જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

બાદબાકીનો વ્યવહારિક પ્રશ્ન: ટેનિસના દડા

સલ 100 કરતા નાની સંખ્યાઓની 2-પદની બાદબાકીનો વ્યવહારિક પ્રશ્ન ઉકેલે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

શ્રીમતી ગાંધીના બીજા ધોરણના વર્ગ પાસે રીસેસ દરમિયાન રમવા માટે 45 ટેનિસ બોલ છે . હું જ્યારે પણ આવા કોયડાઓ કરું છું . ત્યારે આપેલ માહિતી લખવાનું પસંદ કરું છું . તો આપણે 45 ટેનિસ બોલથી શરૂ કરીએ છીએ . તેમની પાસે રિસેસમાં રમવા માટે 45 ટેનિસબોલ છે , પછી તેઓ કહે છે કે 19 ટેનિસ બોલ વાડની ભાર ફેંકી દેવાયા હતા અને 6 ટેનિસ બોલ ક્યાંક ગાયબ થઈ ગયા હવે શ્રીમતી ગાંધીના વર્ગ પાસે કેટલા ટેનિસ બોલ બાકી રહયા હશે ? આમ જ્યારે આવા કોયડાઓ કરીએ ત્યારે જુઓ, કે શરૂઆત ક્યાંથી થાય છે ? હું 45 ટેનિસ બોલથી શરૂ કરું છું .અને પછી શુ થાય છે ? મને વધુ ટેનિસ બોલ મળી રહયા છે કે મારી પાસેથી ઓછા થઇ રહયા છે ? શ્રીમતી ગાંધીના વર્ગે 45 થી શરૂઆત કરી પછી 19 બોલ રમતા રમતા વાડની ભાર ફેંકી દીધા . તો તેઓ પાસેથી બોલ ઓછા થયા . અને પછી વધુ 6 બોલ ક્યાંક ગાયબ થઇ ગયા . અને હું અહીં બોલ ગુમાવી રહી છું ,મારી પાસે ઓછા થઇ રહયા છે , અથવા મેં જેટલા બોલથી શરૂઆત કરી હતી તેમાંથી મારે અહીં બાદ કરવાના છે . આમ જુઓ તો બાદબાકી રસપ્રદ છે , કારણ કે તે જણાવે છે કે શ્રીમતી ગાંધીના વર્ગ પાસે કેટલા ટેનિસ બોલ બાકી રહ્યા હશે એટલે કે તેમને જેટલા બોલથી શરૂઆત કરી હતી એટલા બધા જ બોલ એમની પાસે નથી . આથી તેમને જેટલા થી શરૂઆત કરી હતી તેમાંથી કેટલાક બોલ બાદ કરીશુ . 19 ટેનિસ બોલ વાળની બહાર ફેંકી દેવાયા હતા આથી આપણે તે મૂળ સંખ્યા માંથી બાદ કરીશુ અને પછી બીજા 6 બોલ ક્યાંક ગાયબ થઈ ગયા. ચાલો પહેલા 19 બાદ કરીએ આપણે 45 ટેનિસ બોલ થી શરૂ કર્યું અને પછી 19 ટેનિસ બોલ વાડીની બહાર ફેંકી દેવાયા આથી આપણે તે બાદ કરીએ તેઓએ એટલા બોલ ગુમાવી દીધા તો શું રહેશે જુઓ આપણે એકમના સ્થાન વિશે જોઈએ તો આપણી પાસે 5 એકમ ઓછા 9 એકમ છે હવે 5 એ 9 કરતા ઓછા છે આથી અહીં સમૂહ બનાવવું પડશે તો આપણે દશકના સ્થાને જઈએ અહીં 4 દશક ની જગ્યાએ 3 દશક રાખીયે અને અહીં થી દસ લઈને તેને એકમ ના સ્થાને મૂકીએ જે દાસ એકમ થશે 10 એકમ વત્તા 5 એકમ બરાબર 15 એકમ થશે હવે આપણે બાદબાકી કરી શકીએ 15 ઓછા 9 બરાબર 6 કારણકે 9 વત્તા 6 એ 15 છે અને પછી 3 દશક ઓછા 1 દશક બરાબર 2 દશક થશે થઇ ગયું ? ના આ તો માત્ર 19 ટેનિસ બોલ વાડની બહાર ફેંકી દેવાયા પછી જે બોલ બાકી રહે તે સંખ્યા છે . પછી 6 બોલ ક્યાંક ગાયબ થઇ ગયા ચમત્કારિક રીતે ગાયબ થયેલા બોલ આપણે બાદ કરીશુ. તો હવે આપણી પાસે કેટલા બોલ બાકી રહે છે ? જુઓ 26 45 થી શરૂ કર્યું 19 બોલ વાડ ની બહાર ફેંકી દેવાયા જે બાદ કર્યા અને પછી 26 બાકી રહ્યા અને પછી 6 ટેનિસ બોલ ક્યાંક ગાયબ થઇ ગયા ચમત્કારિક રીતે ગાયબ થયેલા બોલ આપણે અહીંથી બાદ કરીશુ . જુઓ 6 એકમ ઓછા 6 એકમ બરાબર 0 એકમ છે . બે દશક ઓછા અહીં કી નથી . આથી તે 2 દશક જ રહેશે . શ્રીમતી ગાંધીના વર્ગ પાસે કેટલા બોલ બાકી રહયા . જુઓ અહીં તેમની પાસે 20 ટેનિસ બોલ બાકી રહ્યા 45 થી શરૂ કરીને 19 વાડની ભાર ફેંકી દેવાયા જે બાદ કર્યા પછી 26 રહ્યા અને ,જે 6 બોલ ક્યાંક ગાયબ થઇ ગયા હતા તે 26 માંથી બાદ ક્યાં તો 20 બાકી રહયા .