મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 2
Lesson 5: સરવાળા અને બાદબાકીના વ્યવહારિક પ્રશ્નો10 સુધીના બાદબાકીના વ્યવહારિક પ્રશ્નો
સલ નાની સંખ્યાઓ બાદ કરીને વ્યવહારિક પ્રશ્નો ઉકેલે છે. (10 કે તેથી નાની સંખ્યાઓ).
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સમુદ્રમાં ખડક પાસે 10 શાર્ક હતી અને અહીં આપણે જોઈ શકીએ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ અને 10 શાર્ક. એમને અહીં કહ્યું છે એમ બે શાર્ક તરીને જતી રહી તો કેટલી શાર્ક બાકી રહી ? ચાલો વિચારીએ ખડક પાસે 10 શાર્ક હતી. અને એમાંની 2 તરીને જતી રહી તો કેટલી શાર્ક બાકી રહી ? જુઓ 10 ઓછા બે બરાબર શું થશે ? જુઓ અહીં શાર્કના 10 ચિત્ર છે એમાંથી આપણે બે લઇ લઈએ તો કેટલા બાકી રહ્યા ? જુઓ અહીં એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ છે. તો 10 ઓછા બે, 10 માંથી બે શાર્ક તરીને જતી રહી, તો 8 થશે.