જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

અપૂર્ણાંકોને ઓળખો

સલ પૂર્ણના ભાગોના નામ માટે અપૂર્ણાંકોનો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં એક ચોરસ છે. જે એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ , સાત , આઠ , નવ , ભાગમાં વહેંચાયેલ છે . 9 ભાગ હવે જો આમાંથી કોઈ એક ભાગને અલગ રંગથી બતાવીએ આપણે વચ્ચેના ભાગને અલગ રંગથી બતાવીએ તો તે આ 9 એકસરખા ભાગ માંથી એક ભાગ છે એમ કહી શકાય . કોઈ પૂછે કે જાંબલી રંગનું ચોરસ એ કયો ભાગ દર્શાવે છે તમે કહેશો કે તે 1/9 જેટલો ભાગ છે , આમ, અહીં લખીએ 1/9 હવે જો તેના કરતા વધુ ભાગને અલગ રંગથી દર્શાવીએ તો ? ચાલો, આ એક ભાગને રંગીન કરીએ અને આ ભાગને પણ તે રંગથી જ દર્શાવીએ તેમજ આ નીચેના ભાગને પણ તે રંગથીજ અલગ દર્શાવીએ હવે કહો કે આખા ચોરસનો કેટલામો ભાગ જાંબલી રંગથી દર્શાવેલ છે ? આપણે આગળ જોયું તે રીતે દરેક ભાગ 1/9 દર્શાવે છે આમ આ દરેક ભાગ 1/9 અથવા એક નવમાંશ છે તેમ કહી શકાય . હવે આપણી પાસે કેટલા નવમાંશ ભાગ અલગ રંગથી દર્શાવેલા છે ? આપણી પાસે એક , બે , ત્રણ , ચાર , ભાગ રંગીન બતાવ્યા છે . આમ , હવે કુલ 4/9 ભાગ અલગ દર્શાવ્યા છે . 9 સરખા ભાગમાંથી 4 ભાગ અલગ રંગના છે . આખા ચોરસ નો 4/9 ભાગ જાંબલીરંગનો છે . ચાલો આ બાબત ને થોડું વધુ રસપ્રદ બનાવીએ આ બાજુ આપણી પાસે પાંચ સરખા ભાગ છે હું નીચે લખું છું કે અહીં 5 સરખા ભાગ આપેલ છે અને આ પાંચેયને હું અલગ રંગથી દર્શાવું છું , એક , બે , ત્રણ , ચાર , પાંચ હવે આપણે જાણીએ જ છીએ કે આમાંથી દરેક ભાગ આ 1/5 દર્શાવે છે , 1 ના છેદમાં 5 ને એક પંચમાંશ પણ કહી શકાય હવે કહો કે મેં કેટલા ભાગ ને અલગ રંગથી દર્શાવ્યા ? પાંચમાંથી પુરા પાંચ ભાગ ને આપણે રંગીન કર્યા માટે તે થશે 5/5 તમે કહેશો કે આપણે 5 માંથી દરેક ભાગ ને રંગીન દર્શાવ્યું તો એનો અર્થ થયો કે આપણે આ આખી આકૃતિનેજ અલગ રંગથી દર્શાવી છે તમારી વાત બિલકુલ સાચી છે 5 ના છેદમાં 5 નો અર્થ થશે એક આખો પૂર્ણ ભાગ હવે થોડીવાર માટે વિડિઓ અટકાવીને તમે જાતે વિચારો કે નીચેની આકૃતિ માં કેટલામો ભાગ અલગ રંગથી દર્શાવેલ છે ચાલો તો પહેલી આકૃતિમાં જોઈએ અહીં એક , બે , ત્રણ , ચાર , પાંચ , છ સરખા ભાગ છે. જેમાંથી એક , બે ત્રણ , ચાર ભાગ અલગ રંગથી દર્શાવ્યા છે માટે આ આકૃતિ નો 4/6 ભાગ અલગ રંગનો છે બીજી આકૃતિ માં એક , બે , ત્રણ , ચાર , પાંચ સરખા ભાગ છે . જે માંથી એક , બે , ત્રણ , ચાર ભાગ અલગ રંગથી દર્શાવ્યા છે માટે અહીં આ વર્તુળનો 4/૫ ભાગ અલગ રંગ દર્શાવે છે આ આકૃતિ માં બે સરખા ભાગ આપેલા છે . બે સરખા ભાગ તેમજ એ બંને અલગ રંગથી દર્શાવ્યા છે આમ , 2 માંથી 2 ભાગ રંગીન છે માટે ફરી એક વાર બધાજ ભાગ રંગીન કરેલા હોય તો તે આખો પૂર્ણભાગ દર્શાવે છે હવે આ છેલ્લી આકૃતિ જુઓ જેમાં એક , બે , અને ત્રણ , ચાર ભાગ છે જેમાંથી એક , બે અને ત્રણ ભાગ ને અલગ રંગથી દર્શાવ્યા છે આમ કદાચ તે ત્રનચતુર્થાશ ભાગ દર્શાવતા હશે પણ યાદ રાખો દરેક ભાગ સરખા આકારનો હોવા જોઈએ જયારે આ લાલ ભાગતો ખુબજ મોટો છે બાકીના ત્રણ ભાગ ભેગા કરીએ તો કદાચ તેના કરતા પણ આ ભાગ મોટો છે માટે અહીં ચાર સરખા ભાગ નથી આમ આ આકૃતિ માટે એમ કહી શકાય નહિ કે તેનો ત્રણચાઠુર્થાંસ ભાગ અલગ રંગનો છે