If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

અપૂર્ણાંકોનો પરિચય

સલ એકમ અપૂર્ણાંકને બનાવવા પૂર્ણને સરખા ટુકડાઓમાં વિભાજિત કરે છે. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

આ વિડિઓમાં આપણે અપૂર્ણાંક વિશે જાણીશું . અપૂર્ણાંક અને આપણે અલગ - અલગ રીતે અપૂર્ણાંક તેના વિશે વિચારીશું . પણ આપણે સૌપ્રથમ જે મૂળભૂત રીત છે તે રીતે જોઈએ . જુઓ , અહીં એક ચોરસ છે જેને આપણે એક પૂર્ણ એકમ ગણીએ . હું અહીં લખું છું પૂર્ણ આ એક પૂર્ણ ચોરસ છે હવે , હું તેને 4 એકસરખા ભાગમાં વિભાજીત કરું છું આ 2 એકસરખા ભાગ થયા અને આ થયા 4 એકસરખા ભાગ . હવે હું તેમાંથી એક ભાગ પસંદ કરું છું . જુઓ , આપણે આ એક ભાગને પસંદ કર્યો . એમ માની લઈએ હવે પ્રશ્ન એ થાય કે આ લાલ રંગ થી ઘેરાયેલો ભાગ એ પૂર્ણ ચોરસનો કેટલામો ભાગ છે ? જુઓ , તે 4 સરખા ભાગ માંથી 1 ભાગ છે , બરાબર ? 1 , 2 , 3 , 4 ભાગમાંથી 1 ભાગને આપણે અલગ રંગથી દર્શાવ્યો છે આમ , આ ભાગ ને આપણે આખા ચોરસના 1/4 ભાગ તરીકે દર્શાવી શકીએ અને તે માટે વિચારવાની બે રીત છે આ બાબત ને તમે 4 સરખા ભાગમાંથી એક ભાગ તરીકે જોઈ શકો અથવા તમે આ આખા પૂર ચોરસને 4 વડે ભાગાકાર કર્યો એમ ગણી શકો .. જેનાથી તમને આ ભાગ મળે ચાલો બીજી એક બાબત જોઈએ અને આ વખતે 1 ના છેદમાં 8 ને કઈ રીતે દર્શાવાય તે જોઈએ . આમ 1 ના છેદમાં 8 હવે અહીં એક પૂર્ણ તરીકે એક લંબચોરસ છે . જેને 8 સરખાભાગ માં આપણે વિભાજીત કરી શકીએ તો ચાલો તેમ કરીએ અહીં થી બે સરખા ભાગ કરીએ અને હવે દરેક ભાગને બીજા 2 સરખા ભાગમાં વિભાજીત કરીએ આમ , હવે 4 એકસરખા ભાગ મળ્યા , તેમ કહેવાય આમ ફરીથી બધાના 2 સરખા ભાગ કરીએ દરેક ભાગના બે સરખા ભાગ આમ હવે આપણી પાસે 8 સરખા ભાગ થયા . એમ માની લઈએ કાચી આકૃતિ દોરી છે માટે કદાચ સરખા દેખાતા નથી . પણ આપણે હવે આ એક પૂર્ણ લંબચોરસના 8 સરખા ભાગ કર્યા એમ માની લઈએ . અને હવે તેમાંથી એક ભાગ પસંદ કરીએ જેને 1/8 અપૂર્ણાંક તરીકે દર્શાવી શકાય . આપણે આમાંથી કોઈપણ એક ભાગ પસંદ કરી શકીએ પણ હું આ ભાગ લઉં છું . એવું જરૂરી નથી કે પહેલોજ ભાગ લેવો આ ભાગ જેને આપણે લાલરંગથી અલગ દર્શાવ્યો છે તે એકપુર્ણ આકૃતિનો 1/8 ભાગ દર્શાવે છે ચાલો થોડા વધુ ઉદાહરણ જોઈએ વિડિઓ અટકાવીને પહેલા તમે જાતે ઉકેલવાનો પ્રયત્ન કરો . કે આ દરેક આકૃતિને એક પૂર્ણ વસ્તુ તરીકે લઈએ તો તેમાં દર્શાવેલ લાલ રંગ વાળો ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે ? દરેક આકૃતિને જુઓ . આ લંબચોરસમાં જુઓ તો 3 સરખા ભાગ છે અને તેમાંથી એક ભાગને લાલ રંગ થી દર્શાવેલ છે માટે આ લાલ રંગનો લંબચોરસ દર્શાવે છે 1/3 ભાગ . હવે આ વર્તુળ તરફ જુઓ જેમાં 1 , 2 , 3 , 4 , 5 સરખા ભાગ છે 5 સરખા ભાગ જેમાંથી 1 ભાગને લાલ રંગથી દર્શાવેલ છે જે દર્શાવે છે 1/5 એક પૂર્ણ આકૃતિનો 1/5 ભાગ હવે આ આકૃતિ રસપ્રદ છે તમે કદાચ કહેશો કે 4 ભાગ આપેલ છે . જેમાંથી 1 ભાગ ને અલગ દર્શાવેલ છે જે દર્શાવે છે 1/4 પણ યાદ રાખો , એક સરખા ભાગ હોવા જોઈએ આપણે અહીં સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે આ ભાગ બાકીના ભાગ જેવો નથી . આમ , આ આકૃતિના 4 સરખા ભાગ આપેલ નથી . માટે , આપણે તેને 1/4 તરીકે દર્શાવી શકીએ નહિ