If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ટીન નંબર્સ: વાનરો

સલ સંખ્યા 18 ને 10 અને 8 માં વિભાજિત કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો માની લઈએ તમે પાર્ટી આપો છો અને આપણને સહુને ખબર છે કે કોઈ પણ પાર્ટીમાં પૂરતી સંખ્યામાં વાનરોના મુખવટાની જરૂર હોય છે હમણાં તમારી પાસે 10 વાનર મુખવટા છે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 પરંતુ તમને 18 વાનર મુખવટાની જરૂર છે. આથી 18 વાનર મેળવવા તમને બીજા કેટલા વાનરોની જરૂર પડશે ? હું ઈચ્છીશ કે તમે વિડીયો અટકાવો અને હું તે કરું તે પહેલા તમે જાતે વિચારો યાદ રાખો, આપણને 18 18 વાનર મુખવટાની જરૂર છે. હવે જોઈએ કે આપણે 18 વિશે શું જાણીએ છીએ ? જુઓ 18 નો અંક અહીં 1 નો અંક એ દશકના સ્થાને છે તો અંક 1 એ 1 દશક દર્શાવે છે અને આ 8 નો અંક એ એકમ ના સ્થાને છે તો વત્તા 8 એકમ એટલે કે એક દશક , એ દસ છે અને 8 એકમ એ 8 છે તો 18 એ દસ વત્તા આઠ જેટલી જ સંખ્યા છે જો આપણે 10 વાનર મુખવટા થી શરૂ કરીએ, જ્યાંથી આપણે શરૂ કર્યું જ છે. તો આપણને 18 મેળવવા માટે વધુ કેટલાની જરૂર છે ? જુઓ આપણે 10 થી શરૂ કરીએ છીએ તો 18 મેળવવા માટે વધુ 8 ની જરૂર છે જો આપણે અહીં જોઈ શકીએ છીએ ચાલો શરૂ કરીએ, હું અહીં આ વાનર મુખવટા ને કોપી કરી ને મુકું છું તો આ 10 છે , ચાલો હવે 18 મેળવીએ તો 11, 12, 13, 14, 15, 16, 17, 18 ફરીથી જોઈએ- આપણી પાસે કેટલા હતા ? અહીં આપણે 10 થી શરૂ કર્યું હતું હું અહીં દર્શાવું છું આપણે આ 10 વાનરથી શરૂ કર્યું હતું આ દસનો એક સમૂહ છે તો આપણે 10 થી શરૂ કરીને વધુ 8 વાનર મુખવટા ઉમેર્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 તો આપણે 10 થી શરૂ કરીને વધુ 8 વાનર મુખવટા ઉમેર્યા જેથી આપણને 18 , 18 મળે છે અને ફરીથી જુઓ , આપણે કેવી રીતે પહેલાં વિચાર્યું હતું ?? 18 એ એક દશક અને આઠ એકમ છે. અથવા 10 વત્તા 8