મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 3
Course: ધોરણ 3 > Unit 3
Lesson 3: સંખ્યારેખા પર અપૂર્ણાંકોસંખ્યારેખા પર અપૂર્ણાંકો
સંખ્યારેખા પર અપૂર્ણાંકો દર્શાવતા અને ઓળખતા શીખો. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે જાણી લીધું છે કે કોઈ પૂર્ણ વસ્તુ કે આકૃતિ લઈએ અહીં પૂર્ણ વસ્તુ તરીકે એક લીલા રંગનું વર્તુળ છે અને જો તેના 5 સરખા ભાગ કરીએ 1 , 2 , 3 , 5 , આમ તેના 5 સરખા ભાગ કર્યા છે અને જો આપણે તેમાંથી 1 ભાગ પસંદ કરીએ ધારોકે આપણે આ ભાગ પસંદ કર્યા . તો એનો અર્થ છે કે પુરા એકમાંથી આપણે 1/5 ભાગ પસંદ કર્યો . 5 સરખા ભાગ માંથી એક ભાગ આપણે આ જ બાબત સંખ્યારેખા પર પણ જોઈ શકીએ આ બાબત આપણે અત્યારસુધી આકારો દ્વારાજ સમજ્યા છીએ પણ અત્યારે તે સંખ્યારેખા પર સમજીએ તેને વ્યવસ્થિત મોટા કદ થી દર્શાવી છે માની લો કે અહીં શુન્ય છે, અહીં 1 અને અહીં 2 છે જો વધુ લાંબી રેખા હોય તો 3 , 4 કે તેના કરતા પણ વધુ સંખ્યા દર્શાવી શકાય . હવે આપણે વર્તુળ લઈને તેના 5 સરખા ભાગ કરવાને બદલે હું અહીં 0 અને 1 ની વચ્ચેની જગ્યાના 5 સરખા ભાગ કરું છુ . ચાલો તેમ કરીએ 1 , 2 , 3 , 4 અને 5 માની લો કે આ 5 સરખા ભાગ છે તમને શું લાગે છે આપણે અહીં કઈ સંખ્યા લખી શકીએ તે સંખ્યા 0 અને 1 ની વચ્ચે છે તે સ્પષ્ટ પણે 0 ની વધુ નજીક છે . આપણે 5 ભાગમાંથી પહેલા ભાગ પર છીએ અને 1 તરફ આગળ વધી રહ્યા છીએ 5 ભાગમાંથી પહેલા ભાગ પર છીએ માટે તેને 1/5 એટલે કે 1 પાંચમાંઉશ તરીકે દર્શાવી શકાય . આમ , જયારે પણ આપણે કોઈ અપૂર્ણાંકની વાત કરીએ ત્યારે તે કોઈ પીઝા કે કેકનો ટુકડો જ હોય તેવુ જરૂરી ન નથી . તે એક સંખ્યા દર્શાવે છે , અને આપણે તેને સંખ્યારેખા પર પણ દર્શાવી શકીએ તમે કહેશો , 1/5 માટે તે બરાબર છે પણ આ બાકીના ભાગનું શું ? તેને કઈ સંખ્યા તરીકે દર્શાવી શકાય ? ફરી તે જ તર્કનો ઉપયોગ કરીએ . ઉપરની આકૃતિમાં હવે મે 1 ને બદલે 2 ભાગને અલગ રંગથી દર્શાવ્યા હોય તો તેને હવે 2/5 તરીકે લખી શકાય . તેને હવે 2/5 તરીકે દર્શાવીએ . આમ ,જો સંખ્યારેખા પર 0 થી 1 તરફ ના 2 સરખા ભાગને લઈએ તો અહીં આ સંખ્યાને 2/5 તરીકે દર્શાવી શકાય . આમ , આપણે આગળ પણ દર્શાવી શકીએ . આ સંખ્યા થશે 3 છેદમાં 5 એટલે કે ત્રનપંચમાંઉશ આ ભાગ 1 , 2 , 3 , 4 , આમ 5 માંથી 4 ભાગ લીધા માટે તેને 4/5 એટલે કે ચારપંચમાંઉશ તરીકે દર્શાવીએ તે જ રીતે આ સંખ્યા ને 5 ના છેદમાં 5 એટલે કે પાંચ પંચમાંઉશ પણ કહી શકાય . પણ તમે કહેશો કે 5 ના છેદમાં 5 હોય તો 1 મળે હા , તમારી વાત અકેદમ સાચી છે . આમ , જો આપણે આ આકૃતિના દરેક ભાગને અલગ રંગ વડે દર્શાવીએ તો તે થશે 5 ના છેદમાં 5 એટલે કે પાંચ પંચમાંઉશ જુઓ કે અહીં આપણે આકૃતિ પૂર્ણ ભાગ આવરી લીધો છે તે જ રીતે સંખ્યારેખા પર પણ 5 ના છેદમાં 5 ભાગ જેટલું અંતર કાપીએ તો આપણે પૂર્ણ સંખ્યા 1 જ મળે આમ 5 ના છેદમાં 5 એ સ્પષ્ટપણે પૂર્ણ 1 દર્શાવે છે .