મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 1
Lesson 4: ક્ષેત્રફળ- પરિમિતિ અને ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- પતંગનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર ત્રિકોણનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર આકારનું ક્ષેત્રફળ
- સંયોજીત આકારનું ક્ષેત્રફળ
- સંયોજીત આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ
- સંયોજીત આકારનું ક્ષેત્રફળ
- કોયડો: પરિમિતિ અને ક્ષેત્રફળ
- ત્રિજ્યા, વ્યાસ, પરિઘ અને π
- ત્રિજ્યા અને વ્યાસ
- વર્તુળનું ક્ષેત્રફળ
- વર્તુળનું ક્ષેત્રફળ
- છાયાંકિત વિસ્તાર
- પરિઘ પરથી ત્રિજ્યા અને વ્યાસ
- વર્તુળનો પરિઘ
- વર્તુળના ક્ષેત્રફ્ળનો સાહજિક ખ્યાલ
- બહુફલકીય પૃષ્ઠોનો પરિચય
- પૃષ્ઠના ઉપયોગ દ્વારા સપાટીનું ક્ષેત્રફળ : લંબચોરસ પ્રિઝમ
- બહુફલકીય પૃષ્ઠો
- પૃષ્ઠના ઉપયોગ દ્વારા સપાટીનું ક્ષેત્રફળ
- સપાટીનું ક્ષેત્રફળ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ત્રિકોણનું ક્ષેત્રફળ
ત્રિકોણના ક્ષેત્રફળ માટેનું સૂત્ર એક દ્વિતીયાંશ પાયો ગુણ્યા ઊંચાઈ, જે સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફ્ળનું અડધું, શા માટે છે તે સમજો.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
આપણને લંબચોરસનું ક્ષેત્રફળ શોધતા આવડે છે,જે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરવાથી મળે છે,લંબચોરસનું ક્ષેત્રફળ = લંબાઈ ગુણ્યાં પહોળાઈ અથવા પહોળાઈ ગુણ્યાં ઊંચાઈ,આગળના વિડિઓમાં આપણે સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ શોધવાનું શીખી ગયા અને તે પણ પાયો ગુણ્યાં વેધ જેટલું જ થાય છે.લંબાઈને પાયો અને પહોળાઈને વેધ લઈશું, આપણે તેનો પાયો અને વેધ જાણીએ છીએ,તેથી તેનું ક્ષેત્રફળ પણ પાયો ગુણ્યાં વેધ જેટલું જ થાય.આ વિડીઓમાં આપણે થોડું અલગ કરીશું,આપણે અહીંયા નાના ભાગને કટ કરીને અહીં જમણી તરફ અહીં મુકીશું અને આપણે જોઈ શકીએ છીએ કે પાયાના વેધ,પાય અને વેધ આ લંબચોરસના પાયાના વેધ સમાન જ મળે છે,આપણે,આપણને ઉપર જેવું જ લંબચોરસ પાછો મળે છે,જે આ ભાગને ડાબી તરફથી જમણી તરફ ખસેડવાથી મળે છે.તેથી સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ પાયો ગુણ્યાં વેધ જેટલું જ થાય.આપણે આ ભાગને ઉમેર્યો કે નીકાળ્યો નથી.ફક્ત ડાબી તરફથી જમણી તરફ જ ખસેડ્યો છે અને તે કરવાથી લંબચોરસની પુનઃ રચના થાય છે,આમ,લંબચોરસનું ક્ષેત્રફળ,સમાંતરબાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ જેટલું જ થાય.જે પાયો ગુણ્યાં વેધ થાય છે.આમ તમને અહીં સમજાઈ ગયું હશે કે સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ પાયો ગુણ્યાં વેધ જ થાય છે,હવે આપણે આ જ બાબતનો ઉપયોગ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે કરીશું, ચાલો, અહીં જુઓ આપણને એક,એક ત્રિકોણ આપ્યો છે.આપણને ત્રિકોણનાં પાયા અને વેધ આપેલાં છે અને આપણે વિચારવાનું છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલું થાય?આપણે અંદાજિત રીતે કહી શકીએ કે તે પાયા અને વેધના પદમાં જ આવશે,તો તેના વિશે થોડું વિચારીએ,હું આ ત્રિકોણને કોપી કરું છું અને અહીં પેસ્ટ કરું છું,હવે આપણી પાસે એકસરખાં 2 ત્રિકોણ છે તેથી તેનું ક્ષેત્રફળ બમણું થશે.