મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 2
Lesson 2: નાની સંખ્યાઓ મેળવવી.5 મેળવવા
સંખ્યા પાંચ મેળવવા સંખ્યાઓ કઈ રીતે ઉમેરવી તે શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આ વિડીયો આપણે 5 કઈ જુદી જુદી રીતે મળે તે વિશે જોઈએ. એનો અર્થ એ છે કે, અહીં આપણી પાસે 3 વત્તા કોઈ અજ્ઞાત સંખ્યા છે. એટલે કે અહીં કોઈ અજાણી સંખ્યા છે 3 વત્તા કોઈ અજાણી સંખ્યા બરાબર 5 થશે. અહીં આપણી પાસે 3 વર્તુળ છે, જે 3 નો અંક દર્શાવે છે અને અહીં પાંચ ખાના છે, એક, બે, ત્રણ, ચાર, પાંચ, ત્રણ ખાનામાં પહેલેથી જ વર્તુળ છે, તો વિચારીએ બધા જ ખાના ભરવા માટે બીજા કેટલા વર્તુળની જરૂર પડશે ? આપણે માત્ર એક અને બે વર્તુળ ઉમેરવા પડશે હવે આપણી પાસે કુલ 5 વર્તુળ છે ત્રણ ભૂરા અને બે જાંબલી તો આપણે જોયું કે 3 વત્તા 2 બરાબર 5 થાય તો અહીં અજ્ઞાત સંખ્યા, ખાલીજગ્યા એ 2 છે 3 વત્તા 2 બરાબર 5 હવે આપણી પાસે 2 છે. વત્તા ફરીથી એક અજ્ઞાત સંખ્યા બરાબર 5 ફરીથી આપણી પાસે 5 ખાના છે અને એમાં 2 ભરેલા છે જાંબલી,ગુલાબી સ્ટાર હવે કેટલા વધુ સ્ટાર જોઈશે આ પાંચેય ખાના ભરવા માટે બે વત્તા કેટલા બરાબર 5 થાય હું ઈચ્છું કે વિડીયો અટકાવીને થોડું વિચારો હું માનુ છું કે તમને એ અજ્ઞાત સંખ્યા મળી ગઈ હશે. ચાલો વિચારીએ કે બધા ખાના કઈ રીતે ભરી શકાય આ પાંચેય ખાના પૂરા કરવા માટે કેટલા ખાના ભરવાના છે આપણે પાંચેય ખાના ભરવા માટે 1, 2 અને 3 ખાના ભરવાના છે. હવે આપણી પાસે પાંચ સ્ટાર છે. જેમાંથી 2 ગુલાબી રંગના છે અને 3 ભૂરા રંગના છે. આપણે કહી શકીએ કે 2 વત્તા 3, બરાબર 5 અહીં અજ્ઞાત સંખ્યા એ 3 છે ચાલો આપણે બીજા ઉદાહરણો જોઈએ અહીં મારી પાસે 4 વત્તા કોઈ અજ્ઞાત સંખ્યા છે જે બરાબર 5 છે. હું અહીં 5 માંથી 4 ખાના ભરી દઉં છું. હવે કેટલા ખાના ભરવા પડશે, જેથી 5 મળી શકે બધા જ 5 ખાના ભરવા માટે અહીં આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે એક જ ખાનું ખાલી છે, જે ભરવાનું છે એટલે કે ચાર બોક્ષ સાથે હું બીજું એક બોક્ષ ઉમેરું છું આપણે જોયું કે 4 વત્તા 1 બરાબર પાંચ થાય આપણે બીજી રીતે જોઈએ તો અહી આપણી પાસે પાંચ ખાના છે, તેમાંથી એક જ ભરેલું છે. તો આવા બીજા કેટલા વધુ સ્માઈલી આપણે ઉમેરવા પડશે, જેથી પાંચેય ખાના ભરાય જાય. બીજી રીતે વિચારીએ તો આપણી પાસે એક છે જેમાં કયો અંક ઉમેરીએ તો 5 મળે ? ફરીથી વીડિયોને અટકાવીને જાતે વિચારી જુઓ જુઓ આપણે એક-એક કરીને સ્માઈલી ઉમેરી શકીએ આપણે એક, બે, ત્રણ અને ચાર સ્માઈલી ઉમેરી શકીએ, જે પીળા રંગના છે એક સ્માઈલી સફેદ રંગનું છે તો આપણે કહી શકીએ કે એક સફેદ સ્માઈલી વત્તા ચાર પીળા સ્માઈલી બરાબર પાંચ થાય આપણે શરૂઆતથી જોયું છે કે એક ચોક્કસ ભાત મળે છે 3 વત્તા 2 બરાબર 5 2 વત્તા 3 બરાબર 5 જયારે તમારી પાસે 3 ખાના ભરેલા છે, તો તમને બીજા 2 ની જરૂર છે જેથી 5 મળે જયારે તમારી પાસે 2 તો વધુ 3 ની જરૂર છે જેથી 5 મળે એવી જ રીતે 4 વત્તા 1 બરાબર 5 અને 1 વત્તા 4 બરાબર 5.