મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 1
Lesson 4: ક્ષેત્રફળ- પરિમિતિ અને ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- ત્રિકોણનું ક્ષેત્રફળ
- સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમાંતરબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- પતંગનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર ત્રિકોણનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર ચતુષ્કોણનું ક્ષેત્રફળ
- ગ્રીડ પર આકારનું ક્ષેત્રફળ
- સંયોજીત આકારનું ક્ષેત્રફળ
- સંયોજીત આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ
- સંયોજીત આકારનું ક્ષેત્રફળ
- કોયડો: પરિમિતિ અને ક્ષેત્રફળ
- ત્રિજ્યા, વ્યાસ, પરિઘ અને π
- ત્રિજ્યા અને વ્યાસ
- વર્તુળનું ક્ષેત્રફળ
- વર્તુળનું ક્ષેત્રફળ
- છાયાંકિત વિસ્તાર
- પરિઘ પરથી ત્રિજ્યા અને વ્યાસ
- વર્તુળનો પરિઘ
- વર્તુળના ક્ષેત્રફ્ળનો સાહજિક ખ્યાલ
- બહુફલકીય પૃષ્ઠોનો પરિચય
- પૃષ્ઠના ઉપયોગ દ્વારા સપાટીનું ક્ષેત્રફળ : લંબચોરસ પ્રિઝમ
- બહુફલકીય પૃષ્ઠો
- પૃષ્ઠના ઉપયોગ દ્વારા સપાટીનું ક્ષેત્રફળ
- સપાટીનું ક્ષેત્રફળ
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
સંયોજીત આકારની પરિમિતિ અને ક્ષેત્રફળ
સલ પ્રમાણિત ન હોય તેના બહુકોણની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
બહુકોણીય આકૃતિની પરિમિતિ અને ક્ષેત્રફળ શોધો ચાલો આપણે સૌપ્રથમ ક્ષેત્રફળ શોધીએ આ બહુકોણીય આકૃતિનું ક્ષેત્રફળ, શોધવા માટે અહીં બે
ભાગ આપેલા છે પ્રથમ ભાગ આ લંબચોરસ છે. જેનું ક્ષેત્રફળ શોધવું ખુબ જ સરળ છે. જે લંબાઈ ગુણ્યાં પહોળાઈ થાય છે તેથી લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર8 ગુણ્યાં 4 થાય. 8 ગુણ્યાં 4 થાય લંબચોરસનું ક્ષેત્રફળ અને હવે આપણી પાસે આ ઉપરનો ત્રિકોણ છે જેનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યાં પાયો ગુણ્યાં વેધ જેટલું થાય. જો તમે ફક્ત પાયો ગુણ્યાં વેધ કરશો તો તમને આ આખ્ખુ ક્ષેત્રફળ મળશે આ આખા લંબચોરસનું ક્ષેત્રફળ તમને મળે છે હવે તમે જોઈ શકો કે,ત્રિકોણ એ તેનું અડધું છે. જો તમે આ ત્રિકોણ લો અને તેને ઉલટાવો તો આ ખાલી જગ્યા ભરાય જશે અને તે જ પ્રમાણે આ ત્રિકોણ લો અને તેને ઉલટાવો તો આ જગ્યા ભરાય જશે આમ, ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યાં ત્રિકોણનો પાયો ગુણ્યાં વેધ જેટલું થાય. આમ,વત્તા 1/2 ગુણ્યાં ત્રિકોણનો પાયો, જે 8 ઇંચ છે. ગુણ્યાં 8 ગુણ્યાં ત્રિકોણનો વેધ, જે 3 ઇંચ છે. ચાલો હવે ગણતરી કરીએ. આના બરાબર, 32 થશે વત્તા,1/2 ગુણ્યાં 8 બરાબર 4.ગુણ્યાં 3 બરાબર 12 આમ, આનું ક્ષેત્રફળ 32 વત્તા 12 બરાબર 44 થાય. ચાલો હવે આપણે પરિમિતિ શોધીયે પરિમિતિ એટલે બાજુઓના માપનો સરવાળો એટલે કે આ આખા આકારની આસપાસ ફરવા માટે આપણે કેટલું અંતર કાપવું પડે છે તે આપણે P લખીસું , પરિમિતિ P બરાબર આ 8 ઇંચ 8 વત્તા 4 ઇંચ વત્તા 4 વત્તા 5 ઇંચ 5 બીજા વત્તા 5 ઇંચ વત્તા છેલ્લે આ 4 ઇંચ વત્તા 4 આમ, 8 વત્તા 4 બરાબર 12 વત્તા 5 બરાબર 17 વત્તા 5 બરાબર 22 4 બરાબર 26. આમ, પરિમિતિ બરાબર 26 ઇંચ, ચાલો આપણે બધેજ એકમ લખી દઈએ કારણ કે અહીં આપણે 8 ઇંચ અને 4 ઇંચનો ગુણાકાર કર્યો તેથી એકમ ચોરસ ઇંચ અથવા ઇંચનો વર્ગ થશે. તે જ પ્રમાણે 8 ઇંચ ગુણ્યાં 3 ઇંચ પણ ઇંચનો વર્ગ થશે. આમ, ક્ષેત્રફળ 44 ઇંચનો વર્ગ થશે. પરિમિતિ 26 ઇંચ થશે. કારણ કે અહીં દ્વિ પરિમાણીય સમતલ માં આપણે માપ લઈએ છીએ તેથી ઇંચનો વર્ગ થશે. અને આ બહુકોણીય આકૃતિ ની આસપાસ કેટલું અંતર કાપ્યું તે લીધું છે તેથી તે ઇંચ થશે તેથી ક્ષેત્રફળ 44 ઇંચનો વર્ગ અને પરીમિતિ 26 ઇંચ