If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

ઉદાહરણ: 3 અંકની સંખ્યાની બાદબાકી (બે વખત દશક લેવો)

સલ 913-286 કરવા માટે સમૂહ (દશક લેવો) નો ઉપયોગ કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચાલો 913 માંથી  286 બાદ કરીએ. પરંતુ પહેલા એને જરા જુદી રીતે કરીએ. મેં આ દરેક આંકડાને લઈને. એનું વિસ્તરણ કર્યું છે. આ 9 એ સોના સ્થાને છે, જે 900 દર્શાવે છે. આ 1 એ દશકના સ્થાને છે જે 10 દર્શાવે છે. આ 3 એકમના સ્થાને છે, જે 3 દર્શાવે છે. એવી જ રીતે 286 એ 200 વત્તા 80 વત્તા 6 જેટલી કિંમત છે.  આપણે સ્થાન પ્રમાણે તે કરવાનો પ્રયત્ન કરીએ. જો આપણે એકમના સ્થાનથી શરૂ કરીએ છીએ, તો તરત જ એક સમસ્યા દેખાય છે. 3 એ 6 કરતા નાની સંખ્યા છે. આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કેવી રીતે બાદ કરી શકીએ ? દશકના સ્થાને પણ એ જ  સમસ્યા છે. 80 એ 10 કરતાં મોટી સંખ્યા છે. આપણે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા કેવી રીતે બાદ કરી શકીએ ? તમે કદાચ ઉકેલ વિચાર્યો હશે સમૂહ બનાવવાનો જેને બાજુના સ્થાન માંથી દશક લેવું પણ કહી શકાય આપણે એક સ્થાનેથી કિંમત લઇ બીજા સ્થાને મૂકીએ અહીં જોઈએ તો 3 છે. અને આપણે બીજા સ્થાનેથી થોડી કિંમત લેવી પડશે. જુઓ હું દશકના સ્થાનેથી 10 લઇ શકું,  પછી અહીં 0 (શૂન્ય) રહેશે અને આ 10 એકમને આપું તો, 10 વત્તા 3 બરાબર 13 થશે  જુઓ મેં સંખ્યાની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. 900 વત્તા 0 વત્તા 13, હજુ પણ 913 જ છે. હવે એકમના સ્થાનથી સમસ્યાનો હલ મળી ગયો. હું 13 માંથી 6 બાદ કરી શકું. પરંતુ દશકના સ્થાને સમસ્યા વધુ મોટી થઇ ગઈ. હવે મારે 0 માંથી 80 બાદ કરવાના છે શું કરી શકાય ? જુઓ હું સોના સ્થાને જય શકું. 900 માંથી 100 લઇ શકું, આથી અહીં 800 બાકી રહે છે. અને હું તે 100 દશકના સ્થાને મૂકી શકું જો હું આ દશકના સ્થાનને આપું તો તે તે 100 થશે. જુઓ આ હજુ પણ 913 જ છે. 800 વત્તા 100 વત્તા 13 એ 913 છે. આ કેમ જરૂરી છે ? જુઓ, હવે દરેક હરોળમાં હું મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરી રહી છું. તમે કદાચ કહેશો, અહીં વત્તાની નિશાની છે. પરંતુ જુઓ અહીં ઓછાની નિશાની છે તો આપણે, 13 માંથી 6 બાદ કરી રહ્યા છે. 100 માંથી 80 બાદ કરી રહ્યા છે, 800 માંથી 200 બાદ કરી રહ્યા છે. ચાલો કરીએ 13 ઓછા 6 એ 7 છે.  100 ઓછા 80 એ 20 છે.  800 ઓછા 200 એ 600 છે. તો અહીં 600 વત્તા 20 વત્તા 7 બાકી રહ્યા, જે 627 છે હવે આ જ ગણતરી અહીં કરીએ. પરંતુ અહીં આપણે સંખ્યાનું વિસ્તરણ કરીશું નહિ. 6 એ 3 કરતાં મોટી સંખ્યા છે, શું કરીશું ? આપણે દશકના સ્થાનેથી સમૂહ બનાવીને લઇ શકીએ અહીંથી 10 લઇ શકીએ તો અહીં 0 દશક બાકી રહે . અને તે 1 દશક એકમના સ્થાનને આપીએ. તો તમે 3 ને 10 આપ્યા અને એ 13 થયા. 13 હવે દશકના સ્થાને સમસ્યા છે. 0 માંથી 8 કેવી રીતે બાદ કરી શકાય ? આપણે સોના સ્થાનેથી 100 લઇ શકીએ. તો 900 ના 800 થશે અને એ 100 ને દશકના સ્થાને મૂકીએ 100 એ 10 દશક જેટલી જ કિંમત છે. 100 એ 10 દશક જેટલી જ કિંમત છે. અને હવે આપણે બાદબાકી કરી શકીએ 13 ઓછા 6 એ 7 છે, 10 ઓછા 8 એ 2 છે. યાદ રાખો આ 10 દશક ઓછા 8 દશક બરાબર 2 દશક મળ્યા.  100 ઓછા 80 કરીએ તો 20 મળે અને છેલ્લે 800 ઓછા 200 તો 600 મળે 627.