબર ચાળીસ આ મોટી સંખ્યા છે આથી આઠ એસાડત્રીસ માં ચાર વખત છે ચાર ગુણ્યા આઠ બરાબર બત્રીસ અને પછી બાદબાકી સાડત્રીસ ઓછા બત્રીસ બરાબર પાંચ જુઓ અહી શું કર્યું તે ધ્યાન રાખો સાડત્રીસ સો માં આઠ કેટલી વખત છે અને સાડત્રીસ સો માં આઠ ચારસો વખત છે આ ચાર એ સોના સ્થાને છે અનેચારસો ગુણ્યા આઠ બરાબર બત્રીસ સો અને પછી સાડત્રીસ સો માંથી બત્રીસસો બાદ કરીએ તો પાંચસો મળે પરંતુ આપણે પરંપરાગત લાંબા ભાગાકાર તરફ ફરી જઈએ પરંતુ અહી શું થઇ રહ્યું તે જોયું સાડત્રીસમાં આઠ એ ચાર વખત છે એટલેકે સાડત્રીસ સો માં આઠ એ ચાર સો વખત છે આગળ વધીએ અને હવે અહી પાંચ છે અને આપને જોયું તે સો ના સ્થાને છે તે પાંચસો છે પરંતુ હવે આ સ્થાન કિંમતને હવે નીચે ઉતારીએ અહી નીચે સાત લખીએ અને વિચારીએ કે સતાવન માં આઠ કેટલી વખત છે વાસ્તવમાં આપણે એમ વિચારી રહ્યા છીએ કે પાંચસો સીતેરમાં આઠ કેટલી વખત છે અને આઠ એ સતાવન માં ચાલો જોઈએ આઠ ગુણ્યા પાંચ બરાબર ચાલીસ આઠ ગુણ્યા છ બરાબર અડતાળીસ આઠ ગુણ્યા સાત બરાબર છપ્પન તો આઠ એ સાત વખત છે આ છપ્પન છે આઠ ગુણ્યા સાત એ છપ્પન હવે ફરીથી બાદબાકી કરીએ સતાવન ઓછા છપ્પન બરાબર એક હવે અહી એક વધુ સ્થાન કિંમત છે જેને નીચે લાવીએ કોઈ નવા રંગનો ઉપયોગ કરીએ આએક અહી નીચે ઉતાર્યો હવે અગિયારમાં આઠ કેટલી વખત આવે જુઓ અગિયારમાં આઠ એકજ વખત આવે અને હવે અહી કોઈ સ્થાન કિંમત નીચે ઉતારવા માટે નથી અગિયાર ઓછા આઠ બરાબર ત્રણ તોઆઠ એ ત્રણ હજાર સાતસો એકોતેરમાં ચારસો એકોતેર વખત છે અને અહી શેસ ત્રણ વધે છે