મુખ્ય વિષયવસ્તુ
પ્રારંભિક ગણિત
Course: પ્રારંભિક ગણિત > Unit 5
Lesson 10: "વધુ" અને "ઓછાં" પ્રકારના વ્યવહારિક પ્રશ્નો (100 સુધી)સરવાળાનો વ્યવહારિક પ્રશ્ન: તારા માછલી
સલ "ઓછા" શબ્દ વડે એક વ્યવહારિક પ્રશ્ન ઉકેલે છે.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
જેક એક સબમરિનને સમુદ્રના તળિયે લઈ ગયો. અને ત્યાં તેને પાણીની અંદર એક શહેર મળ્યું . એ શહેર પરનું તારા માછલીઓ રાજ હતું . ત્યાં 59 જળઘોડા હતા જે સંખ્યા તારા માછલી ની સંખ્યામાં કરતા 28 ઓછા છે તો તારા માછલી ની સંખ્યા કેટલી હશે ? ચાલો આપણે આ વિશે વિચારીએ . તો જળઘોડાની સંખ્યા તારા માછલી કરતા 28 ઓછા છે. આપણે અહીં લખી શકીએ જળઘોડાની સંખ્યા બરાબર જળઘોડાની સંખ્યા બરાબર તારા માછલીની સંખ્યા ઓછા 28 આના કરતા 28 ઓછા તે બરાબર જળઘોડાની સંખ્યા થશે અહીં જણાવાયુ છે ત્યાં 59 જળઘોડા હતા , તે તારા માછલીની સંખ્યા કરતા 28 ઓછા હતા અને તેમને જળઘોડાની સંખ્યા જણાવી છે . તે 59 છે , જે આપણે લખી શકીએ આપણે એમ લખી શકીએ કે 59 બરાબર તારા માછલીની સંખ્યા ઓછા 28 અન્ય રીતે વિચારીએ તો આપણે આને ફરીથી લખી શકીએ , જુઓ જળઘોડાની જે સંખ્યા છે તે તેમને કહયુ છે 59 જળઘોડા છે . વત્તા 28 વધુ બરાબર તારા માછલીની સંખ્યા જ્યાંરે આવા કોયડાઓ ઉકેલવાના હોય ત્યારે આ ચકાસી લેવું જેમકે અહીં તારામાછલી ની સંખ્યા વધુ હશે કે જળઘોડાની ? જુઓ આ માહિતી જુઓ તો જણાવાયુ છે કે 59 જળઘોડા છે , અને તે સંખ્યા માં તારા માછલી કરતા 28 ઓછો છે એટલે કે તારા માછલી ની સંખ્યા વધુ હશે . આમ આ અર્થપૂર્ણ છે . જો તમે જળઘોડા ની સંખ્યા પરથી તારા માછલી ની સંખ્યા પર જવા માગતા હો તો , તમારે 28 ઉમેરવા પડશે કારણકે જળઘોડા કરતા તારા માછલી ની સંખ્યા વધારે છે . હવે આપણે 59 વત્તા 28 શુ છે તે શોધવાનું છે ચાલો શોધીએ . 59 એ પાંચ દશક અને 9 એકમ છે 28 ચાલો લખીએ 2 દશક એ દશકના સ્થાને અને 8 એકમ એ એકમ ના સ્થાને હવે આપણે આનો સરવાળો કરીએ આપણે જળઘોડાની સંખ્યા થી શરૂ કરીએ અને 28 વધુ ઉમેરીએ તો આપણને તારા માછલીની સંખ્યા મળે છે પહેલા એકમના સ્થાનથી શરૂ કરીએ , નવ એકમ વત્તા આઠ એકમ બરાબર 17 એકમ થશે. સાત એકમ અને એક દશક તમે એમ વિચારી શકો આ એક વદ્દી છે . પરંતુ 17 માના સાત દશક મેં અહીં લખ્યા છે અને 1 અહીં દશકના સ્થાને લખ્યા છે હવે એક દશક , વત્તા પાંચ દશક , વત્તા બે દશક નો સરવાળો કરીએ . જુઓ એક વત્તા પાંચ વત્તા બે બરાબર આઠ છે . આઠ દશક . આમ ,તારા માછલીની ની સંખ્યા 87 છે . જુઓ આ અર્થપૂર્ણ છે . અહીં તારા માછલીની સંખ્યા 87 છે . અને જો 59 જળઘોડા છે તો તે 87 કરતા 28 ઓછા છે ? હા ચોક્કસ તે બરાબર 28 ઓછા છે આપણે એ જ રીતે આ કોયડાનો ઉકેલ મેળવાયો છે .