If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

પૂર્ણ સંખ્યાઓને નજીકના સોમાં ફેરવવી

સલ 24,259ને નજીકના સોમાં ફેરવે છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

24,259 ની કિંમત નજીકના સો માં દર્શાવો આ પ્રશ્નને ઉકેલવું ખુબ સરળ છે પણ પહેલા એ વિચારીએ કે નજીકના સો માં કિંમત દર્શાવવાનો અર્થ શું ? તે માટે એક સંખ્યારેખા દોરીએ આ એક સંખ્યારેખા છે. જેના પર સો-સો ના અંતરે સંખ્યાઓ લખીએ ધારો કે અહીં આપણી પાસે 24,100 છે ત્યારબાદ લઈએ 24,200 પછી 24,300 અને અંતે 24,400 તમે જોઈ શકો છો કે દરેક સંખ્યામાં 100 જેટલો વધારો થાય છે હવે, આ સંખ્યારેખા પર 24,259 ક્યાં છે ? સંખ્યારેખા પર ધ્યાન આપો, જુઓ કે આ સંખ્યા 24,200 થી વધુ છે અને 24,300 થી ઓછી છે સંખ્યાના પાછળના અંકો છે 259 માટે જો આ બે સંખ્યાનું અંતર 100 છે તો 59 એ અહીં હોય શકે માટે આ સંખ્યા અહીં મળે 24,259 અહીં હોય. હવે જો કોઈ આપણને પૂછે કે આ સંખ્યાને નજીકના સો માં દર્શાવો તો એનો અર્થ એ છે કે આ પ્રશ્નમાં આપેલ સંખ્યા એ આ બંનેમાંથી કઈ સંખ્યાની નજીક છે તે દર્શવવાનું છે હવે જો ધ્યાન આપીને જુઓ તો જણાશે કે તે 24,200 કરતાં  24,300 નીવધુ નજીક છે માટે જો તેની નજીકની સંખ્યામાં તેને દશાવવું હોય તો, તે સંખ્યા 24,300 છે આ ફક્ત આપણે કલ્પના કરીને સમજ્યા છીએ કે નજીકના સો માં તેની કિંમત 24,300 છે પણ દર વખતે પ્રશ્નનો ઉકેલ મેળવવા સંખ્યારેખા દોરવાની જરૂર નથી કે આ આખી પ્રક્રિયામાંથી પસાર થવાની જરૂર નથી તમે કદાચ તે મનમાં વિચારીને પણ કરી શકો તેના માટે એક સરળ અને વ્યવસ્થિત રીત એ છે કે તમે તે સંખ્યાને જુઓ નીચે ફરીથી સંખ્યા લખીએ 24,259 આપણે તેને નજીકના સો માં દર્શાવવું છે માટે તેના સો ના સ્થાન પર જુઓ આ તેના સો ની સ્થાનકિંમત છે તેને નજીકના સો માં દર્શાવવા પાછળના અંકોની  આપણને જરૂર નથી. પણ સો ના સ્થાનની પાછળ ફક્ત શૂન્યો હોવા જોઈએ. હવે તે માટે સો ના સ્થાને જે અંક છે તેના કરતાં એક સ્થાનકિંમત ઓછી હોય તે સંખ્યાને જુઓ આ સો ની સ્થાનકિંમત છે માટે આપણે 5 ને ધ્યાનમાં લઈએ. હવે જો આ સ્થાન પર નો અંક 5 કે 5 કરતાં મોટો હોય. તે 5,6,7,8  કે 9 હોય તો મોટી કિંમતની નજીક જવું આમ, 5 કે તેના કરતાં મોટી તો મોટી કિંમત માટે આ પરિસ્થિતિમાં અહીં 5 છે  તે 5 કે 5 કરતાં મોટો અંક હોય તો, મોટી કિંમત લેવી નો અર્થ 24,000 અને તેના કરતાં મોટી કિંમત એટલે  આ જે 2 છે તેને બદલે લઈએ 3 તેના કરતાં 1 વધારે લઈએ આમ, તેને લખાય 24,300 આને કહેવાય નજીકના સો માં કિંમત દર્શાવવી. થોડું વધુ સમજવા એક ઉદાહરણ લઈએ. ધારો કે એક સંખ્યા છે 24,249 અને એને નજીકના સો માં દર્શાવવું છે તો  દશકના સ્થાન પર જુઓ કે તે 5 કે 5 કરતાં મોટો અંક નથી. માટે તેને નજીકની નાની કિંમતમાં દર્શાવીશું હવે જયારે નાની કિંમત દર્શાવવી હોય તો ધ્યાન રાખવાનું કે તેનો અર્થ એ નથી કે આ 2 માં ઘટાડો કરવો તેનો અર્થ છે કે ફક્ત 2 જ હોવા જોઈએ  પાછળના અંકોને દૂર કરો  આમ, તે થશે 24,200 કરતાં નાની કિંમત દર્શાવવાની આ પ્રક્રિયા છે જો ના કરતાં મોટી કિંમત દર્શાવવી હોય તો તે થશે 24,300 સમજો કે આ 24,249 છે એ સંખ્યારેખા પર અહીં ક્યાંક મળે આમ, તે 24,200 ની વધુ નજીક છે માટે આ પ્રશ્નમાં જો નીચેની કિંમત દર્શાવવી હોય તો તે થશે 24,200 અને 24,259 ને નજીકના સો માં દર્શાવીએ તો અને 24,259 ને નજીકના સો માં દર્શાવીએ તો તે થશે 24,300