If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સમ અને વ્યસ્ત પ્રમાણનો પરિચય

સલમાન સમજાવે છે કે જથ્થા માટે સમ અને વ્યસ્ત અલગ છે તેનો શું અર્થ થાય, અને ચલનના બહુ ઉદાહરણ પણ આપે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓમાં આપણે સમપ્રમાણ અને વ્યસ્થ પ્રમાણ વિશે સમજીશું અહીં ડાબી બાજુ એ આપણે સમપ્રમાણના ઉદાહરણ અને અહીં જમણી બાજુ વ્યસ્થ પ્રમાણ વિશે સમજીએ હવે જો કોઈ બે ચલ સમપ્રમાણમાં છે તેમ દર્શવવું હોય તો તેને આ રીતે લખી શકાય કે y = કોઈ અચળાંક ગુણ્યાં x જેને શબ્દોમાં આ રીતે દર્શાવાય કે y એ x ના સમપ્રમાણમાં છે અથવા સમપ્રમાણમાં ચલે છે અહીં kએ કોઈ પણ અચલ સંખ્યા હોઈ શકે દાખલતરીકે આપણે તેને આ રીતે પણ દર્શાવી શકીએ કે y = x અહીં k ની કિંમત 1 છે તેમ કહી શકાય આ રીતે પણ દર્શાવી શકાય કે y = 2x જ્યાં 2 એ અચળાંક છે આમ પણ હોઈ શકે કે y = 1 /2x જ્યાં 1 /2 એ k ની કિંમત એટલે કે અચળાંક છે અથવા આમ પણ હોઈશકે કે y =-2x જ્યાં -2 1 અને અચળાંક છે આમ પણ હોઈ શકે કે y = -1 /2x અથવા y = પાઇ ગુણ્યાં x અથવા y = - પાઇ ગુણ્યાં x અને તમને ખ્યાલ આવી ગયો હશે કે x સાથે કોઈ પણ અચલ સંખ્યા ગુણાયેલી હોય તો y અને xનું અહીં સમપ્રમાણ છે તેમ કહી શકાય આપણે તેને સાથે પણ સમજીએ અહીં ધન અને ઋણ બંને અચળાંક લઈને સમજીએ ધારો કે આપણી પાસે છે y = 2x તે માટે અમુક કિંમતો લઈને સમજીએ x ની કિંમતો માટે y શું મળે છે તે જોઈએ જો x ની કિંમત 1 હોય તો y મળશે 2 ગુણ્યાં 1 = 2 બરાબર 2 લઈએ તો y થશે 2 ગુણ્યાં 2 = 4 આમ જયારે આઓને x ના બમણા કરીએ છીએ ત્યારે એ જ બાબત y સાથે પણ થાય છે એટલે કે તે પણ બમણા બને છે આમ તે સમપ્રમાણ દર્શાવે છે x માં જેટલા પ્રમાણમાં વધારો થાય y માં પણ એટલા જ પ્રમાણમાં વધારો થશે x માં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય એટલા જ પ્રમાણમાં y માં પણ ઘટાડો થશે માટે તે સમપ્રમાણ દર્શાવે છે આમ આ આપેલ ઉદાહરણ માંથી કોઈ પણ માટે આ બાબત સાચી છે વધુ એક ઉદાહરણ લઈએ y = -2x ને બદલે આપણે અહીં લઈએ y = -3x અહીં પણ અમુક કિંમતો લઈએ જેમાં x ની દરેક કિંમત માટે y ની કિંમત શું મળે છે તે જોઈએ જો x = 1 લઈએ તો y થશે -3 ગુણ્યાં 1 = -3 જો x = 2 લઈએ તો y થશે -3 ગુણ્યાં 2 = -6 ફરી વખત જુઓ કે આપણે અહીં બમણા કાર્ય કે બે સાથે ગુણાકાર કર્યો માટે -3 પરથી -6 મેળવવા અહીં પણ તેના બમણા કરવા પડે એટલે કે -3 ને 2 સાથે ગુણાકાર કરવો પડે વધુ એક કિંમત લઈને જોઈએ ધારો કે x ની કિંમત છે 1 /3 તો y ની કિંમત થશે -3 ગુણ્યાં 1 /3 એટલે કે -1 જુઓ આપણે અહીં 1 નો 3 વડે ભાગાકાર કર્યો છે તો -3 ને 3 વડે ભાગતા આપણને મળે છે -1 આમ x નો જે દિશામાં ફેરફાર થાય તે જ દિશામાં y માં પણ ફેરફાર થાય છે હવે ઘણી વખત સમપ્રમાણ થોડું અલગ રીતે પણ આપેલું હોય છે દાખલ તરીકે આપણે આ ઉદાહરણ પરથી જોઈએ જો બંને બાજુ x વડે ભાગીએ આપણે મળે y /x = -3 અથવા હવે જો બંનેને y વડે ભાગીએ તોતે થશે 1/x = -3 ગુણ્યાં 1/y આ ત્રોણેય એક જ બાબત દર્શાવે છે કે x અને y સમપ્રમાણમાં છે અહીં આ બંને પદોનું સાદુંરૂપ આપતા આપણને આ જ પદ મળે આ રીતે પણ કરી શકાય કે બંન બાજુ -3 વડે ભાગીએ તો તે થશે - 1 /3 y = x જો હવે અહીં એમ કહી શકાય કે x એ y ના સમચારણમાં છે અથવા સમપ્રમાણમાં છે હવે y સાથે કોઈ અચળાંક ગુણાયેલ છે આમ y એ x ના સમપ્રમાણમાં છે તેને આપણે આ રીતે પણ દર્શાવી શકાય કે x એ y ના સમપ્રમાણમાં છે બંને એક જ બાબત દર્શાવે છે આ બંને પરિસ્થિતિમાં આ જે અચળાંક છે તેની કિંમત બદલાઈ જશે તે એક બીજાના વ્યસ્થ થઇ જશે જેમ અહીં -3 છે તો અહીં -1 /3 છે પણ બંને સમપ્રમાણમાં છે અથવા સમચલણમાં છે તેમ કહેવાય હવે વ્યસ્થપ્રમાણ વિશે સમજીએ અહીં પણ બે ચલ લઈએ જરૂરી નથી કે દર વખતે x અને y લેવા અહીં ચલ તરીકે a અને b પણ હોઈ શકે અથવા m અને n પણ હોઈ શકે m = k ગુણ્યાં n એ રીતે પણ લખી શકાય માટે અહીં લખવું પડે કે m એ n ના સમપ્રમાણમાં છે પણ આપણે અહીં y અને x લીધા છે તો અહીં પણ y અને xની મદદથી સમજીએ વ્યસ્થ પ્રમાણમાં થશે y = કોઈ અચલ સંખ્યા ગુણ્યાં 1 /x અહીં કોઈ અચળાંક સાથે x ગુણાયેલો હતો જયારે અહીં કોઈ અચળાંક સાથે 1/x ગુણાકારના સબંધમાં છેતેના ઉદાહરણ લઈએ તો તે હોઈ શકે y = 1 /x અથવા y = 2 ગુણ્યાં 1 /x જેને આ રીતે પણ લખી શકાય કે 2 /x તે આ રીતે પણ હોઈ શકે કે y = 1 /3 ગુણ્યાં 1 /x અથવા તો 1 /3x આ રીતે પણ લખાય આમ પણ હોઈ શકે y = -2 /x તેના પણ ઉદાહરણ લઈએ આપણે આ પદ લઈએ y = 2 /x ફરીથી અમુક કિંમતો લઈને તે સમજીએ અહીં x લઈએ અહીં y જો x = 1 તો y થશે 2 ભાગ્યા 1 = 2 જો x = 2 લઈએ તો y થશે 2 ભાગ્યા 2 = 1 આમ જુઓ કે અહીં 1 નો 2 સાથે ગુણાકાર કર્યો જયારે અહીં 2 નો 2 વડે ભાગાકાર કરતા 1 મળશે x માં જેટલા પ્રમાણમાં વધારો તે જ પ્રમાણમાં y માં ઘટાડો જોવા મળે છે અહીં 2 સાથે ગુણાકાર જયારે અહીં 2 વડે ભાગાકાર છે વધુ એક કિંમત લઈએ જો x ની કિંમત લઈએ 1 /2 એટલે કે અહીં 1 નો 2 વડે ભાગાકાર કર્યો તો અહીં 2 નો 2 સાથે ગુણાકાર થશે તો અહીં 2 નો 2 સાથે ગુણાકાર થશે એટલે કે અહીં મળશે 4 આમ 2 ના છેદમાં 1 /2 જે મળે 2 ગુણ્યાં 2 = 4 આ જ બાબત આપણે ઋણ સાથે પણ ચકાસી શકીએ અહીં 2 વડે ભાગાકાર થાય છે જયારે અહીં 2 સાથે ગુણાકાર છે હવે જરૂરી નથી કે વ્યસ્થ પ્રમાણ આ રીતે જ આપેલું હોય તે આ રીતે પણ હોઈ શકે કે જો બંને બાજુ x સાથે ગુણીએ તો તે થશે xy = 2 આ પણ વ્યસ્થ પ્રમાણ જ દર્શાવે છે અથવા જો બંને બાજુ y વડે ભાગીએ તો તે થશે x = 2 /y અથવા આ રીતે પણ લખી શકાય 2 ગુણ્યાં 1 /y જુઓ કે અહીં y = 2/x છે જયારે અહીં x = 2/y છે બંને વ્યસ્થ પ્રમાણ દર્શાવે છે માટે આપણે લખી શકીએ કે y એ x ના વ્યસ્થ પ્રમાણમાં છે અથવા વ્યસ્થ ચલણમાં છે તેમ જ આ રીતે પણ લખી શકાય કે x એ y ના વ્યસ્થ પ્રમાણમાં છે જો આ જ પદને બંને બાજુ 2 વડે ભાગીએ તો તે થશે y /2 = 1 /x આ પણ વ્યસ્થ સંભંધ જ દર્શાવે છે આમ જો કોઈ બે ચલ સમપ્રમાણમાં છે કે વ્યસ્થ પ્રમાણમાં છે તે જાણવા માટે આ રીતે કોષ્ટક બનાવીને ગણતરી કરીને પણ તમે ચકાસી શકો જો x માં જેટલા પ્રમાણમાં વધારો થયો હોય તેટલા જ પ્રમાણમાં y માં વધારો થાય તો તે સમપ્રમાણ દર્શાવે છે અને જો x માં અથવા તો કોઈ એક ચલમાં જેટલા પ્રમાણમાં વધારો થાય તેટલા પ્રમાણમાં બીજા ચલમાં ઘટાડો થતો હોય તો તે વ્યસ્થ પ્રમાણ દર્શાવે છે અથવા બીજી રીતે એ છે કે તમને બે ચલ જે સબંધમાં આપ્યા હોય તેનું બીજ ગણિતની રીતે સદ્ગુરુપ આપીને આ રીતે પદ મેળવો અથવા આ રીતે પદ મેળવો જે સમપ્રમાણ છે કે વ્યસ્થ પ્રમાણ તે દર્શાવે છે.