મુખ્ય વિષયવસ્તુ
માધ્યમિક શાળાની ભૂમિતિ
Course: માધ્યમિક શાળાની ભૂમિતિ > Unit 1
Lesson 3: બહુકોણ- ત્રિકોણના ખૂણાઓનો સરવાળો 180° થાય તેની સાબિતી
- ત્રિકોણના બહિષ્કોણના ઉદાહરણ
- કોયડો: ત્રિકોણના ખૂણા (છેદતી રેખા)
- કોયડો: ત્રિકોણના ખૂણા (આકૃતિ)
- ત્રિકોણના ખૂણાનો કોયડો 2
- છેદતી રેખાઓ વચ્ચે ખત્તા ખૂણા શોધવા
- ત્રિકોણનો ઉપયોગ કરીને ખૂણાનું શોધવું
- ત્રિકોણના ખૂણાનું પુનરાવર્તન
- બહુકોણના આંતરિક ખૂણાઓનો સરવાળો
- બહુકોણના બહિષ્કોણોનો સરવાળો
- બહુકોણના ખૂણા
- ત્રિકોણ અસમતા પ્રમેય
- ત્રિકોણની બાજુની લંબાઈનો નિયમ
- ચતુષ્કોણનો પરિચય
- ચતુષ્કોણના ગુણધર્મો
- ભૂમિતિના આકાર તરીકે પતંગ
- ચતુષ્કોણના પ્રકાર
- ચતુષ્કોણના પ્રકાર
- સાબિતી: સમાંતરબાજુ ચતુષ્કોણની સામસામેની બાજુઓ
- સાબિતી: સમાંતરબાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા
- ચતુષ્કોણના ખૂણા
© 2023 Khan Academyઉપયોગના નિયમોગોપનીયતા નીતિCookie Notice
ચતુષ્કોણના પ્રકાર
ચતુષ્કોણ જેવાકે પતંગ, સમલંબ ચતુષ્કોણ, સમાંતરબાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, અને ચોરસને રેખા અને ખૂણાના પ્રકાર દ્વારા ઓળખતા શીખો.. સલ ખાન દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
અહીં આપણને પૂછવામાં આવ્યું છે કે નીચે બતાવેલો આકાર કાયા પ્રકારનું ચતુષ્કોણ છે બંધ બેસતા તીર સૂચવે છે કે બે વિરોધી બાજુઓ સમાંતર છે અહીં આપણે સ્પષ્ટ રીતે કહી શકીએ કે આ ચતુષ્કોણ છે કારણ કે તેની પાસે 4 બાજુઓ છે અને આપણને સામ સામેની બાજુઓ સમાંતર આપી છે આપણી પાસે સમાંતર બાજુઓની બે જોડ છે અહીં આ બાજુ આ બાજુને સમાંતર અને એકરૂપ છે તેવી જ રીતે આ બાજુ અહીં આ બાજુને સમાંતર અને એકરૂપ છે માટે અહીં આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ સાથે કામ કરી રહ્યા છીએ હવે તમે અહીં એ પણ જોઈ શકો કે આ દરેક બાજુઓનું માપ સામ છે માટે તે સામબાજુ ચતુષ્કોણ પણ થશે જો આ જો દરેક બાજુઓનું માપ સમાન હોય અને અહીં આ દરેક કાટખૂણા હોય તો તે ચોરસ પણ થાય પરંતુ અહીં બાજુઓ પરંતુ અહીં ખૂણાઓનું માપ 90 અંશ નથી તેથી તે ચોરસ થશે નહિ તેવી જ રીતે જો કોઈક આકર લંબચોરસ હોય તો તેના પર ચારેય ખૂણા કાટખૂણા હોવા જોઈએ પરંતુ અહીં આ ચારેય ખૂણા કાટખૂણા નથી તેથી આ આપણો જવાબ થશે હવે આપણે બીજું ઉદા જોઈએ અહીં તમે આ ચતુષ્કોણને જોઈ શકો તમે જોઈ શકો કે અહીં તેની ચારેય બાજુઓના માપ એક સમાન છે તેથી આપણે સામબાજુ ચતુષ્કોણની સાથે કામ કરી રહ્યા છીએ તમે અહીં બે સમાંતર બાજુની જોડ પણ જોઈ શકો અહીં આ બાજુ આ બાજુને સમાંતર અને એકરૂપ છે તેવી જ રીતે આ બાજુ અહીં આ બાજુને સમાંતર અને એકરૂપ છે તેથી આપણે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ સાથે પણ કામ કરી રહ્યા છીએ અને હવે આ ચારેય ખૂણા કાટખૂણા છે જો કોઈ ચતુષ્કોણની બધી જ બાજુઓના માપ એક સમાન હોય અને તેના બધા જ ખૂણા કાટખૂણા હોય તોતે આકૃતિ ચોરસ થશે આમ અહીં આ આપણા જવાબ છે જવાબ ચકારીએ આગળનો પ્રશ્ન આખો કાઢી નાખો હવે અહીં તેમને આ ચતુષ્કોણને જોઈ શકો તમે અહીં જોઈ શકો કે તેની સામસામેની બાજુઓ સમાંતર છે અહીં આ બાજુ આ બાજુને સમાંતર અને એકરૂપ છે તેવી જ રીત આ બાજુ પણ આ બાજુને સમાંતર અને એકરૂપ છે તેથી આ સમાંતર બાજુ ચતુષ્કોણ થશે જો અહીં આ ચારેય બાજુના માપ એક સમાન હોય તો તે સામબાજુ ચતુષ્કોણ થાય પરંતુ અહીં તેમના માપ જુદા જુદા છે સામસામેની બાજુઓના માપ એક સમાન છે તેમ જ આ ચાર ખૂણા કાટખૂણા છે જો સામસામેની બાજુઓના માપ એક સમાન હોય અને ચારેય ખૂણા કાટખૂણા હોય તો તે આકૃતિ લંબચોરસ થાય જવાબ ચકાસીએ હવે આપણે વધુ એક ઉદા જોઈએ તમે અહીં જોઈ શકો કે સામસામેની બાજુઓના માપ એક સમાન છે અને તે બાજુઓ સમાંતર પણ છે માટે આપણે અહીં સમાંતર બાજુ ચતુષ્કોણ સાથે કામ કરી રહ્યા છીએ જો આ ચારેય બાજુના માપ સમાન હોય તો તે સામબાજુ ચતુષ્કોણ થાય પરંતુ આ ચારેયના માપ જુદા જુદા છે જો આપણે લંબચોરસની વાત કરીએ તો તેમાં પણ સામસામેની બાજુઓના માપ એક સમાન હોય છે જે અહીં છે પરંતુ લંબચોરસ થવા માટે આ ચારેય ખૂણા કાટખૂણા હોવા જોઈએ અહીં આ ચારેય ખૂણા કાટખૂણા નથી તેથી આ આપણો જવાબ થશે જવાબ ચકાસીએ નીચે બતાવેલ આકાર કયા પ્રકારનું ચતુષ્કોણ છે તમે અહીં જોઈ શકો કે તેની ચારેય બાજુઓના માપ એક સમાન છે તેથીતે સામબાજુ ચતુષ્કોણ થશે તેના ચારેય ખૂણા કાટખૂણા પણ છે માટે આ આકૃતિ ચોરસ પણ કહેવાય તેની પાસે બે સમાંતર બાજુઓની જોડ છે અહીં આ બાજુ આ બાજુને સમાંતર તેમ જ એકરૂપ છે તેવી જ રીતે આ બાજુ અહીં આ બાજુને સમાંતર અને એકરૂપ છે તેથી તે સમાંતર બાજુ ચતુષ્કોણ પણ થશે અને લંબચોરસની વ્યાખ્યા પ્રમાણે જો સામસામેની બાજુઓના માપ એક સમાન હોય તેમ જ ચારેય ખૂણા કાટખૂણા હોય તો તે આકૃતિ લંબચોરસ થાય અહીં ચારેય ખૂણા કાટખૂણા છે તેમ જ સામસામેની બાજુઓના માપ એક સમાન છે માટે આપણે તેને લંબચોરસ પણ કહી શકીએ યાદ રાખો કે દરેક ચોરસને લંબચોરસ કહી શકાય પરંતુ દરેક લંબચોરસને ચોરસ કહી શકાય નહિ જવાબ ચકાસીએ આશા છે કે તમને આ સમજાઈ ગયું હશે.