If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:31

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અપૂર્ણાંક 3/4 માં અંશ અને છેદ ને ઓળખી બતાઓ ચાલો તેને મોટા અક્ષરે નીચે લખીએ 3 ના છેદ માં 4 હવે પૂછ્યું છે કે તેમાં અંશ અને છેદ ને ઓળખી બતાવો અંશ , હવે અંશ એટલે ઉપરની સંખ્યા જે અહીં 3 આપેલ છે. અને હવે છેદની વાત કરીએ તો છેદ એટલે અપૂર્ણાંક માં નીચે રહેલ સંખ્યા જે અહીં 4 છે. આમ , અંશ 3 અને છેદ 4 આપેલ છે. છેદ એટલે નીચેની સંખ્યા અને અંશ એટલે અપૂણાક માં ઉપર રહેલ સંખ્યા તમે તેને વિચારી શકો કે કોઈ વસ્તુના 4 ભાગમાંથી ત્રણ ભાગ . આ જે છેદ છે તે વસ્તુના કુલ ભાગ દર્શાવે છે જેમાંથી આપણે અમુક ભાગ લેવાનો છે ધારો કે આપણી પાસે એક ચોરસ બ્રેડ છે . હું તેને અહીં દોરું છું આ એક ચોરસ બ્રેડ છે . હવે જુઓ કે આ બ્રેડ ના હું છેદમાં રહેલ સંખ્યા જેટલા ભાગ કરું છું . જયારે આ 3 , જે અંશની કિંમત છે તે દર્શાવે છે કે આ ચાર ભાગ માંથી ત્રણ ભાગ . જુઓ એ ત્રણ ભાગ અહીં દર્શાવીએ જે દર્શાવે છે કે આપણે આ ત્રણ ભાગ ઉપયોગ કરીએ છીએ અથવા તે ત્રણ ભાગ આપણે ખાઈ લઈએ છે આમ , કહી શકાય કે આ બ્રેડ નો હું ત્રણ -ચતુર્થાંસ જેટલો ભાગ ખાઈ રહ્યો છું. આમ આ ભૂરા રંગ થી અલગ દર્શાવેલ ભાગ આ અપૂર્ણાંક ને દર્શાવે છે. હવે ધારો કે આપણી પાસે એક પીઝા છે. જે વર્તૂરાકાળ છે. હવે તેના પણ ચાર સરખા ભાગ કરીએ . હવે કોઈ કહે હું તેનો ત્રણ -ચતુર્થાંસ ભાગ ખાઈ ગયો. આમ ત્રણ -ચતુર્થાંસ અંશમાં 3 અને છેદમાં 4 આમ, તે વ્યક્તિએ આ ભાગ ખાઈ લીધો કહેવાય . જુઓ આ એક ભાગ ,આ બીજો ભાગ અને આ ત્રીજો ભાગ . આમ છેદ માં રહેલ સંખ્યા 4 એ આ પીઝા ના કુલ ભાગ દર્શાવે છે . જયારે અંશના 3 દર્શાવે છે કે આપણે તેમાંથી કેટલા ભાગ ખાઈ લીધા .