જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

આકારોને સરખા ભાગમાં કાપવા

લીનાએ શોધ્યું છે કે જો વર્તુળના 4 ભાગ કરવામાં આવે તો દરેક ભાગ વર્તુળનો 1/4 ભાગ થશે. Lindsay Spears દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેના ચિત્રમાં દરેક ભાગ એ કેક ના કુલ વિસ્તારનો 1/4 ભાગ છે ? અહીં એક કેકનું ચિત્ર છે જેના એક , બે , ત્રણ , અને ચાર ભાગ છે . તેના કુલ ચાર ભાગ છે , તો શું દરેક ભાગ એ કુલ ભાગનો 1/4 ભાગ છે ? ચાલો જોઈએ કે 1/4 નો અર્થ શું ? અપૂર્ણાંકના અંશમાં જે એક છે તે દરેક ભાગની સંખ્યા દર્શાવે છે માટે અહીં લખીએ 1 ભાગ , અને આ જે ચાર છે , જયારે આપણે અપૂર્ણાંકની વાત કરીએ ત્યારે છેદમાં રહેલ સંખ્યા એ સરખા ભાગની કુલ સંખ્યા દર્શાવે છે , માટે અહીં લખીએ ચાર સરખા ભાગ હવે પ્રશ્ન એ છે કે , શું દરેક ભાગ એ ચાર માંથી સરખા કદનો જ છે ? ચિત્રમાં જુઓ આ બંને છેડે આવેલ ભાગ એ સરખા નથી . આ બંને છેડે આવેલ ભાગ એ સરખા નથી . તેઓ આ વચ્ચેના બે ભાગ કરતા પ્રમાણમાં નાના છે જો તમને કેક ખાવી ગમતી હોય , તો તમને આ છેડા ના ભાગ લેવા ગમશે નહિ કારણ કે તે નાના છે તેઓ સરખા કદના ટુકડા નથી . માટે હા , દરેક ભાગ એ ચારમાંથી એક ભાગ છે પણ તે ચારેય સરખા કદના નથી . માટે તે 1/4 ભાગ કહી શકાય નહિ . આમ , આપણો જવાબ થશે ના !! દરેક ભાગ એ આ કેકનો 1/4 ભાગ કે સરખા કદનો નથી . દરેક ભાગ એ આ કેકનો 1/4 ભાગ કે સરખા કદનો નથી .