If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

1 કરતા મોટા અપૂર્ણાંકોને ઓળખવા

1 કરતા મોટા અપૂર્ણાંકને ઓળખવા માટે લીના અપૂર્ણાંક નમૂનાનો ઉપયોગ કરે છે. Lindsay Spears દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

અહીં એક પૂર્ણ વર્તુળ આપેલ છે . આ વર્તુળ પૂર્ણ સંખ્યા 1 દર્શાવે છે જો આપણે તે જાણતા હોઈએ તો નીચે આપેલ વર્તુળ નો કેટલામો ભાગ ભૂરા રંગનો છે ? અહીં નીચે ભૂરા રંગનો ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે ? આ પૂર્ણ વર્તુળ થી શરૂ કરીયે . આ આખું વર્તુળ ત્રણ સરખા ભાગમાં વહેંચાયેલ છે , એક ,બે અને ત્રણ માટે આપણે છેદમાં લખીયે ત્રણ . ત્રણ એકસરખા ભાગ . આમ વર્તુળ નો દરેક ભાગ એ 1/3 જેટલો થશે ત્રણ માંથી એક ભાગ . આમ , આ બાબતના આધારે નીચેના વર્તુળોમાં જોઈએ કે કેટલા 1/3 ભાગ છે . અહીં એક વખત 1/3 , અહીં બીજી વખત 1/3 , ફરી એકવાર 1/૩ , બીજીવાર 1/3 અને ત્રીજી વાર 1/3 આમ આપણી પાસે એક , બે , ત્રણ , ચાર , પાંચ , પાંચ વખત 1/3 છે . માટે , 5/3 ભાગ ભૂરા રંગથી ઘેરાયેલો છે .