If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમાન સમૂહ તરીકે ગુણાકાર

સલ ગુણાકારને સમજવા ગોઠવણી અને પુનરાવર્તિત સરવાળાનો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મારી પાસે અહીં ત્રણ સ્ટારનો  સમૂહ છે.  હું એમ કહી શકું કે મારી પાસે ત્રણ સ્ટારનો એક સમૂહ છે, તો મારી પાસે કેટલા સ્ટાર છે ? જુઓ મારી પાસે એક સમૂહ છે. અને તમે ત્રણ સ્ટાર છે તો એનો અર્થ એ થયો કે મારી પાસે ત્રણ સ્ટારછે. ચાલો આને થોડું વધુ રસપ્રદ બનાવીએ એમ કહીએ કે મારી પાસે બે સમૂહ છે.  મારી પાસે ત્રણના બે સમૂહ છે આ એક સમૂહ અને આ બે સમૂહ. આમ, આ ત્રણના બે સમૂહ છે. તો હવે મારી પાસે કુલ કેટલાં સ્ટાર છે ?  જુઓ અહીં ત્રણ ના બે સમૂહ છે. અન્ય રીતે વિચારીએ તો આ 3 વત્તા 3 છે. 3 વત્તા 3 છે, જે બરાબર 6 છે  તો ત્રણનો એક સમૂહ બરાબર 3 છે.  3 ના બે સમૂહ એટલે બે વખત 3, અથવા 3 વત્તા 3 જે 6 છે. ચાલો આપણે આને વધુ રસપ્રદ બનાવીએ, 3 ના ત્રણ સમૂહ લઈએ એક , બે , અને ત્રણ  હવે શું થશે ? જુઓ આ 3 ના ત્રણ સમૂહ છે. એટલે કે 3 વખત 3 તો હવે કુલ કેટલાં સ્ટાર છે ? ધ્યાન રાખો મારી પાસે 3 વખત ત્રણ છે બે વખત 3 છે. એક વખત 3 છે. તો 3 વત્તા 3 વત્તા 3 બરાબર 9 અને તમે ગણી શકો છો. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અથવા ત્રણના સમૂહમાં ગણી શકો 3, 6, 9 તમને ખ્યાલ આવી ગયો હશે ચાલો આગળ વધતા રહીએ ચાલો 3 ના ચાર સમૂહ લઈએ.  1, 2, 3, 4  એટલે કે 4 વખત 3 જે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 બરાબર છે 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3  જુઓ મારી પાસે ચાર વખત 3 છે, એક વખત 3, બે વાર 3, ત્રણ વાર 3 અને ચાર વાર 3 તો આપણી પાસે 3, 6, 9, 12 છે. આ 12 છે હું ઈચ્છીશ કે તમે હવે જાતે કરો. 5 વખત 3 શું છે, 6 વખત 3 શું છે 7 વખત 3 શું છે, 8 વખત 3 શું છે 9 વખત 3 શું છે અને 10 વખત 3 શું છે દર વખતે આ રેખાચિત્ર દોરવાની જરૂર નથી પરંતુ કલ્પના કરવી સારી વાત છે. 4 વખત 3 એ ચાર 3 છે. જુઓ તો 5 વખત 3 એ પાંચ 3 છે. 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 વત્તા 3 આ 3, 6, 9, 12,15 બરાબર 15 તો આ વિડીયો જોયા પછી તમે આ બધા વિશે વિચારશો એવું માનું છું.