If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમૂહ બનાવીને બાદબાકી કરવી (દશક લેવો)

સલ દશક અને એકમ વિશે વિચારીને 83 માંથી 25 બાદ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો આપણે 83 માંથી 25 બાદ કરવાનો પ્રયત્ન કરીએ. જોઈએ કે 83 ઓછા 25 આપણે શોધી શકીએ કે કેમ તમે વિડીયો અટકાવીને પ્રયત્ન કરી જુઓ . હું માનું છું કે તમે પ્રયત્ન કયો હશે . તમે જ્યારે આ પ્રયત્ન કયો હશે ત્યારે તમે પ્રથમ આ એકમના સ્થાનને ધ્યાન માં લીધું હશે . તમે કહું હશે " મારી પાસે ત્રણ એકમ છે અને એમાંથી મારે પાંચ એકમ બાદ કરવાના છે " પરંતુ તમને લાગ્યું હશે ," હું ત્રણ એકમમાંથી પાંચ એકમ બાદ કરી શકું નહીં . પાંચ એ ત્રણ કરતા વધારે છે . તો હું શુ કરું ? અને શુ કરવું જોઈએ એ જ હું તમને દશાવવા માગું છું . અહીં તમારે સમૂહ બનાવવો પડશે . અહીં દશકના સ્થાનેથી કોઈ કિંમત લઈને તેને એકમના સ્થાને મુકો . હું શુ કહી રહી છું . હું આ ત્રણ અલગ રીતે કરીશ તમે તે સમજવાનો પ્રયત્ન કરજો . જુઓ અહીં તમને ત્રણથી વધારે એકમની જરૂર છે . તમે ઇચ્છશો કે તે પાંચ અથવા પાંચ કરતા વધારે તો તે હોય જ. તો તે કેવી રીતે કરશો ? તમે અહીં દશકના સ્થાને થી એક 10 લઈ શકો . આમ , અહીં આઠ દશકના સ્થાને થી તમે એક લઈ લો છો . અને પછી અહીં તમારી પાસે સાત દશક છે . અને જો તમે 10 લો છો , તો અહીં થી 10 દૂર કરો છો અને એકમના સ્થાને મુકો છો, અહીં 10 મુકશો . તો 10 વત્તા ત્રણ એ 13 છે . અહીં 13 છે .જુઓ મેં શું કર્યું 83 એ આઠ દશક અને ત્રણ એકમ છે . તમે તેને સાત દશક અને 13 એકમ તરીકે પણ વિચારી શકો . હું અન્ય બે રીતે આને સ્પષ્ટ કરીશ . પરંતુ પહેલા આપણે આના વિશે જોઈએ . હવે તમારી પાસે 13 એકમ ઓછા પાંચ એકમ છે . જે બરાબર આઠ એકમ થશે . અને પછી દશકના સ્થાને તમારી પાસે સાત દશક ઓછા બે દશક છે . જે બરાબર પાંચ દશક થશે . આમ , તમારો જવાબ પાંચ દશક અને આઠ એકમ અથવા 58 છે. હવે મેં કહયું હતું એમ આને અન્ય રીતે પણ કરી શકાય . જેથી થોડી વધારે સમજ મેળવી શકાય . તો અન્ય રીતે જોતો ,તમે લખી શકો કે , 83 એ 80 વત્તા ત્રણ જેટલું જ છે 80 વત્તા ત્રણ જે બરાબર 83 છે . આઠ દશક ત્રણ એકમ , આઠ દશક ત્રણ એકમ અને 25 એ 20 વત્તા પાંચ એકમ જેટલું છે . 20 વત્તા પાંચે એકમ . હવે આપણે 20 વત્તા 5 એકમ બાદ કરવાના છે . ચાલો લખીએ આપણે આપણે 20 બાદ કરવા છે , એટલે કે બે દશક બાદ કરવા છે . અને પછી ઓછા 5 એકમ તો 25 બાદ કરવા એ 20 બાદ કરવા અને પાંચ બાદ કરવા જેટલું જ છે . ચાલો હવે આ રીતે કરવાને પ્રયત્ન કરીએ . આપણે ફરીથી એકમના સ્થાને જઈએ . અહીં પાંચ છે , મારે ત્રણમાંથી પાંચ લઈ લેવા છે ,જે મુશ્કેલ છે , મને ખબર નથી કે તે કેવી રીતે કરવું . પરંતુ જો હું અહીંથી 10 લઉં છું તો , અને જો હું એ દસ લઇલઉ છુ તો અહીં 70 થશે . અને જો એ 10 હું અહીં એકમ ના સ્થાને મુકું , તો 10 વત્તા ત્રણ બરાબર 13 થશે . ધ્યાન રાખો , મેં સંખ્યા ની કિંમતમાં ફેરફાર કયો નથી . 70 વત્તા 13 ની કિંમત 80 વત્તા ત્રણ જેટલી જ છે , જે 83 છે . પરંતુ અહીં ઉપયોગી એ છે , હું 13 માંથી 5 બાદ કરી શકું છું . જો હું 13 માંથી 5 બાદ કરું , તો મને આઠ મળશે . અને પછી હું સાત દશક માંથી બે દશક અથવા 70 માંથી 20 બાદ કરું , તો મને 50 મળશે આમ ,અહીં 50 વત્તા 8 મળે છે . જે 58 છે પાંચ દશક અને આઠ એકમ . હવે હું ત્રીજી રીતે કરીશ અને આ બધું સરખું જ છે , પરંતુ હું તેને અલગ રીતે લખું છુ આમ હું અહીં 83 લખી શકું એને આઠ દશક વત્તા ત્રણ એકમ તરીકે પણ લખી શકું જુઓ આ દસકનું સ્થાન છે આ એકમનું સ્થાન છે આઠ દશક ત્રણ એકમ હું બે દશક અને પાંચ એકમ બાદ કરીશ. તો હું લખી શકું અહીં ઓછા બે દશક ઓછા પાંચ એકમ 25 એ 20 અને 5 જેટલી કિંમત છે . હું 25 બાદ કરું તો એ 20 ઓછા કરવા અને 5 ઓછા કરવા જેટલુંજ થશે જે બે દશક અને પાંચ એકમ ઓછા કરવા બરાબર છે . બે દશક અને પાંચ એકમ ચાલો આપણે તે કરીએ જેવું આપણે ત્રણ એકમમાંથી પાંચ એકમ બાદ કરવાનો પ્રયત્ન કરીશુ , આપણે લાગશે ' આ શક્ય નથી ' આપણે અહીં ની કિંમત વધારી દઈએ અને હું દશકના સ્થાનેથી સમૂહ બનાવીને તે કરીશ અહીં આઠ દશક લખવાને બદલે , હું એક દશક લઇલઉં છુ અને અહીં સાત દશક લખું છુ. અને એ 10 ને એકમના સ્થાને મુકું છું . 1 દશક એ 10 એકમ બરાબર છે . તો હું તેને ત્રણ સાથે ઉમેરું છું , તો તે 13 એકમ થશે . હવે હું બાદબાકી કરી શકું . 13 એકમ ઓછા પાંચ એકમ એ આઠ એકમ થશે . સાત દશક ઓછા બે દશક એ પાંચ દશક છે . આમ , આ બધી સમસ્યાનો ઉકેલ શોધવાની અલગ અલગ રીતો છે . જ્યાં સમૂહ બનાવીને તેનો ઉકેલ શોધવામાં આવે છે