If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બાદબાકીનો વ્યવહારિક પ્રશ્ન: બરફ

સલ 100 કરતા નાની સંખ્યાઓની બાદબાકીનો વ્યવહારિક પ્રશ્ન ઉકેલે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ગુરુવારે આવેલા બરફના તોફાન પછી, ચીલી શહેરમાં 55 સેન્ટિમીટર બરફ નો થર હતો . શુક્રવારે બરફવર્ષા ચાલુ હતી અને વધુ કેટલાક સેન્ટિમીટર બરફ પડ્યો હવે ચીલી શહેરમાં 84 સેન્ટિમીટર જેટલો બરફનો થરછે . તો શુક્રવારે કેટલો સેન્ટિમીટર બરફ પડ્યો હશે ? ચાલો આપણે આ રેખાકૃતિમાં જોઈએ જેથી આપણે કલ્પના કરી શકીએ શુ થયું હશે. તો પ્રથમ વખત ગુરુવારે આવેલા બરફના તોફાન પછી ચીલી શહેરમાં 55 સેન્ટિમીટબરફ નો થર હતો આ 55 સેન્ટિમીટર છે માપપટ્ટી પર અહીં આ 55 સેન્ટિમીટર છે. તો એટલું બરફનું થર ગુરુવારે આવેલા તોફાન પછી હતો અહીં આ 55 સેન્ટિમીટર બરફનું થર છે. પરંતુ બરફ વર્ષ બંધ થઇ ન હતી , ચાલુજ હતી આથી હવે ચીલી શહેરમાં 84 સેન્ટિમીટર જેટલો બરફનું થર છે. અહીં આ માપપટ્ટી પર આ 84 સેમી છે અને બરફ નો થર અહીં આટલો છે આમ ,તેમને જાણવું છે કે શુક્રવારે કેટલા સેમી બરફ પડ્યો હશે ? અહીં આપણેને પૂછુંયુ છે કે અહીં કેટલા સેન્ટિમીટર બરફ હશે ? શુક્રવારે કેટલો બરફ પડ્યો હશે? આથી અહીં આ પ્રશ્નાર્થચિન્હ સેન્ટિમીટર છે તો આપણે તે કેવી રીતે શોધી શકીએ. જુઓ આપણે જે જાંણીએ છીએ તે લખીયે આપણે ખબર છે કે 55 સેન્ટિમીટર બરફ ગુરુવારે પડ્યો વત્તા આ જે અહીં કેટલાક સેન્ટિમીટર છે તે હું અહીં પ્રશ્નાર્થચિન્હ મુકું છું. તો આ ગુરુવારે આવેલ બરફના તોફાન પછી આટલા વત્તા જેટલા શુક્રવારે બરફવર્ષ થઇ તે જે ખબર નથી તેથી અહીં આપણે પ્રશ્નાર્થચિન્હ મૂક્યું છે આને બરાબર કુલ સંખ્યા છે. જે 84 સેન્ટિમીટર છે તો અહીં આ પ્રશ્નાર્થચિન્હ બરાબર શોધવાનું છે. એક રીતે વિચારીએ તો એ 55 વતા પ્રશ્નાર્થચિન્હ બરાબર 84 છે, એનો અર્થ એ થયો કે 84 ઓછા 55 બરાબર પ્રશ્નાર્થચિન્હ થશે. અને અન્ય રીતે વિચારીએ તો એટલો બરફ પડ્યો એમાંથી 55 સેન્ટિમીટર આપણે બાદ કરીએ તો પ્રશ્નાર્થચિન્હ જેટલો જથ્થો મળશે કારણકે 84 અને 55 વચ્ચેના તફાવત જેટલોજ બરફ શુક્રવારે પડ્યો 84 અને 55 વચ્ચેનો તફાવત કેટલો છે તે શોધીએ હું તે અહીં કરું છું તો આપણી પાસે 84 છે. ઓછા 55 અને એ પ્રશ્નાર્થચિન્હ બરાબર થશે તો એકના સ્થાને જોતા ચાર એકમ ઓછા પાંચ એકમ છે. તો કેવી રીતે કરવું ? કારણકે ,ચાર એ પાંચ કરતા ઓછા છે, તો સમૂહ બાનવીએ આપણે દશકના સ્થાનથી એક દશક લઇ લઈએ તો અહીં આઠ દશકને બદલે સાત દશક છે અને જે એક દશક લીધો એને 10 એકમમાં ફેરવીદઈએ તો અહીં . 10 વત્તા 4 14 એકમ છે હવે આપણે બાદબાકી કરી શકીએ. 14 એકમ ઓછા પાંચ એકમ. એ નવ એકમે છ સાત દશક ઓછા પાંચ દશક એ બે દશક છે આમ બરફનો અજાણ્યો જથ્થો એ 29 સેન્ટિમીટર છે. આમ અહીં આ 29 સેન્ટિમીટર છે. અને તમે અહીં આ ચાકસી શકો છો 55 વતા 29 બરાબર 84 છે. હું ઈચ્છીશ કે તમે તે ચકસો. તો શુક્રવારે કેટલા સેન્ટિમીટર બરફ પડ્યો હશે? 29 સેન્ટિમીટર શુક્રવારે 29 સેન્ટિમીટર બરફ પડ્યો હશે આવા કોયડાઓમાં વાર્તાની કલ્પના કરવી મહત્વનું છે. શું થાયુ તેની કલ્પના કરો અને રેખાકૃતિ દોરો જો નહીં હોય તો અને ગણનીતિક વિધાનો વિશે વિચારો તેને સમીકરણો પણ કહેવાય છે. અને પછી જે માહિતી નથી ખબર તે શોધો.