If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંખ્યા જાળ

સલ 0 થી 100 સુધીની બધી સંખ્યાઓનો ઉપયોગ કરે છે અને અમુક રસપ્રદ ભાત દર્શાવે છે. સલ ખાન અને Arshya Vahabzadeh દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વીડિઓનુ મુખ્ય હેતુ શૂન્યથી સો સુધીનું સંખ્યા ક્રમમાં લખવાનો છે પરંતુ હું આને થોડું રસપ્રદ રીતે કરીશ જેથી એક ચોક્કસ ભાગ જોઈ શકાય તો શરુ કરીયે હું શરુ કરું છું શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને આગળની સંખ્યા દસ છે જે આપણને ખબર છે પરંતુ તે લખવાને બદલે હું આ બધી સંખ્યાને કોપી કરીને અહીં મુકું છું હવે આ આપણને કેવી રીતે ઉપયોગી છે જુઓ આગળની સંખ્યા દસ છે જેએકની પાછળ શૂન્ય લખાયો છે પછીની સંખ્યા કઈ છે અગિયાર એકની પાછળ એક પછી કઈ સંખ્યા આવશે તે બાર છે એકની પાછળ બે અને પછી તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીશ આ ઘણું સ્પષ્ટ છે આ બીજી હરોળમાં હું દસ પરથી ઓગણીશ પર ગઈ જેવી રીતે પ્રથમમાં શૂન્ય થી નવ પર ગઈ હતી આમ આ બીજો અંક એ પીળા રંગમાં લખ્યો છે અને પછી એની આગળ આ જાંબલી રંગનો એક ઉમેર્યો અન્ય રીતે વિચારીયે તો દરેક સંખ્યામાં આ જે જાંબલી રંગનો એક છે તે દસ દર્શાવે છે આમ અગિયારને તમે દસ વતા એક તરીકે જોઈ શકો બારને તમે દસ વતા બે તરીકે જોઈ શકો આપણે આગળ વધતા રહીયે ચાલો બીજી હરોળ લઈએ આ જે મૂળ હરોળ હતી તે અહીં મુકીયે તો ઓગણીશ પછી શું આવશે જો ઓગણીશ પછી વીસ આવશે બે અને એની પાછળ શૂન્ય પછી એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચ્ચીસ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવી ઓગણત્રીસ કદાચ તમે અહીં ભાત જોઈ શકશો હવે આગલી હરોળ કઈ હશે જુઓ તે ત્રીસની હરોળ હશે આથી પ્રથમ સંખ્યા ત્રીસ જે ત્રીસ વતા શૂન્ય ત્રીસ વતા એક ત્રીસ વતા બે ત્રીસ વતા ત્રણ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ આડત્રીસ ઓગણચાળીસ મને લાગે છે કે તમે તે ભાત અહીં જોઈ શકો છો જમણી બાજુનો અંક શૂન્ય એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છે ડાબી બાજુ આપણે દસ થી ઓગણીસની વચ્ચે જોઈએ તો હંમેશા એક હોય વીસ થી ઓગણત્રીસ ની વચ્ચે જોઈએ તો હંમેશા બે હોય છે અને ત્રીસ થી ઓગણચાળીશ ની વચ્ચે જોઈએ તો હંમેશા ત્રણ હોય છે તો નવ્વાણું સુધી ઝડપથી કેવી રીતે પહોંચી શકાય ચાલો કરીયે આ ચાળીશની હરોળ છે હજી મેં લખી નથી પછી આ પચાસની હરોળ છે આ સાથ ની હરોળ આ સિત્તેરની હરોળ આ એસી ની હરોળ અને આ નેવું ની હરોળ આ ચળીશની હરોળ છે મેં પહેલા કહ્યું હતું એમ આ પચાસની આ સાઈઠની હરોળ છે આ સિત્તેરની આ એસીની હરોળ અને આ નેવું ની હરોળ તો હવે હું આને કોપી કરીને અહીં મુકું છું તો હવે મારી પાસે એકતાળીશ એકાવન એકસઠ એકોતેર એક્યાસી અને એકાણું છે અહીં બેતાળીશ બાવન બાસઠ બોતેર બ્યાસી બાણું છે હું આ દરેક હરોળ માટે કરીશ હું આ દરેક હરોળ માટે કરીશ આ ચુમ્માળીસ ચોપન ચોસઠ ચુંમોતેર ચોર્યાસી ચોરાણું છે તો હું આ દરેક હરોળ માટે કરું છું અને જયારે હું અહીં આ રીતે કોપી કરીને મુકું છું ત્યારે આપણને એક ચોક્કસ ભાત જોવા મળે છે અને આ થઇ ગયું શૂન્ય થી નવ્વાણું લગભગ થઇ ગયા ઓગણપચાસ ઓગણસાઈઠ ઓગણસિત્તેર ઓગણાએંસી નેવ્યાસી નવ્વાણું અને જો તમે ઈચ્છો તો અહીં સો લખી શકો આ સો છે જુઓ તમે હજુ પણ એક ભાત જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ જેની પાછળ એક શૂન્ય છે