મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 7 (પાયો)
Course: ધોરણ 7 (પાયો) > Unit 3
Lesson 1: અવયવ અને અવયવીઅવિભાજ્ય અને વિભાજ્ય સંખ્યાઓ ઓળખો
શું તમે આ સંખ્યાના જૂથના અવિભાજ્ય સંખ્યાને ઓળખી શકો છો? કઈ અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા, અથવા કોઈ નથી? સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
નીચે આપેલ સંખ્યાઓ અવિભાજ્ય છે , વિભાજ્ય છે કે બંને માંથી કઈ પણ નથી તે નક્કી કરો . થોડું પુનરાવર્તન કરીએ , અવિભાજ્ય સંખ્યા એ એક પ્રાકૃતિક સંખ્યા જ છે એટલે કે ગણતરી ની સંખ્યાઓ જેમ કે 1 ,2 ,3 ,4 ,5 ,6 એમ અનંત સુધી . તેના ફક્ત બે જ અવયવ હોય . 1 અને તે સંખ્યા પોતે . એક ઉદાહરણ લઈએ , દા.ત , 3 એ એક અવિભાજ્ય સંખ્યા છે . જુઓ 3 ના બે જ અવયવ હોય 1 અને 3 . બીજી રીતે કરીએ તો 3 એ 1 અને 3 ના ગુણાકારથી મળે હવે , વિભાજ્ય સંખ્યા એ એવી પ્રાકૃતિક સંખ્યા છે જેના બે કરતા વધારે અવયવ હોય . આપણે તેના ઉદાહરણ પણ જોઇશુ . બંને માંથી કઈ પણ નહિ એ એક રસપ્રદ બાબત છે જે પછી સમજીએ . તો ચાલો પહેલા 24 માટે વિચરીએ . એવી સંખ્યા વિશે વિચારીએ જેના વડે 24 ને ભાગવાથી કોઈ શેષ વધે નહિ . આપણે તેને અવયવ કહીશુ . હવે 24 એ 1 અને 24 વડે તો ભાગી જ શકાય . 24 ગુણ્યાં 1 બરાબર 24 મળે . પણ તે 2 વડે પણ વિભાજ્ય છે . 2 ગુણ્યાં 12 બરાબર 24 . આમ , તે 12 વડે પણ વિભાજ્ય છે , તે 3 વડે પણ વિભાજ્ય છે ,3 ગુણ્યાં 8 પણ 24 મળે . આપણે જો કે સંખ્યા ને વિભાજ્ય કે અવિભાજ્ય બતાવવા બધા અવયવ શોધવાની જરૂર નથી . તેને 1 કે તે સંખ્યા કરતા વધારે અવયવ છે . આમ , તે ચોક્કસ વિભાજ્ય સંખ્યા છે . તે વિભાજ્ય સંખ્યા છે . ચાલો તો હવે તેના અવયવ પુરા જ કરીએ . 4 ગુણ્યાં 6 બરાબર પણ 24 મળે . આમ , આ બધા 24 ના અવયવ છે . ચોક્કસ 1 અને 24 સિવાય પણ તેના અવયવ મળે છે . તેના બીજા અવયવ પણ મળે છે . હવે 2 માટે વિચારીએ . 2 ના ભાગ પાડીએ 1 ગુણ્યાં 2 ,આમ 1 અને 2 તો અવયવ છે જ. હવે એવી બીજી કોઈ બે પૂર્ણ સંખ્યા નહિ મળે જેનો ગુણાકાર 2 થાય . આમ , તેના બેજ અવયવ છે 1 અને તે સંખ્યા પોતે . અને અવિભાજ્ય સંખ્યા ની વ્યાખ્યા પણ તે જ કહે છે . આમ , 2 એ અવિભાજ્ય સંખ્યા છે . 2 એ અવિભાજ્ય સંખ્યા છે . 2 એ રસપ્રદ સંખ્યા પણ છે . કારણકે તે એક જ એવી સંખ્યા છે જે બેકી હોવા છતાં અવિભાજ્ય છે અહીં લખીએ બેકી અવિભાજ્ય સંખ્યા બેકી સંખ્યા ની વ્યાખ્યા મુજબ તે 2 વડે વિભાજ્ય હોવી જોઈએ . 2 એ ચોક્કસ 2 વડે વિભાજ્ય છે . માટે તે બેકી છે પણ તે ફક્ત 2 અને 1 વડે જ વિભાજ્ય છે . માટે તે અવિભાજ્ય પણ છે . પણ 2 સિવાય ની બીજી કોઈ પણ બેકી સંખ્યા 1 તે સંખ્યા પોતે અને 2 વડે તો વિભાજ્ય હોય જ . આમ 2 સિવાય ની બીજી કોઈ પણ બેકી સંખ્યા એ વિભાજ્ય જ હોય . હવે આ સંખ્યા વિશિષ્ટ છે 1 1 એ ફક્ત 1 વડે જ વિભાજ્ય છે . આમ , વ્યાખ્યા પ્રમાણે જોઈએ તો તે અવિભાજ્ય નથી કારણ કે તે ને ફક્ત એક જ અવયવ છે બે અવયવ નથી 1 પોતે જ તેનો અવયવ છે . પણ અવિભાજ્ય સંખ્યા હોવા બે અવયવ તો હોવા જ જોઈએ . હવે વિભાજ્ય સંખ્યા બનવા તે સંખ્યા ના બે થી વધારે અવયવ હોવા જોઈએ . વિભાજ્ય સંખ્યા ના અવયવો માં 1 , તે સંખ્યા પોતે અને તે સિવાય ની કોઈ સંખ્યા હોવી જોઈએ . માટે , તે વિભાજ્ય પણ નથી . આમ , 1 એ અવિભાજ્ય પણ નથી કે વિભાજ્ય પણ નથી . છેલ્લે અહીં 17 છે . 17 એ 1 અને 17 વડે વિભાજ્ય છે . તે 2 વડે વિભાજ્ય નથી . તે 3 ,4 ,5 ,6 ,7 ,8 ,9 ,10 ,11 ,12 ,13 ,14 ,15 કે 16 વડે પણ વિભાજ્ય નથી આમ , તેને ફક્ત બે અવયવ જ છે . 1 અને તે પોતે . આમ , 17 એ અવિભાજ્ય સંખ્યા છે .