If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

મનમાં બાદબાકી કરવી (દશક લીધા વિના)

સલ બાદબાકી કરવા માટે સ્થાન કિંમતની સમજનો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વીડિયોમાં હું તમને સમૂહ બનાવવા કરતાં કંઈક અલગ રીતથી બાદબાકી કરવાની રીત બતાવવા ઈચ્છું છું. અને આ મનમાં જે રીતે ગણતરી કરીએ એના જેવું જ છે. તો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરો કેટલાક લોકો કદાચ આ રીતથી સંપૂર્ણ સંમત નહિ હોય પરંતુ આ રીત બતાવવાનો એક હેતુ એ છે કે કોઈ પણ કામ કરવા માટે માત્ર એક જ રીત હોતી નથી.  જેમ જેમ તમે નિયમો અને સિદ્ધાંતો સમજતા જશો, સંખ્યા શું દર્શાવે તે સમજશો, તો તમે અર્થપૂર્ણ રીતે આ કરી શકશો આ પદ્ધતિમાં આપણે સમૂહ બનાવતાં નથી આપણે સોના સ્થાનથી શરુ કરી આગળ વધીશું. ઉદાહરણ તરીકે 301, એમાંથી પ્રથમ મારે 100 બાદ કરવા છે. તો 300 ઓછા 100 બરાબર 200 મળશે. હવે મારે 60 બાદ કરવા છે હું એમ વિચારી શકું કે 20 શું છે, બે, શૂન્ય ઓછા 6 આ એમ દર્શાવે છે કે 200 ઓછા 60 શું છે ?  જુઓ 20 ઓછા 6 બરાબર 14 મેં બાદબાકી કરી અને હવે 14 બાકી રહ્યા. હવે આ સમસ્યા 141 ઓછા 9 છે. તો હવે એ વિચારવાનું છે કે 141 ઓછા 9 કરું ,કરી શકું તો શું મળે જુઓ અહીં મનમાં થોડી વધારે ગણતરી કરવી પડે. પરંતુ 141 ઓછા 9 બરાબર 132 થશે. આમ, આપણી પાસે 132 બાકી રહ્યા. ચાલો હવે એ જ પદ્ધતિથી આ કરીએ. પરંતુ હું ઈચ્છીશ વિડીયો અટકાવી તમે જાતે કરવાનો પ્રયત્ન કરો.  જુઓ 9 ઓછા 2, વાસ્તવમાં આ 900 ઓછા 200 છે.  તો તમારી પાસે 700 બાકી રહેશે. પછી 71 ઓછા 8, ચાલો જોઈએ 11 ઓછા 8, 3 તો તમારી પાસે 71 ઓછા 8, 63 બાકી રહે.  હવે 633 ઓછા 6 કરવાના છે.  13 ઓછા 6 બરાબર 7 આથી તે 627 થશે. ફરીથી વિડીયો અટકાવી જાતે કરવાનો પ્રયાસ કરો મારી પાસે બાદબાકી કરવા માટે સોના સ્થાને કશું નથી. આથી હું 72 ઓછા 8 પર જઈશ, જે ખરેખર તો 720 ઓછા 80 છે, પરંતુ આપણે 72 ઓછા 8 તરીકે વિચારીએ. જુઓ 12 ઓછા 8 બરાબર 4, આથી 72 ઓછા 8 બરાબર 64 થશે. હવે આ 641 ઓછા 8 જેટલું જ છે.  જુઓ, 41 ઓછા 8 બરાબર 33 આનો ઉકેલ 633 છે.