If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

સંખ્યા રેખા પર દશાંશ અપૂર્ણાંક અને સાદા અપૂર્ણાંક

આપણે 'સમાન સંખ્યા રેખા પર બંને અપૂર્ણાંક અને દશાંશ મૂકીને તેને ભેગા કરીએ. વધુ મહાવરો કરો કારણ કે તમારે બંને વચ્ચે સહેલાઇથી આગળ વધવાની જરૂર છે. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

નીચેની સંખ્યાઓને સંખ્યા રેખા પર દર્શાવો અહીં આપણી પાસે પ્રથમ સંખ્યા 5 છે 5 એ 0 થી જમણી બાજુ 5 એકમના અંતરે આવેલું છે તે અહીં છે અહીં આ 5 છે ત્યાર પછીની સંખ્યા 1 /3 છે 1 /3 0 અને 1 ની વચ્ચે આવેલું છે તો આપણે 0 અને 1 વચ્ચેની આ જગ્યાને ત્રણ એક સમાન ભાગમાં વિભાજીત કરીએ અહીં આ 1/3 આ 2/3 અને આ 3/3 જેના બરાબર 1 થાય તો અહીં આ 1 /3 છે તે 0 થી 1 /3 જેટલું દૂર છે તે સંખ્યા અહીં આવેલી છે હું તેને અહીં લખીશ હવે ત્યાર પછીની સંખ્યા -1 .2 છે -1 અહીં છે આ સંખ્યા -1 કરતા પણ વધારે ઋણ છે તે -1 તો છે જ પરંતુ તેના સિવાય વધારાના 0 .2 પણ છે માટે તે સંખ્યા અહીં આવી હશે માટે અહીં આ -1 /2 છે ત્યાર પછીની સંખ્યા 0 છે 0 ખુબ જ સરળ છે તે સંખ્યારેખા પર અહીં આવેલું છે સંખ્યા રેખા પર 0 લખવામાં આવ્યું છે અને સંખ્યા રેખા પર આ 5 પણ લખવામાં આવ્યું છે હવે ત્યાર પછીની સંખ્યા -2 પૂર્ણાંક 1 /4 છે -2 અહીં છે અહીં આ સંખ્યા -2 કરતા પણ વધારે ઋણ છે માટે અહીં આ -2 અને પછી -3 તરફ જતા અહીં આ 1/4 માટે -2 પૂર્ણાંક 1/4 અહીં આવે -2 પૂર્ણાંક 1/4 હવે ત્યાર પછીની સંખ્યા 4 .1 છે અહીં આ 4 છે અને ત્યાર પછી તેમાં બીજા વધારે 1 દશાંશ તેથી 4 .1 અહીં આવે તે 4 અને 5 ની વચ્ચે આવશે અહીં આ 4 .1 છે આમ આપણે પૂરું કર્યું.