જો તમને આ સંદેશ દેખાય, તો તેનો અર્થ એ કે અમારી વેબસાઇટ પર બાહ્ય સ્ત્રોત લોડ કરવામાં સમસ્યા આવી રહી છે.

If you're behind a web filter, please make sure that the domains *.kastatic.org and *.kasandbox.org are unblocked.

મુખ્ય વિષયવસ્તુ

ચિત્ર આલેખ વડે પ્રશ્નો ઉકેલો

શાબ્દિક સમસ્યાઓ ઉકેલવા માટે સેલ ચિત્ર આલેખનો ઉપયોગ કરે છે.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

ચિત્ર આલેખનો ઉપયોગ કરીને કેટલાક પ્રશ્નોને ઉકેલીએ,તેના માટે હું ખાન એકેડેમી પરના મહાવરાનો ઉપયોગ કરી રહી છું.પહેલો પ્રશ્ન જોઈએ, નીચેની ખાલી જગ્યા પૂરો. મંગળવારે ફ્રૂટઝોને ગ્રોસરી ટાઉન કરતા __ ઓછા કેળાં વેચ્યાં.તમે અહીં ચિત્ર આલેખ જોઈ શકો,કેળાંનું દરેક ચિત્ર 5 કેળાં દર્શાવે છે,આપણે અહીં સૌપ્રથમ ગ્રોસરી ટાઉન જોઈએ,જેમાં 1,2,3,4,5,6 ચિત્ર આપ્યા છે અને કેળાંનું દરેક ચિત્ર 5 કેળાં દર્શાવે છે. 6 ગુણ્યા 5, 30 થાય.આમ મંગળવારે ગ્રોસરી ટાઉને 30 કેળાં વહેંચ્યા.હવે આપણે ફ્રૂટઝોને કેટલા કેળાં વેચ્યાં તે જોઈશું. તેમણે 1,2,3,4 કેળાં વેચ્યાં એવું બતાવ્યું છે અને આ દરેક કેળાંનું ચિત્ર 5 કેળાં દર્શાવે છે,આ 5 ગુણ્યાં 4 , 20 કેળાં થાય.આમ ગ્રોસરી ટાઉને 30 કેળાં વેચ્યાં અને ફ્રુટઝોને 20 કેળાં વેચ્યાં.તેથી એવું કહી શકાય કે ફ્રૂટઝોન કરતા ગ્રોસરી ટાઉને 10 કેળાં વધારે વેચ્યાં અથવા ફ્રૂટઝોને ગ્રોસરી ટાઉન કરતાં 10 કેળાં ઓછા વેચ્યાં.જો તમે અહીં આ બંને સંખ્યાની સરખામણી કરો તો અહીં 4 ચિત્ર છે અને અહીં 6 ચિત્ર છે એટલે કે 2 ચિત્ર ઓછા છે,દરેક ચિત્ર 5 કેળાં દર્શાવે છે. આમ ફ્રૂટઝોને ગ્રોસરી ટાઉન કરતા 10 કેળાં ઓછા વેચ્યાં.જવાબ ચકાસીએ.વધુ એક ઉદાહરણ જોઈએ, સૌથી વધુ બગ સ્ટીકર એટલે કે માંકડના સ્ટીકર ધરાવતી વ્યક્તિ પાસે સૌથી ઓછા બગ સ્ટીકર ધરાવતી વ્યક્તિ કરતા કેટલા વધારે સ્ટીકર્સ છે? તમે અહીં ચિત્ર આલેખ જોઈ શકો.આ દરેક ચિત્ર 6 સ્ટીકર દર્શાવે છે. જો આપણે આ આલેખને જોઈએ તો સૌથી વધારે સ્ટીકર એરિકા પાસે હોય એવું લાગે છે. તેની પાસે 1,2,3,4,5,6,7 ચિત્ર છે અને આ દરેક ચિત્ર 6 સ્ટીકર દર્શાવે છે. આમ એરિકા પાસે 7 ગુણ્યા 6 ,42 સ્ટીકર છે,હવે સૌથી ઓછા સ્ટીકર પુત્રી પાસે લાગે છે. તેની પાસે ફક્ત 2 સ્ટીકર છે અને દરેક સ્ટીકર 6 સ્ટીકર દર્શાવે છે આમ પુત્રી પાસે 12 સ્ટીકર છે. હવે જો આપણે એરિકા અને આ પુત્રીના સ્ટીકરની સરખામણી કરીએ તો એરિકા પાસે 1,2,3,4,5., 5 ચિત્ર વધારે છે. દરેક ચિત્ર 6 સ્ટીકર દર્શાવે એટલે કે એરિકા પાસે 30 સ્ટીકર વધારે છે.જવાબ ચકાસીએ. વધુ એક ઉદાહરણ જોઈએ. કયા ઝૂ માં 5 કરતાં વધારે હાથીઓ છે? તમે જોઈ શકો કે અહીં 1 હાથીનું ચિત્ર 2 હાથી દર્શાવે છે, જો આપણે ચિત્ર આલેખને જોઈએ તો સૌથી ઓછા હાથી ટસ્ક ટાઉન પાસે છે.તેની પાસે ફક્ત 2 જ ચિત્ર છે. દરેક ચિત્ર 2 હાથી દર્શાવે એટલે કે ટસ્ક ટાઉન પાસે ફક્ત 4 હાથીઓ છે.સફારી સીટીની વાત કરીએ તો તેની પાસે 3 ચિત્ર છે.દરેક હાથીનું ચિત્ર 2 હાથી દર્શાવે. 3 ગુણ્યા 2, 6 હાથી થાય જે 5 કરતાં વધારે છે માટે સફારી સીટીને પસંદ કરીશું ત્યારબાદ ઝૂ વિલે જોઈએ,તેની પાસે 1,2,3,4 ચિત્ર છે અને દરેક ચિત્ર 2 હાથી દર્શાવે એટલે કે ઝૂ વિલે પાસે 8 હાથીઓ છે. જે 5 કરતાં વધારે છે માટે આપણે તેને પણ પસંદ કરીશું અને પછી એનીમલ લેન્ડ પાસે 1,2,3,4,5 ચિત્ર છે.દરેક ચિત્ર 2 હાથી દર્શાવે એટલે કે એનીમલ લેન્ડ પાસે 5 ગુણ્યા 2 ,10 હાથીઓ છે જે 5 હાથી કરતાં વધારે છે માટે આપણે તેને પણ પસંદ કરીશું. ફક્ત ટસ્ક ટાઉન પાસે જ 5 કરતા ઓછા હાથી છે.આપણે જવાબ ચકાસીએ.આશા છે કે તમને ચિત્ર આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપતા આવડી ગયું હશે.