If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉમેરો અને બાદ કરો: ફળો

સલ ફળ ઉમેરે છે અને ફળ બાદ કરે છે. તે 5+3 અને 5-3 જેવા ઉદાહરણોનો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં આપણી પાસે 1, 2, 3, 4, 5 5 બ્લુબેરી છે અને 1, 2, 3 3 ચેરી છે. જો આપણે એ જાણવું હોય કે કુલ કેટલા ફળ છે, તો શું કરવું જોઈએ મારે 5 માં 3 ઉમેરવા જોઈએ ? કે 5 માંથી 3 ઓછા કરવા જોઈએ ? હું ઈચ્છીશ કે તમે વિડીયો થોડીવાર અટકાવો, જાતે વિચારવાનો પ્રયત્ન કરો. જો મારે ફળોની કુલ સંખ્યાનો આંકડો જાણવો હોય તો, હું આ 5 બ્લુબેરીથી શરૂ કરીશ 1, 2,3, 4, 5 અને વધુ 3 ફળો છે, જે હું અહીં ઉમેરું છું 6, 7, 8 તો હવે કેટલા ફળો છે ? 5 વત્તા 3 બરાબર કેટલા ? તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7, 8 ફળો છે. કુલ 8 ફળો છે હવે 5 માંથી 3 બાદ કરતાં શું થશે ? તમે 5 ફળો સાથે કલ્પના કરો હું તેને અહીં કોપી - પેસ્ટ કરું છું જુઓ તમારી પાસે 5 ફળો છે અને એમાંથી તમે 3 બાદ કરો છો, એટલે કે લઈ લો છો તો 1, 2 , 3 લઇ લીધા અહીં કેટલા ફળો બાકી રહ્યા ? 2 5 ઓછા 3 બરાબર 2 થાય. તો કોઈ કહે કે મારી પાસે 5 બ્લુબેરી છે અને 3 ચેરી છે તો કુલ ફળોની સંખ્યા જાણવા સરવાળો કરવો પડે એટલે કે ઉમેરવું પડે. કોઈ કહે કે મારી પાસે 5 બ્લુબેરી છે અને એમાંથી મેં 3 ખાઈ લીધી, તો 2 બ્લુબેરી બાકી રહે. અહીં બાદબાકી એટલે કે ઓછા કરવા પડે.