મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 3
Course: ધોરણ 3 > Unit 1
Lesson 3: 1000 સુધી સંખ્યાના સમૂહ બનાવીને બાદબાકીઉદાહરણ: 3 અંકની સંખ્યાની બાદબાકી (બે વખત દશક લેવો)
સલ 913-286 કરવા માટે સમૂહ (દશક લેવો) નો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો 913 માંથી 286 બાદ કરીએ. પરંતુ પહેલા એને જરા જુદી રીતે કરીએ. મેં આ દરેક આંકડાને લઈને. એનું વિસ્તરણ કર્યું છે. આ 9 એ સોના સ્થાને છે, જે 900 દર્શાવે છે. આ 1 એ દશકના સ્થાને છે જે 10 દર્શાવે છે. આ 3 એકમના સ્થાને છે, જે 3 દર્શાવે છે. એવી જ રીતે 286 એ 200 વત્તા 80 વત્તા 6 જેટલી કિંમત છે. આપણે સ્થાન પ્રમાણે તે કરવાનો પ્રયત્ન કરીએ. જો આપણે એકમના સ્થાનથી શરૂ કરીએ છીએ, તો તરત જ એક સમસ્યા દેખાય છે. 3 એ 6 કરતા નાની સંખ્યા છે. આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કેવી રીતે બાદ કરી શકીએ ? દશકના સ્થાને પણ એ જ સમસ્યા છે. 80 એ 10 કરતાં મોટી સંખ્યા છે. આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કેવી રીતે બાદ કરી શકીએ ? તમે કદાચ ઉકેલ વિચાર્યો હશે સમૂહ બનાવવાનો જેને બાજુના સ્થાન માંથી દશક લેવું પણ કહી શકાય આપણે એક સ્થાનેથી કિંમત લઇ બીજા સ્થાને મૂકીએ અહીં જોઈએ તો 3 છે. અને આપણે બીજા સ્થાનેથી થોડી કિંમત લેવી પડશે. જુઓ હું દશકના સ્થાનેથી 10 લઇ શકું, પછી અહીં 0 (શૂન્ય) રહેશે અને આ 10 એકમને આપું તો, 10 વત્તા 3 બરાબર 13 થશે જુઓ મેં સંખ્યાની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. 900 વત્તા 0 વત્તા 13, હજુ પણ 913 જ છે. હવે એકમના સ્થાનથી સમસ્યાનો હલ મળી ગયો. હું 13 માંથી 6 બાદ કરી શકું. પરંતુ દશકના સ્થાને સમસ્યા વધુ મોટી થઇ ગઈ. હવે મારે 0 માંથી 80 બાદ કરવાના છે શું કરી શકાય ? જુઓ હું સોના સ્થાને જય શકું. 900 માંથી 100 લઇ શકું, આથી અહીં 800 બાકી રહે છે. અને હું તે 100 દશકના સ્થાને મૂકી શકું જો હું આ દશકના સ્થાનને આપું તો તે તે 100 થશે. જુઓ આ હજુ પણ 913 જ છે. 800 વત્તા 100 વત્તા 13 એ 913 છે. આ કેમ જરૂરી છે ? જુઓ, હવે દરેક હરોળમાં હું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી રહી છું. તમે કદાચ કહેશો, અહીં વત્તાની નિશાની છે. પરંતુ જુઓ અહીં ઓછાની નિશાની છે તો આપણે, 13 માંથી 6 બાદ કરી રહ્યા છે. 100 માંથી 80 બાદ કરી રહ્યા છે, 800 માંથી 200 બાદ કરી રહ્યા છે. ચાલો કરીએ 13 ઓછા 6 એ 7 છે. 100 ઓછા 80 એ 20 છે. 800 ઓછા 200 એ 600 છે. તો અહીં 600 વત્તા 20 વત્તા 7 બાકી રહ્યા, જે 627 છે હવે આ જ ગણતરી અહીં કરીએ. પરંતુ અહીં આપણે સંખ્યાનું વિસ્તરણ કરીશું નહિ. 6 એ 3 કરતાં મોટી સંખ્યા છે, શું કરીશું ? આપણે દશકના સ્થાનેથી સમૂહ બનાવીને લઇ શકીએ અહીંથી 10 લઇ શકીએ તો અહીં 0 દશક બાકી રહે . અને તે 1 દશક એકમના સ્થાનને આપીએ. તો તમે 3 ને 10 આપ્યા અને એ 13 થયા. 13 હવે દશકના સ્થાને સમસ્યા છે. 0 માંથી 8 કેવી રીતે બાદ કરી શકાય ? આપણે સોના સ્થાનેથી 100 લઇ શકીએ. તો 900 ના 800 થશે અને એ 100 ને દશકના સ્થાને મૂકીએ 100 એ 10 દશક જેટલી જ કિંમત છે. 100 એ 10 દશક જેટલી જ કિંમત છે. અને હવે આપણે બાદબાકી કરી શકીએ 13 ઓછા 6 એ 7 છે, 10 ઓછા 8 એ 2 છે. યાદ રાખો આ 10 દશક ઓછા 8 દશક બરાબર 2 દશક મળ્યા. 100 ઓછા 80 કરીએ તો 20 મળે અને છેલ્લે 800 ઓછા 200 તો 600 મળે 627.