જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

વધુ-અંકની બાદબાકી: 389,002-76,151

પ્રમાણભૂત અલ્ગોરિધમનો ઉપયોગ કરીને 389,002-76,151 બાદ કરો.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આપણે આ વિડિઓમાં 389002,389002 - 76151 શું થાય? તે શોધીશું,હંમેશાની જેમ હું તમને આ જાતે જ કરવા માટે પ્રોત્સાહિત કરું છું, તે શીખવા માટેની સૌથી શ્રેષ્ઠ રીત છે તમે જાતે પ્રયત્ન કરો,જો તમારો જવાબ ખોટો આવે તો પણ જ્યારે હું તમને સમજાવીશ ત્યારે તે તમને ખૂબ જ સારી રીતે સમજાઈ જશે,તેના માટે હું પ્રમાણિત રીત અથવા પ્રમાણિત અલગોરિધમનો ઉપયોગ કરીશ,અલગોરિધમ એ રીત માટેનો જ બીજો એક શબ્દ છે, સૌપ્રથમ હું આ સંખ્યા લખીશ 389000,389002 અને પછી તેમાંથી 76151 ને બાદ કરીએ,76151 તમે અહીં નોંધ્યું હશે કે સૌપ્રથમ મેં અહીં આ સંખ્યાઓને તેમની અનુરૂપ દશાંશ તેમના અનુરૂપ દશાંશ સ્થાન અનુસાર લખી છે અને મેં એકમને એકમની નીચે,દશકને દશકની નીચે, સો ને સો ની નીચે હજારને હજારની નીચે તેમજ 10 હજારને 10 હજારની નીચે લખ્યું છે, મેં અંકોને તેના અનુરૂપ સ્થાનકિંમત અનુસાર લખેલા છે,હવે આપણે બાદબાકી કરવા તૈયાર છીએ,સૌપ્રથમ આપણે એકમના સ્થાનને જોઈશું,અહીં મારી પાસે 2 એકમ છે જેમાંથી 1 એકમ હું દૂર કરું છું તેથી મારી પાસે 1 એકમ બાકી રહે,આ ખૂબ જ સરળ હતું પરંતુ હવે આપણે જ્યારે દશક પર જઇશું ત્યારે તે થોડું અઘરું બની જાય છે હું 0 દશકમાંથી 5 દશક કઈ રીતે લઈ શકું? આપણે તેને થોડા સમય માટે ન વિચારીએ અને આપણે 100 ના સ્થાને જઈએ પરંતુ 100 ના સ્થાને પણ તે જે સમસ્યા છે, હું 0,100 માંથી100 કઈ રીતે લઈ શકું? માટે હવે આપણે હજારના સ્થાને જઈએ,અહીં હું 9000 માંથી 6000 દૂર કરી શકું પરંતુ તે કરતાં પહેલા હું અહીં ફરીથી જૂથ બનાવીશ જેથી મારી પાસે આ શૂન્યો ન બાકી રહે જેથી હું સો અને દશકના સ્થાનેથી અંકને દૂર કરી શકું તો હવે હું અહીં આ 9000 ને ફરીથી લખી શકું, હું તેમાંથી 1000 દૂર કરી શકું, જેથી મારી પાસે 8,1000 બાકી રહે, મેં જે 1000 દૂર કર્યા તેને હવે હું 10 સો તરીકે લખીશ માટે હવે તે 1000,10 સો થશે આમ,અહીં આપણે આ સમસ્યા દૂર કરી પરંતુ હજી આ દશકની સમસ્યા બાકી છે,મારી પાસે હવે જે 10 સો છે તેમાંથી 100 દૂર કરી શકું જેથી મારી પાસે 900 બાકી રહે અને તે જે વધારાના 100 હતા તેને હું 10 દશક તરીકે લખી શકું, હવે આપણે બાદબાકી કરવાની ફરી શરૂઆત કરીએ,10 દશક - 5 દશક જેથી 5 દશક બાકી રહે 900 - 100 જેથી 800 બાકી રહે,હવે 1000 ના સ્થાને જઈએ, 8000 - 6000 તેથી 2000 બાકી રહે,હવે 10000 ના સ્થાને જઈએ અહીં આ 8,10000 અથવા 80000 છે 80000 - 70000 કરીએ તો 10000 બાકી રહે અથવા 1,10000 અને પછી હવે આ 300,000 છે તેથી 3 આમ આ આપણો જવાબ છે, 3000 એ 312851 અહીં આ પ્રમાણિત રીત છે,મેં અહીં એકમના સ્થાનથી શરૂઆત કરી, બાદબાકી કરતા પહેલા તમે એ વાતની ખાતરી કરો કે અહીં જે ઉપરના અંકમાંથી તમે નીચેના અંકને બાદ કરી રહ્યા છો તે લગભગ એકબીજાને સમાન હોય જેથી તમે બાદબાકી કરતાં પહેલાં જ આ પ્રમાણે ફરીથી જૂથ બનાવી શકો અથવા તમે આ પ્રમાણે પણ કરી શકો.