મુખ્ય વિષયવસ્તુ
ધોરણ 9 (પાયો)
Course: ધોરણ 9 (પાયો) > Unit 2
Lesson 1: ઘાતાંકના ગુણધર્મોકોયડો: ઘાતાંકના ગુણધર્મ
જટિલ પદાવલિનું સાદુંરૂપ આપવા માટે ઘાતાંકના ગુણધર્મનો ઉપયોગ કરો. સલ ખાન અને Monterey Institute for Technology and Education દ્વારા નિર્મિત.
વાર્તાલાપમાં જોડાવા માંગો છો?
No posts yet.
વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ
સાદુરૂપ આપો 25 ગુણ્યા a નો ઘન તે આખાનો ઘન ગુણ્યા b નો વર્ગ ભાગ્યા 5 ગુણ્યા a નો વર્ગ ગુણ્યા b ગુણ્યા b નો વર્ગ આપણે અહીં અલગ અલગ ભાગોનું સાદુરૂપ આપી શકીએ સૌપ્રથમ આપણે અહીં આ ભાગ નું સાદુરૂપ આપીએ a નો ઘન અને તે આખાનો ઘન આપણે અહીં ઘાત ના ઘાત નો નિયમ નો ઉપયોગ કરી શકીએ a નો ઘન તે આખા નો ઘન બરાબર a ના ઘાત માં 3 ગુણ્યા 3 થશે અહીં આના બરાબર a ના ઘાત માં 3 ગુણ્યા 3 લખી શકાય જેના બરાબર a ની 9 ઘાત થશે ત્યારબાદ આપણે અહીં છેદ માં આ ઘાત નું પણ સાદુરૂપ આપી શકીએ b ગુણ્યા b નો વર્ગ અહીં b નો 1 ઘાત છે b = b નો 1 ઘાત તેથી આના બરાબર b નો 1 ઘાત ગુણ્યા b નો વર્ગ = b નો 1 + 2 ઘાત બરાબર b ની 3 ઘાત અને અહીં તમે અંતે આ ભાગનું સાદુરૂપ આપી શકો 25 / 5 જેના બરાબર 5 થશે અથવા તમે અહીં 5/1 પણ લખી શકો તમે અંશ અને છેદ બંને ને 5 વડે ભાગી શકો તો હવે આ પદાવલી ને સાદુરૂપ આપતા શું મળે આપણી પાસે 5 ગુણ્યા a ની 9 ઘાત ગુણ્યા b નો વર્ગ બાકી રહે છેદ માં a નો વર્ગ ગુણ્યા b ની 3 ઘાત આપણે હવે ઘાત માટે ભાગાકાર ના નિયમનો ઉપયોગ કરી શકીએ a ની 9 ઘાત છેદ માં a ના વર્ગ નું સાદુરૂપ શું થાય તેને આ પ્રમાણે લખી શકાય a ની 9 ઘાત છેદ માં a નો વર્ગ તેના બરાબર a ની 9 -2 ઘાત = a ની 7 ઘાત થશે તેવી જ રીતે અહીં b ના વર્ગ ના છેદ માં b ની 3 ઘાત નું સાદુરૂપ શું થશે તેને આ પ્રમાણે લખી શકાય b નો વર્ગ છેદ માં b ની 3 ઘાત = b ની 2 -3 ઘાત = b ની -1 ઘાત હવે અહીં આ પદાવલી નું સાદુરૂપ = 5 ગુણ્યા a ની 7 ઘાત આપણે અહીં સાદુરૂપ આપ્યું ગુણ્યા b ની -1 ઘાત તમે આ જવાબ પણ લખી શકો પરંતુ આપણને અહીં ઋણ ઘાતાંક નથી જોઈતું જો તમને યાદ હોય તો b ની -1 ઘાત = 1/ b જ થશે માટે આપણે ફરીથી લખી શકીએ તેના બરાબર 5 ગુણ્યા a ની 7 ઘાત b ની -1 ઘાત એટલે કે છેદમાં b તે 1/ b વડે ગુણવા સમાન થશે