If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:51

ક્ષેત્રફળ શોધવા માટે આકારોને વિભાજિત કરવું: ગ્રીડ

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આકૃતિમાં દરેક નાના ચોરસની બાજુની લંબાઈ 1 સેન્ટીમીટર છે તો આ આકૃતિનું ક્ષેત્રફળ ,એરિયા શું થાય આપણી પાસે આ બ્લુ આકૃતિ છે અને આપણે તેનું ક્ષેત્રફળ શોધવા માંગીએ છીએ ક્ષેત્રફળ એ કેટલી જગ્યા તે રોકે છે એ છે અને આપણને એમ કહેવામાં આવ્યું છે કે આ દરેક નાના ચોરસની બાજુની લંબાઈ 1 સેન્ટીમિટર છે એટલે આ દરેક નાના ચોરસ 1 ચોરસ સેન્ટીમીટરના છે તો આપણે આ આકૃતિ કેટલા ચોરસ સેન્ટીમીટર ખાના રોકે છે તે જોઇને ક્ષેત્રફળ શોધી શકીએ તો તે કરવાની એક રીત આ નાના ચોરસ દોરીને તેને ગણવાની છે તો આ એક ચોરસ સેન્ટીમીટર અને આ 2 ચોરસ સેન્ટીમિટર થશે અને તે પ્રમાણે આ આખામાં ગણવાનું ચાલુ રાખો અથવા આપણે તેને બે આકારોમાં ડીવાઈડ કરી શકીએ તો આ બે લંબચોરસ છે નીચે આ એક લંબચોરસ છે આ પ્રમાણે અને ઉપર આ બીજું લંબચોરસ થશે આ પ્રમાણે આપણે આ આકૃતિને બે લંબચોરસ માં ડિવાઇડ કરી પછી આપણે આ દરેક લંબચોરસ નું ક્ષેત્રફળ શોધીએ અને તેનો સરવાળો કરી આ આખી આકૃતિનું કુલ ક્ષેત્રફળ શોધીએ તો અહીં નીચે ચોરસ એકમ ની 2 રો છે બે રો અને તે દરેકમાં 1 2 3 4 5 6 અને 7 7 ખાના છે આમ 2 રો એ 7 ચોરસ સેન્ટીમીટર ની છે અથવા 7 ચોરસ એકમની છે એટલે નીચેનો લંબચોરસ એ 14 સેન્ટીમીટર નો બનેલો છે તે 14 ચોરસ સેન્ટીમટર જેટલી જગ્યા રોકેછે અને ઉપરના લંબચોરસમાં 1 2 3 4 અને 5 રો છે અને તે દરેકમાં 2 ખાના આવેલા છે એટલે કે 2 સેન્ટીમિટર ની 5 રો અથવા 10 તો આ ઉપરનો ભૂરો લંબચોરસ 10 ચોરસ સેન્ટીમીટર જેટલી જગ્યા રોકેછે + આ ગ્રીન લંબચોરસ 14 ચોરસ સેન્ટી મીટર જેટલી જગ્યા રોકે છે તો આ આખી આકૃતિ કુલ 24 સેન્ટીમીટર જેટલી જગ્યા રોકે છે તે આપણું ક્ષેત્રફળ થશે કારણકે ક્ષેત્રફળ એટલે તે કેટલી જગ્યા રોકે છે અને આપણે શોધ્યું કે તે 24 ચોરસ સેન્ટીમીટર જેટલી જગ્યા રોકે છે