If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

10 ના સરવાળા તરીકે ટીન નંબર્સ

સલ દરેક ટીન નંબરમાં 1 ને જુએ છે અને તેનો ખરેખર અર્થ શું છે તેના વિશે વિચારે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો આપણે સાથે 0 (શૂન્ય) થી 19 સુધી ગણીએ. તો આપણી પાસે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, અને 9 છે હવે આપણે બે અંકની સંખ્યા લઈએ અહીં આપણે 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, અને 19 લઈએ હવે, આવું મેં કેમ કર્યું ? મુખ્ય વાત એ છે કે અહીં એક ભાત છે ખાસ કરીને આ બે અંકની સંખ્યાઓમાં આ બધી સંખ્યાઓ વિશે આપણે જે જોઈએ છીએ, તે સાચું છે ? તમે એવું વિચારી શકો આ સંખ્યાઓ એની કિશોર અવસ્થામાં છે એટલે કે અંગ્રેજીમાં તેને teen numbers કહેવાય છે તમે જોઈ શકો છો આ બધી સંખ્યાઓમાંનો અંક એક એ પ્રથમ લખાયેલો છે, આ અંક એક એ જ્યાં લખાયેલો છે તે દશકનું સ્થાન છે એવું કહી શકાય કે આ બધી સંખ્યાઓમાં અંક એક એ 10 દર્શાવે છે એનો અર્થ શું થાય ? અહીં આપણે 10 થી શરૂ કરીએ એમ કહી શકાય કે આ એકનો અંક એ 10 દર્શાવે છે. દસ, અને આ શૂન્ય એ શૂન્ય એકમ દર્શાવે છે તો 10 એ 10 વત્તા 0 છે તમે કહેશો કે, ઓહ, એમાં શું મોટી વાત છે ? અમને ખબર છે કે કોઈ પણ સંખ્યામાં શૂન્ય ઉમેરતાં, તે જ સંખ્યા મળે તમે અહીં એક ચોક્કસ ભાત જોઈ શકશો આપણે બીજી સંખ્યાઓ જોઈએ. 11 બરાબર આ પીળો રંગનો 1 એ 10 દર્શાવે છે અને આ ગુલાબી 1 એ એક દર્શાવે છે અને પછી 12, આ પીળો રંગ એ 10 દર્શાવે છે અને આ ગુલાબી 2 એ 2 એકમ દર્શાવે છે તમે એવું વિચારી શકો કે આ પીળો એક એ કહે છે આ દશક છે. આથી અહીં આપણી પાસે 10 છે અને આ 2 એ એકમ છે અહીં આપણી પાસે 2 છે. આપણે આગળ વધીએ તમે અહીં એક ભાત જોઈ શકો છો 13 એ 10 વત્તા 3 છે 14 બરાબર 10 વત્તા 4, વત્તા 4 15 બરાબર 10 વત્તા 5 હું ઈચ્છીશ કે તમે વિડીયો અટકાવો, અને બાકીની સંખ્યાઓ જાતે કરવાનો પ્રયત્ન કરો 16, 17, 18, 19 સંખ્યાને લખવાનો પ્રયત્ન કરો અને તમે જાણી શકશો કે આ દરેકમાં એક ચોક્કસ ભાત રચાય છે ચાલો આપણે આગળ કરીએ તો 16 - હું દરેક સંખ્યાને એવી રીતે લખીશ કે 10 વત્તા કંઈક - 10, 10, 10, 10 વત્તા કંઈક આમ, 16 એ 10 વત્તા 6 છે 17 એ 10 વત્તા 7 છે 18 એ 10 વત્તા 8 છે, અને 19 એ 10 વત્તા 9 છે જયારે તમે આ રીતે લખશો, તો સ્પષ્ટપણે ખ્યાલ આવશે કે આ દરેક સંખ્યામાં 1 નો અંક એ 10 દર્શાવે છે અને જમણી બાજુનો અંક એ એટલા એકમ દર્શાવે છે.