If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

એકમ અપૂર્ણાંકના વ્યવહારિક પ્રશ્નો ઓળખવા

લીના એકમ અપૂર્ણાંકના ઉપયોગ દ્વારા વ્યવહારીક પ્રશ્ન ઉકેલે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

વિરાની ડિસ 3 એકસરખા ભાગમાં વહેંચાયેલી છે . તેમાંથી તેણે 1 ભાગમાં સલાડ મૂક્યું છે . તો વિરાની ડિશના કેટલામાં ભાગમાં સલાડ છે ? આપણી પાસે 3 એકસરખા ભાગમાં વહેંચાયેલી ડિસ છે અને આપણે જાણીયે છીએ કે વીરાએ તે ડિશના 1 ભાગ માં સલાડ મૂક્યું છે આપણે શોધવાનું છે કે તે ડિશનો કેટલામો ભાગ કહી શકાય . ચાલો આપણે વિરાની ડિશ અહીં બતાવીએ કદાચ તે આવી લંબ ચોરસ હોઈ શકે . તેના ત્રણ એકસરખા ભાગ કરીએ એક , બે અને ત્રણ હવે તેના એક ભાગમાં સલાડ મૂકીએ આ આખો ભાગ એક સલાડ થી ભરેલો છે . પ્રશ્નમાં જણાવ્યું છે તે મુજબ હવે ચિત્ર માં જોઈને કહો કે તે આ ડિશનો કેટલામો ભાગ છે ? તેણે અપૂર્ણાંક સ્વરૂપે બતાવીએ તો અંશ માં આવશે 1 , જે સલાડથી ભરેલો ભાગ છે . જયારે છેદમાં આવશે ડિશના કુલ ભાગ જેટલી સંખ્યા જે ત્રણ છે . આમ ડિશનો એક તૃત્યાંઉશ ભાગ અથવા ત્રણ માંથી એક ભાગ સલાડ થી ભરેલ છે તેમ કહી શકાય