મુખ્ય વિષયવસ્તુ
કિન્ડરગાર્ટન
Course: કિન્ડરગાર્ટન > Unit 1
Lesson 4: નાની સંખ્યાઓની સરખામણીસંખ્યારેખા પર સંખ્યાઓની સરખામણી કરો.
10 કે તેના કરતા નાની સંખ્યાઓની સરખામણી કરવા સલ સંખ્યારેખાનો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
કઈ સંખ્યાઓ 6 કરતા મોટી છે? લાગુ પડતા તમામ પસંદ કરો,આપણે અહીં સંખ્યારેખા પર 6 ને જોઈ શકીએ તો જે સંખ્યાઓ 6 કરતાં મોટી હશે તે સંખ્યારેખા પર 6 ની જમણીબાજુએ આવેલી હશે, આપણે જોઈ શકીએ કે જેમ જેમ આપણે જમણીબાજુએ જઈએ તેમ તેમ સંખ્યાઓ 6 કરતા મોટી થતી જાય છે, 6,7,8,9,10. 7 એ 6 કરતાં મોટી છે, 8 એ 6 કરતાં મોટી છે, 9 એ 6 કરતાં મોટી છે અને 10 પણ 6 કરતા મોટી છે.આપણે આ જ રીતે આગળ ને આગળ જઈ શકીએ,11 એ 6 કરતાં મોટી છે,12 પણ 6 કરતાં મોટી થાય,આ પ્રમાણે આગળ ને આગળ જઈ શકાય,તો કઈ સંખ્યાઓ 6 કરતાં મોટી છે? આપણે હમણાં જ જોઈ ગયા કે 10 એ 6 ની જમણીબાજુએ આવેલી છે,8 પણ 6 ની જમણીબાજુએ આવેલી છે,પરંતુ 4 એ 6 ની ડાબીબાજુએ આવેલી છે,4 એ 6 કરતાં નાની સંખ્યા છે,આમ, 6 કરતાં મોટી સંખ્યા માટેના સાચા વિગત આ બે થશે. હવે કઈ સંખ્યાઓ 6 કરતાં નાની છે? તો તે બધી સંખ્યાઓ આ થશે,સંખ્યારેખા પર 6 ની ડાબીબાજુએ આવેલી બધી જ સંખ્યાઓ. 9 એ 6 કરતાં નાની સંખ્યા નથી પરંતુ 4 નાની સંખ્યા છે. તમે જોઈ શકો કે 4 એ 6 ની ડાબીબાજુએ આવેલી સંખ્યા છે, તેમજ 3 પણ 6 ની ડાબીબાજુએ આવેલી સંખ્યા છે,આમ, 4 અને 3 એ 6 કરતા ચોક્કસ નાની સંખ્યાઓ થશે,જો આપણે રોજિંદા જીવનમાં વિચારએ તો તમારી પાસે કોઈક વસ્તુની 4 સંખ્યા હોય અને કોઈક વસ્તુની 3 સંખ્યા હોય અને બીજા કોઈ વ્યક્તિની પાસે તે જ વસ્તુની 6 સંખ્યા હોય તો તમારી પાસે ઓછી સંખ્યા હશે,તેવી જ રીતે જો તમારી પાસે 10 કેળાં હોય અને બીજી કોઈ વ્યક્તિની પાસે 6 કેળાં હોય તો તમારી પાસે કેળાની સંખ્યા વધારે છે.