જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

બાદબાકીનો પરિચય

સલ બાદ કરવાના અર્થ વિશે વાત કરે છે. તે 4-3 અને 5-2 ના ઉદાહરણો નો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો વિચારીએ બાદબાકી એટલે શું ? મારે એમ જાણવું છે કે 4 ઓછા 3 શું છે બીજી રીતે વિચારીએ તો આપણે 4 વસ્તુ લઈએ હું અહીં 4 વસ્તુ લઉં છું. 1, 2, 3 અને 4 આ 4 વસ્તુઓ છે હું જયારે એમ કહું છું 4 ઓછા 3 અથવા તો 4 માંથી 3 ઓછા બીજી રીતે જોઈએ તો આ 4 વસ્તુઓમાંથી 3 વસ્તુઓ લઇ લઉં છું મેં આ 3 વસ્તુઓ લઇ લીધી હવે ધ્યાનથી જુઓ 1, 2 અને 3 વસ્તુઓ મેં લઇ લીધી હવે અહીં કેટલી વસ્તુઓ બાકી રહી ? હું 4 થી શરૂ કરું અને 3 વસ્તુ લઇ લઉં છું તો મારી પાસે 1 વસ્તુ બાકી રહી. આમ 4 ઓછા 3 બરાબર 1 થાય ચાલો આપણે બીજું ઉદાહરણ જોઈએ આપણે તેને અલગ રીતે લખીએ આ પ્રશ્નાર્થચિહ્નન એ એક અજ્ઞાત સંખ્યા છે એની કિંમત 5 ઓછા 2 જેટલી છે આ અજ્ઞાત સંખ્યા એ 5 ઓછા 2 જેટલી કિંમતની છે આનો અર્થ એ થયો કે અહીં મારી પાસે 5 વસ્તુઓ છે 1, 2, 3, 4 અને 5 અને તેમાંથી હું બે વસ્તુ લઈ લઉં છું 1 અને 2 મેં 2 વસ્તુઓ લઇ લીધી છે. 1, 2 તો હવે અહીં કેટલી વસ્તુઓ બાકી રહી છે? ધ્યાનથી જુઓ, મારી પાસે આ જાંબલી વસ્તુઓ વધી છે તે કેટલી છે ? તો મૂળ 5 માંથી 1, 2, 3 વસ્તુઓ બાકી રહે છે તો આ કંઈક 5 ઓછા 2 બરાબર છે જે 3 છે આપણે અહીં 3 લખીએ આમ, 5 ઓછા 2 બરાબર 3 અથવા 3 એ 5 ઓછા 2 બરાબર છે