If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

લંબાઈના વ્યવહારિક પ્રશ્નો

સલ સરવાળા અને બાદબાકી વડે લંબાઈના વ્યવહારિક પ્રશ્નો ઉકેલે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ડેનિશે રમતનાં મેદાન પર ભૂરા ચોકથી 72 સેન્ટિમીટર લાંબી એક રેખા દોરી આમ, તેને જે રેખા દોરી તે કદાચ આવી દેખાશે અને તે 72 સેન્ટિમીટર લાંબી છે, આમ,તે અહીંથી અહીં સુધી 72 સેન્ટિમીટર લાંબી છે. અને બીજી રેખા ગુલાબી ચોકથી દોરી છે જે ભૂરી રેખા કરતા 14 સેન્ટિમીટર લાંબી છે. હું અહીં બીજી રેખા દોરું છું. તે ભૂરી રેખા કરતા 14 સેન્ટિમીટર લાંબી છે, તો એ આ રીતે દેખાશે. અને તે 14 સેન્ટિમીટર લાંબી છે, જો આપણે અહીંથી અહીં જોઈએ તો તે અહીં સુધી સરખી જ લંબાઈની છે તે અહીં સુધી 72 સેન્ટિમીટર છે પરંતુ તે વધુ 14 સેન્ટિમીટર લાંબી છે આમ, તે 14 સેન્ટિમીટર લાંબી છે તો ડેનિશે દોરેલી ગુલાબી રેખાની લંબાઈ કેટલી હશે તમારે 72 વત્તા 14 ઉમેરવા પડશે તો 72 વત્તા 14 બરાબર બે એકમ વત્તા ચાર એકમ બરાબર છ એકમ સાત દશક વત્તા એક દશક બરાબર આઠ દશક તો તો અહીં આ રેખાની લંબાઈ 86 સેન્ટિમીટર છે. 86 સેન્ટિમીટર ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ ગોલ્ડન ગેટ પુલ પર એક કેબલ ની લંબાઈ ૩૩ મીટર છે. બીજો કેબલ પ્રથમ કેબલ કરતાં 13 મીટર લાંબો છે. જો બંને કેબલ ને જોડી દેવામાં આવેતો કુલ લંબાઈ કેટલી થશે અહીં પૂછ્યું છે કે આપણે બંને કેબલ ના છેડા ને જોડી દઈએ તો તેની લંબાઈ કેટલી થશે ? અહીં માત્ર એમ નથી પૂછ્યું કે, અહીં જે લાંબો કેબલની તેની લંબાઈ કેટલી છે જેવી રીતે આના પહેલાનાં ઉદાહરણમાં પૂછ્યું હતું. અહીં એમ પૂછ્યું છે કે બંને કેબલને જોડી દેવામાં આવે તો કુલ લંબાઈ કેટલી થશે તો પ્રથમ કેબલ 33 મીટર છે, હું તે અહીં દોરી છું તે કદાચ આવો દેખાતો હશે. આ 33 મીટર લાંબો છે બીજો કેબલ પ્રથમ કેબલ કરતાં 13 મીટર લાંબો છે તો તે આના કરતાં 13 મીટર લાંબો હશે તો આની લંબાઈ કેટલી હશે. પ્રથમ કેબલ ની લંબાઈ 33 છે વત્તા એ 13 મીટર વધારે લાંબો છે તો ત્રણ વત્તા ત્રણ બરાબર છ,ત્રણ વત્તા એક બરાબર ચાર તો આની લંબાઈ 46 મીટર થશે. હવે ફક્ત આની લંબાઈ જ નથી પૂછી, જે 46 મીટર છે. એમ પૂછ્યું છે કે, આ બંનેને સાથે જોડી દેવામાં આવે તો કુલ લંબાઈ કેટલી થશે તો આપણે તેને આ રીતે જોડીએ આ 33 મીટર લાંબો કેબલ અને પછી તરત જ એને જોડીને આ 46 મીટર લાંબો કેબલ મૂકીએ. જુઓ આપણને ખબર છે કે આ 33 મીટર લાંબો છે, અને બીજો કેબલ 46 મીટર છે, તો આની કુલ લંબાઈ જાણવા , 33 વત્તા 46 નો સરવાળો કરીએ તો શુ થશે ? જો 33 વત્તા 46 કરીએ તો, ત્રણ એકમ વત્તા છ એકમ બરાબર નવ એકમ ત્રણ દશક વત્તા ચાર દશક બરાબર સાત દશક તો આપણે તેના બને છેડા જોડી દેતા તે અહીંથી અહીં સુધી 79 મીટર થશે . ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ રોનાલ્ડો પાસે 36 સેન્ટિમીટર સ્કાર્ફ છે. તેને તે સ્કાર્ફ કાપવાનું નક્કી કર્યું , આથી હવે તે 19 સેન્ટિમીટર જ છે તો રોનાલ્ડોએ સ્કાર્ફને કેટલા સેન્ટિમીટર કાપ્યો હશે ? ચાલો આપણે તેનો સ્કાર્ફ દોરીએ. તે કદાચ આવો દેખાતો હશે . તે 36 સેન્ટિમીટર હતો કાપવા પહેલાં તે આટલો લાંબો હશે, જે 36 મીટર લાંબો હતો પરંતુ તેનો તેણે કેટલોક ભાગ કાપી લીધો છે. આથી હવે તે માત્ર 19 સેન્ટિમીટર છે તો સ્કાર્ફ કાપ્યા પછી, કદાચ એની પાસે આટ્લોજ રહી ગયો છે જે 19 સેન્ટિમીટર છે. તો તેને કેટલો ભાગ કાપ્યો હશે જુઓ એણે જે ભાગ કાપ્યો છે, તે 36 અને 19 વચ્ચેના તફાવત જેટલો હશે. એણે સ્કાર્ફનો આટલો ભાગ કાપી લીધો છે . અહીં આ જે દેખાય છે એ ભાગ એને કાપી લીધો છે તો તેની લંબાઈ કેટલી હશે ? જુઓ તે 36 ઓછા 19 જેટલો હશે. તે 36 અને 19 વચ્ચેના તફાવત બરાબર હશે ચાલો જોઈએ, 36 ઓછા 19 બરાબર અહીં છ એકમ છે, અને આપણે નવ એકમ લેવા છે. તો ચાલો સમૂહ બનાવીએ, તો 3 દશકને બદલે અહીં 2 દશક અને એકમના સ્થાને તે 10 ઉમેરીએ તો 6 ને બદલે 16 એકમ 16 ઓછા 9 બરાબર 7 થશે, અને 2 ઓછા 1 બરાબર 1 થશે તો તેણે 17 સેન્ટિમીટર સ્કાર્ફ કાપ્યો હશે જો તે સેન્ટિમીટર થી શરૂ કરીને 17 સેન્ટિમીટર કાપી લે છે તો તેની પાસે 19 સેન્ટિમીટર બાકી રહે છે અથવા અન્ય રીતે પણ વિચારીએ તો 36 થી શરૂ કરીએ અને 17 કાપી લઈએ તો 19 બાકી રહે