મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 2
Lesson 1: સરવાળો શું છે? બાદબાકી શું છે?સરવાળાનો પરિચય
ઉમેરવું એટલે શું તે શીખો. 1+1 અને 2+3 ના ઉદાહરણો નો ઉપયોગ થયો છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સંખ્યા ઉમેરવી એટલે શું ? ચાલો વિચારીએ તો આપણે એક થી શરૂઆત કરીએ એક વત્તા એક બરાબર કેટલા ? આપણે એમ વિચારીએ કે આ એક વસ્તુ છે, જે જાંબલી રંગનું વર્તુળ છે જેને હું અહીં મુકું છું અને આ એક ભૂરા રંગથી લખ્યો છે હું બીજું ભૂરા રંગનું વર્તુળ ઉમેરું છું. તો 1 વત્તા 1 અહીં કુલ કેટલા વર્તુળ છે ? અહીં કુલ 1 વત્તા 1 એમ 2 વર્તુળ છે આપણે અહી 2 લખીએ 1 વત્તા 1 બરાબર બે ચાલો હવે મોટી સંખ્યા ઉમેરીએ આપણે શોધીએ '?' ને બરાબર શું છે ? આ એક અજ્ઞાત સંખ્યા છે આપણે એવું કહીએ કે પ્રશ્નાર્થચિહ્નન બરાબર 2 વત્તા 3 છે હું ઈચ્છીશ કે તમે આ વિડીયો અહીં અટકાવીને જાતે વિચારો તમે આને વસ્તુ તરીકે પણ વિચારી શકો. અહીં 2 વસ્તુ છે અને અહીં 3 વસ્તુ છે તો કુલ કેટલી વસ્તુઓ થશે ? હું અહીં 2 વસ્તુ લઉં છું જે જાંબલી રંગનું વર્તુળ છે એક અને 2 હવે વધુ ત્રણ ઉમેરીએ અને તે ત્રણ ભૂરા રંગના વર્તુળ છે, કારણ કે અંક 3 એ ભૂરા રંગથી લખ્યો છે 1, 2, 3, તો અહીં કુલ કેટલા વર્તુળ છે ? ચાલો આપણે ગણીએ 1, 2, 3, 4, 5, વર્તુળ 2 વત્તા 3 બરાબર 1, 2, 3, 4, 5 2 વસ્તુઓ વત્તા 3 વસ્તુઓ મળીને કુલ 5 વસ્તુઓ થઇ તો અહીં '?' (પ્રશ્નાર્થચિહ્નન) બરાબર હું 5 લખીશકું આમ 5 એ 2 વત્તા 3 બરાબર છે