મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 3
Course: ધોરણ 3 > Unit 3
Lesson 3: સંખ્યારેખા પર અપૂર્ણાંકોસંખ્યારેખા વિજેટ પર અપૂર્ણાંકો
સલ ખાન એકેડેમીની સંખ્યારેખા વિજેટનો ઉપયોગ કરે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણે ખાન એકેડેમી પર સંખ્યા પર અપૂર્ણકોને દર્શાવવાના મહાવરા પર છીએ તેઓ આપણને પૂછી રહ્યા છે કે સંખ્યા રેખા પર ટપકું 5 /8 પર ખસેડો પ્રથમ સંખ્યા રેખા પર નિશાની બનાવવા માટે વિભાગની સંખ્યામાં ફેરફાર કરો સૌ પ્રથમ અહી શું થઇ રહ્યું છે તેના વિશે વિચારીએ મારી પાસે સંખ્યા રેખા પર 0 છે અને 1 છે તેની વચ્ચે જગ્યા આપેલી છે હું અહી આ બિંદુને 5 /8 પર ખસેડવા માંગું છુ તો સૌ પ્રથમ હું 0 અને 1 વચ્ચેની આ જગ્યાના 8 એક સરખા વિભાગ કરીશ માટે હું અહી વિભાગની સંખ્યામાં 8 લખીશ તો તમે હવે જોઈ શકો કે આપની પાસે 8 વિભાગ છે મેં અહી 8 લખ્યું અને મને 8 વિભાગ મળ્યા 1 ,2 ,3 ,4 ,5 ,6 ,7 ,8 હવે અહી આ જે દરેક વિભાગ છે તે 1/8 દર્શાવે છે પરંતુ આપણે અહી 5 /8 બતાવવા માંગીએ છીએ તો આ 1 /8 થાય આ 2 /8 આ 3 /8 આ 4 /8 અને આ 5 /8 અને હવે આપણે જવાબ ચકાસીએ આશા છે કે તમને સમજાઈ ગયું હશે