મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 3
Course: ધોરણ 3 > Unit 1
Lesson 3: 1000 સુધી સંખ્યાના સમૂહ બનાવીને બાદબાકીઉદાહરણ: 3 અંકની સંખ્યાની બાદબાકી (દશક લેવો)
971-659 ને બાદ કરવા સમૂહ (દશક લેવો) અને સ્થાન કિંમતનો ઉપયોગ કરતા શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે 971 માંથી 659 બાદ કરવાનો પ્રયત્ન કરીએ. અને જેવું તમે આ કરવાનું શરુ કરો છો, તમને એક સમસ્યા નડશે. તમે એકમના સ્થાને જુઓ, તો થશે હું 1 માંથી 9 કેવી રીતે બાદ કરી શકું ? અને એનો જવાબ સમૂહ બનાવીને મેળવી શકાય અહીં બીજા સ્થાનેથી કિંમત લઈને તે એકમના સ્થાને મૂકી શકાય. તેને વધુ સારી રીતે સમજવા, તેનું વિસ્તરણ કરું છું. તો આ નવ એ સો ના સ્થાને છે, તેથી તે 900 દર્શાવે છે અને પછી આ 7 એ દશક ના સ્થાને છે તેથી તે 70 દર્શાવે છે અને આ 1 એ એકમ ના સ્થાને છે આથી તે માત્ર 1 એકમ દર્શાવે છે અને પછી નીચે આ 6 એ 600 દર્શાવે છે. અને પછી આ 5 એ 5 દશક એટલે કે 50 દર્શાવે છે અને આ 9 જુઓ તે માત્ર 9 એકમ અથવા 9 દર્શાવે છે. અને એમાંથી આ બાદ કરીએ છીએ, 600 , આપણે 600 વત્તા 50 વત્તા 9 બાદ કરીએ છીએ, અન્ય રીતે વિચારીએ તો આપણે 600 બાદ કરીએ છીએ, 50 બાદ કરીએ છીએ અને 9 બાદ કરીએ છીએ. તો ચાલો આપણે તે અહીં કરીએ આ આના જેટલી જ કિંમત છે, અને આપેલ સમસ્યા પણ એ જ છે નાની સંખ્યામાંથી મોટી સંખ્યાની બાદબાકી કેવી રીતે કરી શકાય ? અને એનો ઉકેલ બીજા સ્થાનમાંથી કોઈ કિંમત લેવામાં છે. અને એ માટે સૌથી સરળ સ્થાન છે જુઓ અહીં 70 છે. તો આપણે તેમાંથી 10 લઈએ, તો ત્યાં 60 બાકી રહે છે અને એ 10 એકમના સ્થાને મૂકીએ જો હવે તમે 10 અને 1 નો સરવાળો કરી તો શું મળશે ? તે 11 થશે. ધ્યાન આપો મેં સંખ્યાની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. 971 એ 900 વત્તા 60 વત્તા 11 જેટલી જ કિંમત છે. આ હજુ પણ 971 જ છે. અને હવે આપણે 11 ઓછા 9 ની બાદબાકી કરી શકીએ 11 ઓછા 9 બરાબર 2 60 ઓછા 50 બરાબર 10 અને 900 ઓછા 600 બરાબર 300 આમ, આ બદબાકીનું પરિણામ 300 વત્તા 10 વત્તા 2 છે,જે 312 છે. હવે આવું જ અહીં કરીએ, પરંતુ આપણે તે વિસ્તરણ કર્યા વગર કરીશું સરખી જ સમસ્યા 1 માંથી 9 બાદ કેવી રીતે કરી શકીએ ? જુઓ દશકના સ્થાનેથી એક 10 લઈએ અને સમૂહ બનાવીએ. તો અહીંથી એક દશક લીધો આથી હવે દશકના સ્થાને માત્ર 6 દશક બાકી રહ્યા. અને તે 10 આપણે એકમના સ્થાનને આપ્યા આથી તે 10 વત્તા 1 બરાબર 11 થયા હવે બાદબાકી થઇ શકશે. 11 ઓછા 9 બરાબર 2 6 ઓછા 5 બરાબર 1 9 ઓછા 6 બરાબર 3 તો 312 મળે છે.