If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ
વર્તમાન સમય:0:00કુલ સમયગાળો :2:30

દસ સાથે ગુણાકારના વ્યવહારિક પ્રશ્નો

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

સ્વયંસેવકોનું એક જૂથ 5 જુદા જુદા બગીચાઓમાં વૃક્ષારોપણ કરેછે તેમણે દરેક બગીચામાં 90 વૃક્ષ રોપ્યા તો તેમણે કુલ કેટલા વૃક્ષ રોપ્યા હશે આપણને ખબર છે કે તેઓ 5 અલગ અલગ બગીચાઓમાં ગયા અને દરેક બગીચામાં તેમણે 90 વૃક્ષ રોપ્યા ખુબ સરાહનીય કાર્ય કહેવાય જો આપણે કુલ સંખ્યા જાણવી હોય તો બે એક રીતે કરી શકાય તો કહી શકાય કે 90 ઝાડ એક બગીચામાં વત્તા 90 ઝાડ બીજા બગીચામાં વત્તા 90 ઝાડ ત્રીજા બગીચામાં વત્તા 90 ઝાડ ચોથા બગીચામાં વત્તા 90 ઝાડ પાંચમાં બગીચામાં એક ઉપાય છે કે આ બધા 90 નો સરવાળો કરી શકાય થોડી વાર લાગશે પણ જવાબ મળી જશે અથવા એમ કહી શકાય કે તેમણે 5 વખત 90 વૃક્ષ રોપ્યા તો તો 90 ગુણ્યા 5 આપણે આ બંને નો ઉકેલ મેળવીએ બંને રીતે ઉકેલ મળી જશે પરંતુ આપણને એ ખ્યાલ આવશે કે કઈ રીત વધારે સારી અથવા સરળ છે તો 90 ,90 ની સંખ્યા એમ વિચારી શકાય કે 9 દશક અહીં લખું છું 9 દશક જે આપણને ઉપયોગી રહેશે 9 દશક વત્તા બીજા 9 દશક બરાબર 18 દશક વત્તા વધુ 9 દશક બરાબર 27 દશક વત્તાવધુ 9 દશક બરાબર 36 દશક અને છેલ્લે વધુ 9 દશક બરાબર 45 દશક અથવા 450 આ 0 એટલે છે કારણકે આપણે દશક નો સરવાળો કરી રહ્યા છે 45 દશક અથવા 450 આ જુથે 450 વૃક્ષો રોપ્યા ચાલો ગુણાકારની રીત નો ઉપયોગ કરીએ ફરીથી 9 દશક ગુણ્યા 5 જો તમારી પાસે 9 દશક 5 વખત હોય તો તે 45 દશક છે અને 45 દશક એ 450 છે અંતમાં 0 છે બંને રીતે જોતા તે સ્વયંસેવકોએ કુલ 450 વૃક્ષો રોપ્યા હશે આપણે બંને રીત કરી શકીએ પરંતુ મને ગુણાકાર ની રીત વધુ ઝડપી લાગી બાકી બંને રીતે 5 બગીચાઓમાં 90 વૃક્ષો એ કુલ 450 વૃક્ષ છે