મુખ્ય વિષયવસ્તુ
પ્રારંભિક ગણિત
ચિત્ર આલેખ અને રેખા આલેખ બનાવવા
રેખા આલેખ બનાવવા, સૌપ્રથમ એક સંખ્યારેખા દોરો જેમાં માહિતી ગણની બધી કિંમતો સમાયેલ હોય. ત્યારબાદ સંખ્યારેખા પર માહિતીની કિંમત દર્શાવવા X (અથવા ટપકું) મુકો. જો માહિતીમાં કોઈ કિંમત એક કરતા વધુ વખત હોય, તો તે સંખ્યા પર તેટલી વખત X મુકો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
દરેક પરી પાસે કેટલી ચકરડી છે તે દર્શાવતું ચિત્ર આલેખ બનાવો ગેરી પાસે 2 ચકરડી છે ટીના પાસે 3 ચકરડી છે મેરી પાસે 4 ચકરડી છે અને ગ્રેસી પાસે 5 ચકરડી છે ચિત્ર આલેખમાં ચકરડીનું દરેક ચિત્ર 1 ચકરડી દર્શાવે તેના = 1 ચકરડી તેનો અર્થ 1 ચકરડી થાય ગેરી પાસે 2 ચકરડી છે તેથી 1 અને 2 ચકરડી ટીના પાસે 3 ચકરડી છે તેથી ટીના માટે 1 ,2 ,3 ચકરડી મેરી પાસે 4 ચકરડી છે તેથી મેરી માટે 1 ,2 ,3 અને 4 ચકરડીગ્રેસી પાસે 5 ચકરડી છે 1 ,2 ,3 ,4 અને 5 ચકરડી આપણે આપણો જવાબ ચકાસીએ અને આગળ વધીએ તે ખુબ મઝાનું છે એક ઝૂકીપરે 4 પેન્ગ્વીન માપ્યા તેમની ઉંચાઈ 40 ,44 ,48 અને 48 હતી તેમની ઉંચાઈનો રેખાઆલેખ બનાવો આપણી પાસે અહી સંખ્યા રેખા છે આપણે ચોક્કસ માપન માટે ટપકું મુકવા માંગીએ છીએ આપણે અહી ટપકું મુકવા માંગીએ છીએ આપણી પાસે એક પેન્ગ્વીન 40 સેન્ટીમીટરનો છે તેથી 40 પર એક ટપકું મુકીએ ત્યાર બાદ બીજું પેન્ગ્વીન 44 સેન્ટીમીટરનું છે 44 પર એક ટપકું મુકીએ અને પછી બીજા બે પેન્ગ્વીન 48 સેન્ટીમીટર પર છે તેથી અહી બે ટપકા મુકીએ 48 સેન્ટીમીટર પર 2 પેન્ગ્વીન આ આપણો રેખા આલેખ છે જવાબ ચકાસીએ અને આગળ વધીએ એક અભરાઈમાં 5 પુસ્તકો છે પુસ્તકોની ઉંચાઈ 32 ,36 ,38 ,32 અને 35 સેન્ટીમીટર છે ઉંચાઈનો રેખા આલેખ બનાવો જુઓ કે એક પુસ્તક 32 સેન્ટીમીટરનો છે ત્યાર બાદ બીજો પુસ્તક 36 સેન્ટીમીટરનો છે પછીનું પુસ્તક 38 સેન્ટીમીટર છે 38 સેન્ટીમીટર પછીનું 32 સેન્ટીમીટરનું છે આપણી પાસે 32 સેન્ટીમીટરના બે પુસ્તક છે એક અબે બે પુસ્તક અને છેલ્લું પુસ્તક 35 સેન્ટીમીટરનું છે દરેક રેખા આલેખ આપણી પાસે દરેક ઉંચાઈના કેટલા છે તે ગણવાનું છે 32 સેન્ટીમીટર પર બે 35 સેન્ટીમીટરપર એક 36 પર એક અને 38 પર એક પુસ્તક છે વધુ એક જોઈએ રોબીન હૂડે 4 એરો માપ્યા તેની લંબાઈ 26 ,26 ,23 અને 25 સેન્ટીમીટર હતી લંબાઈનું રેખા આલેખ બનાવો આપણી પાસે 26 સેન્ટીમીટરના બે એરો છે તેથી સંખ્યા રેખા પર 26 પર બે ટપકા મુકીએ ત્યાર બાદ 23 સેન્ટીમીટરનું એક એરો છે ત્યાં એક ટપકું મુકીએ અને 25 સેન્ટીમીટરનું એક એરો છે ત્યાં પણ એક ટપકું મુકીએ આપણે પૂરું કર્યું.