મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 2
Lesson 3: 10 મેળવવાખાના ભરીને 10 મેળવવા
સલ બતાવે છે કે 10 મેળવવા બે સંખ્યાઓ કઈ રીતે ઉમેરવી. તે 3 + ___ = 10 અને 6 + ___ = 10 જેવા ઉદાહરણોનો ઉપયોગ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણી પાસે 3 વત્તા ખાલી જગ્યા બરાબર 10(દસ) છે ચાલો તો વિડીયો અટકાવીને આ ખાલી જગ્યા શું છે દસ મેળવવા માટે મારે 3 માં કેટલા ઉમેરવા પડશે ? ચાલો આગળ વધીએ, આપણે સાથે કરી શકીએ અહીં મારી પાસે 3 જાંબલી વર્તુળ છે અને દસ ખાના છે 1,2,3,4,5,6,7,8,9,10 તો એમ વિચારી શકાય કે આ બધા જ ખાના ભરવા માટે બીજા કેટલા વધુ વર્તુળ ની જરૂર છે ? ચાલો ગણીએ : 1,2,3,4,5,6,7 જેથી બધા 10 ખાના ભરાય જાય આમ ત્રણ વત્તા કેટલા બરાબર 10 થાય ? ત્રણ વત્તા સાત બરાબર 10 ચાલો આવું જ બીજું ઉદાહરણ જોઈએ હવે અહીં 6 વત્તા ખાલી જગ્યા બરાબર 10 છે તો ફરીથી વિડિઓ અટકાવો અને જુવો કે તમે આ ખાલી જગ્યા શું છે તે શોધી શકો હું 6 માં શું ઉમેરું તો 10 મળે ચાલો આપણે સાથે મળી કરીએ આપણી પાસે હમણાં 1,2,3,4,5,6 વર્તુળ છે. આપણી પાસે 10 ખાના છે 1,2,3,4,5,6,7,8,9,10 તો આપણે વિચારીએ કે 10 મેળવવા વધુ કેટલા વર્તુળની આપણને જરૂર છે. આપણને 10 મેળવવા 1,2,3,4 ની જરૂર છે 6 વત્તા 4 બરાબર 10 અથવા એમ પણ કહી શકીએ 4 વત્તા 6 બરાબર 10 બંને રીતે