મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 3
Course: ધોરણ 3 > Unit 4
Lesson 6: રેખા આલેખરેખા આલેખનું વાંચન કરો
રેખા આલેખ એ એક એવો આલેખ છે જે સંખ્યારેખા પર માહિતી દર્શાવે છે. રેખા આલેખ બનાવવા, સૌપ્રથમ એક સંખ્યારેખા દોરો જેમાં માહિતી ગણની બધી કિંમતો સમાયેલ હોય. ત્યારબાદ સંખ્યારેખા પર માહિતીની કિંમત દર્શાવવા X (અથવા ટપકું) મુકો. જો માહિતીમાં કોઈ કિંમત એક કરતા વધુ વખત હોય, તો તે સંખ્યા પર તેટલી વખત X મુકો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
ચાલો આપણે એક જન્મદિવસની નિજબાનીનું આયોજન કરીયે અને આ બધા બાળકો તે નિજબાનીમાં છે અને તે બધાની ઉમર અલગ અલગ છે હવે આપણને એ જાણવાની જિજ્ઞાસા છે કે દરેક ઉંમરના કેટલા બાળકો નિજબાનીમાં છે જુઓ આપણે તે માટે અહીં રેખા દોરી તેની પર બિંદુ દ્વારા આલેખન કરી શકાય તેને રેખા આલેખન અથવાતો લાઈન પ્લોટ કહી શકાય પરંતુ આ થોડું ગુંચવણ ભરેલું મને એટલે લાગે છે કારણકે અહીં રેખા કરતા વધારે આપણે બિંદુઓનો ઉપયોગ કરીયે છીએ ચાલો જોઈએ રેખા આલેખન શું છે તો હું તે અહીં દોરું છું હું અહીં એક રેખા દોરું છું પછી હું દરેક ઉમર માટે અહીં નિશાની કરીશ અહીં ત્રણથી સાત વર્ષ સુધીના બાળકો છે તોઅહીં ઉમરવર્ષ ત્રણ ઉમરવર્ષ ચાર ઉમરવર્ષ પાંચ ઉમરવર્ષ છ ઉમરવર્ષ સાત મારે અહીં બે દર્શાવાની જરૂર નથી અને અહીં આઠ પણ દર્શાવાની જરૂર નથી કારણકે એ ઉંમરના કોઈ પણ બાળકો અહીં નથી જોકે ઈચ્છું તો તે દર્શાવી શકું હવે જોઈએકે દરેક ઉંમરના કેટલા બાળકો છે જો એકજ વ્યક્તિ છે દિયા જે ત્રણ વર્ષની છે આથી અહીં હું એક્સ મૂકી શકું અથવા હું બિંદુ મૂકી શકું જુદા જુદા રેખા આલેખનમાં જુદી જુદી વસ્તુઓનો ઉપયોગ કરી શકાય પરંતુ તે દર્શાવે છે કે આ ઉંમરનું એક વ્યક્તિ પાર્ટીમાં નિજબાનીમાં છે હવે ઇમરાન પાંચ વર્ષનો છે જે અહીં છે તમે એમ પણ વિચારી શકો કે આ બિંદુ ઈમરાનને દર્શાવે છે બીજું કોણ પાંચ વર્ષનું છે પછી સૂર્યા એ પણ પાંચ વર્ષનો છે એનો અર્થ કે પાંચ વર્ષમાં બે વ્યક્તિઓ છે આ ઇમરાન આ સૂર્યા હવે જેસ્પર છે જે છ વર્ષનો છે જે છ વર્ષની ઉંમરનો એક બાળક છે અહીં વિક્રમ પણ છે જે છ વર્ષનો છે તો એને પણ અહીં છ વર્ષમાં એક બિંદુ મુકીયે પછી લ્યુક જે સાત વર્ષનો છે લ્યુક સાત વર્ષનો છે આથી તેના માટે અહીં આ બિંદુ પછી આન્યા જે છ વર્ષની છે બસ આજ રીતે હું આ કોષ્ટકમાં આપેલ દરેક માહિતીને આ રેખા પર બિંદુ દ્વારા દર્શાવી શકું અને આ રીતે રેખા આલેખન દ્વારા માહિતી સ્પષ્ટ રીતે જોઈ શકાય છે દરેક ઉંમરના કેટલા બાળકો છે જો આ કોષ્ટકમાંજ જોવામાં આવે તો તે થોડું ગુંચવણ ભરેલું છે પરંતુ રેખા આલેખન માહિતીને સ્પષ્ટ રીતે દર્શાવે છે જુઓ અહીં ચાર વર્ષનું કોઈ નથી અને સૌથી વધુ બાળકો છ વર્ષના છે હું અહીંથી આ માહિતી લઇ લઉં છું હવે આપણી પાસે તે કોષ્ટક નથી માત્ર રેખા આલેખનજ છે અને કોઈ કહે કે જુઓ અહીં આ ઉમર દર્શાવી છે જે વર્ષમાં છે અને આ દરેક બિંદુ નિજબાનીમાંના બાળકો દર્શાવે છે તો આ રેખા આલેખનને આધારે કહો કહો કે કેટલા બાળકો પાંચ વર્ષથી વધુ ઉંમરના છે તો તમે અહીં જોઈને કહી શકો કે પાંચથી વધારે એટલે છ વર્ષ અને સાત વર્ષ ની ઉંમરના અહીં આઠ નવ દસ અગિયાર કે તેથી વધુ દર્શાવેલા નથી તો આ બિંદુઓ વિષે જોઈએ અહીં જુઓ આ બધા પાંચથી વધારે ઉંમરના બાળકો છે ત્રણ બાળકો છ વર્ષના અને એક સાત વર્ષનો છે આથી એક બે ત્રણ ચાર બાળકો પાંચ વર્ષથી વધારે ઉંમરના છે તમે તેને અન્ય રીતે પણ કરી શકો તમે એવું પણ કહી શકો કે કેટલા બાળકો તમે એવું પણ કહી શકો કે કેટલા બાળકો પાંચ વર્ષથી ઓછી ઉંમરના છે જુઓ પાંચથી ઓછા એટલે ત્રણ વર્ષ અથવા ચાર વર્ષ અને તમે અહીં જો તે બિંદુઓ જોશો તો પાંચ વર્ષથી ઓછી ઉંમરનો એકજ બાળક છે નિજબાનીમાં પાંચ વર્ષથી ઓછી ઉંમરનો એક જ બાળક છે હું મનુ છું કે તમને આ રસપ્રદ લાગ્યું હશે