If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અમેરિકન સિક્કા ગણવા

જ્યારે રકમ યુએસ ના સિક્કામાં આપવામાં આવે ત્યારે સલ કુલ મૂલ્ય શોધવા માટે ઉમેરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો નાણાં ગણવાનો થોડો મહાવરો કરીયે અહીં મારી પાસે છ સિક્કા છે અને આબધા યુનાઈટેડસ્ટેટના છે તો આ ઉદાહરણમાં આપણે યુનાઈટેડસ્ટેટના નાણાં ગણી રહ્યા છીએ અને આ પ્રથમ સિક્કો કયો છે જુઓ તે ક્વાટર કહેવાય છે એટલેકે એક ડોલરનો ચોથો ભાગ તે પચ્ચીસ સેન્ટ દર્શાવે છે પચ્ચીસ સેન્ટ હવે આ બીજો ક્વાટર છે અને તે પણ પચ્ચીસ સેન્ટ દર્શાવે છે હવે આ જરા અલગ દેખાય છે પરંતુ તે આ સિક્કાની બીજી બાજુ છે તેથી આ પણ પચ્ચીસ સેન્ટ થશે અહીં ત્રણ ક્વાટર છે તો આ ત્રણ ક્વાટર થઈને કેટલા નાણાં થશે જુઓ તે પચ્ચીસ વતા પચ્ચીસ બરાબર પચાસ વતા પચ્ચીસ બરાબર પંચોતેર થશે આમ આ ત્રણ ક્વાટર થઈને પંચોતેર સેન્ટ થશે અને યાદ રાખો કે સો સેન્ટ બરાબર એક ડોલર થાય આમ આ એક ડોલર કરતા ઓછી કિંમતનું છે પરંતુ હજી ગણતરી બાકી છે આપણી પાસે આ નિકલ છે જેની કિંમત પાંચ સેન્ટ છે અને પછી વધુ એક નિકલ છે તે દેખાવ માં અલગ છે પરંતુ આ સિક્કાની બીજી બાજુ છે આ હેડ એટલેકે છાપ છે અને આ ટેલ એટલેકે કાટ છે આમ આ વધુ પાંચ સેન્ટ છે આ બે નિકલનો સરવાળો કરીયે તો તેની કિંમત દસ સેન્ટ થશે અને પછી આ એક પેની છે તે એક સેન્ટ દર્શાવે છે વાસ્તવમાં આ પાંચ સેન્ટ અહીં લખેલું છે એટલે કે ફાઈવ સેન્ટ એટલેકે પાંચ સેન્ટ અને વન સેન્ટ એક સેન્ટ આમ આ એક સેન્ટ થશે તો પંચોતેર વતા દસ શું થશે જુઓ પંચોતેર વતા દસ બરાબર પંચ્યાસી વતા એક બરાબર છ્યાંસી આમ આના બરાબર છ્યાંસી સેન્ટ થશે અને જો એમ લાગે કે મનમાં પચ્ચીસ પચાસ પંચોતેરની ગણતરી કરવી ઝડપ ઝડપી છે તો તમે આ રીતે પણ ગણતરી કરી શકો પચ્ચીસ વતા પચ્ચીસ વતા પચ્ચીસ વતા પાંચ વતા પાંચ વતા એક પછી આ બધાનો સરવાળો કરવાનો તો શું મળશે પાંચ વતા પાંચ બરાબર દસ વતા પાંચ બરાબર પંદર વતા પાંચ બરાબર વીસ વતા પાંચ એ પચ્ચીસ વતા એક બરાબર છવ્વીસ એટલેકે બે દશક અને છ એકમ છ એકમ અહીં મુકીયે અને બે દશક અહીં દશકના સ્થાને બે વતા બે ચાર ચાર વતા બે છ છ વતા બે બરાબર આઠ આમ બંને રીતે આપણને છયાસી સેન્ટ મળે છે ચાલો વધુ સિક્કાઓ વાળું એક ઉદાહરણ જોઈએ ચાલો જોઈએ કયા સિક્કાઓ છે આ ક્વાટર છે જેની કિંમત પચ્ચીસ સેન્ટ છે અને પછી આ સિક્કા આગળના ઉદાહરણમાં ન હતા તે ડાઈન છે આપણી પાસે બે ડાઈન છે એક ડાઈન બરાબર દસ સેન્ટ અહીં આપણી પાસે બે ડાઈન છે જે બંને દસ દસ સેન્ટ દર્શાવે છે અને પછી આપણી પાસે બે નિકલ છે અને એ બંનેની કિંમત પાંચ સેન્ટ છે તો પાંચ પાંચ અને પછી આપણી પાસે ચાર પેની છે એક બે ત્રણ ચાર આપણે તે દરેક ને અહીં અલગ અલગ રીતે દર્શાવી શકીયે જુઓ આ એક સેન્ટ છે જો આ એક સેન્ટ દર્શાવે તો આ બધા થઈને ચાર સેન્ટ થશે તો આપણે એને એ રીતે કરીયે આ એક બે ત્રણ ચાર તો ચાર સેન્ટ થશે અને હવે આપણે આ બધાનો સરવાળો કરીયે તો પાંચ વતા શૂન્ય વતા શૂન્ય વતા પાંચ બરાબર દસ વતા પાંચ બરાબર પંદર વતા ચાર બરાબર ઓગણીશ થશે ઓગણીશએ નવ દશક અને એક એકમ છે એકને આપણે દશકના સ્થાને મુકતા એક વતા બે બરાબર ત્રણ વતા એક બરાબર ચાર વતા એક બરાબર પાંચ આમ તે પાંચ દશક અને નવ એકમ એટલેકે ઓગણસાઈઠ સેન્ટ છે તો આ ઓગણસાઈઠ સેન્ટ છે ધ્યાન આપો અહીં વધારે સિક્કાઓ છે પરંતુ તેની કિંમત પાછલાં ઉદાહરણ કરતા ઓછી છે કારણ કે ઘણા બધા સિક્કાઓ ઓછી કિંમતના છે જેમકે આ ચાર એક પેનીના સિક્કા જયારે પાછલાં ઉદાહરણમાં આ ત્રણ ક્વાટર છે જેની કિંમત પચ્ચીસ સેન્ટ બરાબર થાય આથી આપણે ઓછા સિક્કાઓ દ્વારા વધુ કિંમત દર્શાવી શકીયે