મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 2
Lesson 3: 10 મેળવવા10 મેળવવા માટે ઉમેરો.
સલ શોધે છે કે આપણે 10 કેળા મેળવવા ૩ કેળામાં કેટલા કેળા ઉમેરવા. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપણી પાસે ત્રણ કેળા છે એક, બે, ત્રણ તો હું ત્રણ કેળાથી શરૂ કરું છું અને મારે કેટલાક કેળા ઉમેરવા પડશે જેથી મને 10 કેળા મળી શકે એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ તો હું ત્રણમાં કેટલા ઉમેરું તો 10 મળશે ? હું ઈચ્છીશ કે આ વિડીયો અટકાવીને તમે જાતે કરવાનો પ્રયત્ન કરો ચાલો તે કરીએ આપણે કેળા ઉમેરવા શરૂ કરીએ. આ ત્રણ છે હવે હું ચોથું કેળું ઉમેરું છું. આ ચાર, આ પાંચ, આ છ, આ સાત, આ આઠ આ નવ અને દસ કેળા અહીં મેં કેટલાક કેળા ઉમેર્યા જેથી મારી પાસે કુલ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ કેળા છે. તો કુલ 10 મેળવવા માટે મારે ત્રણમાં કેટલા ઉમેરવા પડ્યા ? આપણે તે ગણી શકીએ. આ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત મેં અહીં આ સાત કેળા ઉમેર્યા મૂળ ત્રણ કેળામાં સાત કેળા ઉમેર્યા જેથી 10 મળી શકે તો ત્રણ વત્તા સાત બરાબર 10 છે અને તમે જોશો કે આપણી પાસે ડાબી બાજુ જે છે, બરાબર એટલું જ જમણી બાજુ છે ડાબી બાજુ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ કેળા છે. અને જમણી બાજુ એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, નવ, દસ છે. આમ, બંને બાજુ સરખી છે.