If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સરવાળાનો વ્યવહારિક પ્રશ્ન: ટપકાં

સલ "વધુ" શબ્દ વડે એક વ્યવહારિક પ્રશ્ન ઉકેલે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

જો તમે આ ચોપાટની રમતપરના બધા ટપકાનો સરવાળો કરો છો તો તે 63 ટપકાં છે જો તમે આ બધા ટપકાં ગણશો તો તે 63 છે પરંતુ આપણે તે ગણવાની જરૂર નથી પછી તેઓ કહે છે તે 6 બાજુવાળા પાસા પરના ટપકાની કુલ સંખ્યા કરતા 42 વધારે છે આમ તેઓ કહી રહ્યા છે કે જો તમે 6 બાજુવાળું પાસું લો છો તો કંઈક આવું દેખાશે જે એક ઘન છે અને અહીં કદાચ એક ટપકું છે અહીં કદાચ ત્રણ ટપકાં છે અને અહીં કદાચ બે ટપકાં છે જો તમે આ બધા જે આપણે જોઈ શકીયે છીએ અનેપછી બીજી બધી જ બાજુ પરના , તો તે સંખ્યા 6 બાજુવાળા પાસા પરની કુલ ટપકા નીસંખ્યા છે. હવે તેઓ કહે છે કે 63 ટપકાં , જો તમે આ બધાં ટપકાંનો સરવાળો કરો તો તે 63 છે અને તે છ બાજુવાળા કુલ ટપકાનીસંખ્યા કરતા 42 વધારે છે ચાલો આપણે શોધીએ કે એક છ બાજુવાળાપાસા પર કુલ કેટલા ટપકાં હોય છે . તો સૌપ્રથમ તમે પોતાને પૂછો કે તેઓ શેના વિશે પૂછી રહ્યાં છે. આ ચોપટમાં જે ટપકાં છે તેના કરતા તે સંખ્યા વધારે હશે કે ઓછી હશે ? તો અહીં શબ્દ 'વધારે 'છે આમ ,42 ટપકાં વધારે જ હશે. તમે કહેશો કે "હું અહીં વાંચી શકું છું 42 વધારે " અહીં આ શબ્દ વધારે છે આમ ,42 ટપકાં વધારે જ હશે. પરંતુ અહીં ખુબ જ કાળજી રાખવી જરૂરી છે. જયારે તમે આવો કોયડો ઉકેલો છો, ત્યારે તરત એવું ન કહેશો કે અહીં વધારે છે તો સરવાળો કરીશ અને ઓછું છે તો બાદબાકી કારણકે હંમેશા તેમ જ હોતું નથી. પરંતુ એ વિચારવું જરૂરી છે કે કોયડામાં શું પૂછવામાં આવ્યું છે. અહીં તેઓ કહે છે કે અહીં 63 ટપકાં છે જે છ બાજુવાળા ટપકાં પરની કુલ સંખ્યા કરતા 42 વધારે છે . અન્ય રીતે વિચારીએ તો છ બાજુવાળા પાસા પરની સંખ્યા જેના વિશે તેઓ પૂછી રહ્યા છે તો આપણે કહીએ તે પ્રશ્નાર્થચિહન છે. જો તમારી પાસે છ બાજુવાળા એક પાસ પરના કુલ ટપકાંની સંખ્યા છે. અને તેમાં તમે 42 ઉમેરો છો તે આ ચોપટના ટપકાની સંખ્યા જેટલી જ થશે, જે 63 છે. છ બાજુવાળા પાસના ટપકાની કુલ સંખ્યા વતા 42 બરાબર 63 છે. અથવા 63 ટપકાં એ આ પ્રશ્નાર્થચિન્હ કરતા 42 ટપકાં વધારે છે હંમેશા તેઓ શું કહે છે તે વિચારો હવે આપણે આ પ્રશ્નાર્થચિન્હ શું છે તેશોધવાનો પ્રયત્ન કરીએ જુઓ , જો પ્રશ્નાર્થચિન્હ વતા 42 બરાબર 63 છે.તો પ્રશ્નાર્થચિન્હ બરાબર 63 ઓછા 42 છે. તે શું થશે? ચાલો આપણે ગણીએ 63 ,છ દર્શક ત્રણ એકમ . 42, ચાર દશક બે એકમ આંપણે અહીં બાદબાકી કરવી છે અને પછી આપણે છ બાજુવાળા પાસ પરના કુલ ટપકાંની સંખ્યા મળશે. આપણે પહેલા એકમના સ્થાને જઈએ . ત્રણ એક ઓછા બે એકમ એ એક એકમ છે. છ દશક ઓછા ચાર દશક એ બે દશક છે. આમ બે દશક અને એક એકમ, જે 21 છે એટલે કે 21 ટપકાં છ બાજુવાળા એક પાસા પર કુલ 21 ટપકાં છે.