If you're seeing this message, it means we're having trouble loading external resources on our website.

જો તમે વેબ ફિલ્ટરની પાછળ હોવ, તો કૃપા કરીને ખાતરી કરો કે ડોમેન્સ *.kastatic.org અને *.kasandbox.org અનબ્લોક થયા છે.

મુખ્ય વિષયવસ્તુ

બે પદ ધરાવતા સમીકરણના વ્યવહારિક પ્રશ્નો: સંતરા

પરિસ્થિતિ ને દર્શાવવા એક સમીકરણ લખીને વ્યવહારિક પ્રશ્ન કઈ રીતે ઉકેલીએ તે શીખીએ. આ વિડીયોમાં, આપણે સુરેખ સમીકરણ 210(t-5) = 41,790 નો ઉપયોગ કરીશું. સલ ખાન દ્વારા નિર્મિત.

વિડિઓ ટ્રાન્સક્રિપ્ટ

મનજી ભાઈ પાસે વાડી માં નારંગી ના અમુક વૃક્ષો હતા જંતુ ઓ પર નિયંત્રણ મેળવવા તેમને 5 વૃક્ષ કાપી નાખવા પડ્યા બાકીના દરેક વૃક્ષ પર 210 નારંગી થઇ અને કુલ 41,790 નારંગી નું ઉત્પાદન થયું તો શરૂઆત માં મનજી ભાઈ ની વાડી માં કેટલા વૃક્ષ હતા તેને આપણે ધારીએ કે ધારો કે t બરાબર t ફોર ટ્રીઝ t બરાબર શરૂઆત ના વૃક્ષોની સંખ્યા શરૂઆત ના વૃક્ષોની સંખ્યા હવે શરૂઆત ના t વૃક્ષ હતા અને તેમાંથી 5 વૃક્ષ કાપી નાખવા પડ્યા માટે t માંથી 5 વ્રુક્ષ બાદ થઇ ગયા માટે હવે t - 5 જેટલા વૃક્ષો છે તેમ કહી શકાય આગળ કહ્યું છે કે બાકીના દરેક વ્રુક્ષ પર 210 નારંગી થઇ માટે આજે બાકીના વૃક્ષો છે તેને 210 સાથે ગુણીએ તો તે કુલ નારંગીની સંખ્યા દર્શાવે છે આ છે વૃક્ષોની સંખ્યા અને તેને ગુણ્યા દરેક વ્રુક્ષ પર થતી નારંગી ની સંખ્યા આમ આ સંખ્યા એ 5 વ્રુક્ષ કાપી નાખ્યા પછીના વ્રુક્ષો પરની નારંગીની કુલ સંખ્યા છે અને તે આકડો આપણી પાસે રકમ માં છે કે કુલ 41,790 નારંગી નું ઉત્પાદન થયું માટે તેને બરાબર લખીએ 41,790 હવે આ જે સમીકરણ મળ્યું તેનું સાદુરૂપ આપીએ અને શરૂઆત માં કેટલા વ્રુક્ષો હતા તે શોધીએ તે માટે આપને અહી 210 નો વિભાજન કરી શકીએ અથવા તો 210 ગુણવા ને બદલે બંને બાજુ 210 વડે ભાગાકાર કરી શકીએ કોઈ પણ રીતે જવાબ મેળવી શકાય આપણે બંને રીતે તે કરી જોઈએ તો સૌપ્રથમ બંને બાજુ 210 વડે ભાગાકાર કરીએ જેથી ડાબી બાજુ 210 નો 210 સાથે છેદ ઉડે અને આપણી પાસે રહે t - 5 અને જમણી બાજુ જે રકમ છે તેનો ભાગાકાર કરવો પડશે આપણે તે અહી ભાગાકાર કરીએ 41,790 ને 210 વડે ભાગવાના છે 4 ને 210 વડે ભાગી શકાય નહિ બે અંક લઈએ 41 પણ 210 વડે વિભાજ્ય નથી ત્રણ અંક લઈએ 470 તેને 210 વડે ભાગી શકાય માટે 210 એક 210 210 ગુણ્યા બે કરીએ તો 420 થશે જે 470 કરતા વધી જશે માટે તે બરાબર છે 210 એકા 210 બાદબાકી કરતા અહી રહેશે 7 1 માંથી 1 જાય તો 0 4 - 2 = 2 ઉપરથી 9 ઉતારીએ માટે હવે આપણી પાસે છે 2079 જો 210 ને 10 સાથે ગુણીએ તો આપણને મળે 2100 જે આ સંખ્યા ની નજીક ની મોટી સંખ્યા છે માટે આપને 9 વડે ભાગ ચલાવીએ 210 ગુણ્યા 9 તે થશે 0 9 એકા 9 9 દુ 18 બાદ કરતા આપણને મળશે 9 - 0 = 0 7 માંથી 9 ની જાય માટે અહી થી દશક લેવો પડે પણ અહી 0 છે માટે 2 પાસે થી દશક લઈએ તેથી અહી 1 થઇ જશે અહી 10 થશે અને 10 માંથી 1 દશક લેતા 9 થઇ જશે માટે હવે આપણે અહી લખી શકીએ 17 17 - 9 બરાબર 8 9 માંથી 8 જાય તો 1 અને અહી 0 ફરીથી ઉપરથી એક 0 ઉતારતા 1890 આપણે તે અહી જોઈ ગયા કે 210 ગુણ્યા 9 કરતા આપણને 1890 મળે માટે અહી 9 મુકીએ અને નીચે મુકએ 1890 અને શેષ 0 આમ આ સંખ્યા ના ભાગાકારનો જવાબ મળે છે 199 હવે -5 ને દુર કરવા સમીકરણ ની બંને બાજુએ 5 ઉમેરીએ આપણે જાણીએ છીએ કે જે પણ ફેરફાર કરવો એ સમીકરણ ના બંને બાજુ કરવો જેથી સમીકરણ ની સમતા જળવાય આમ -5 અને 5 ની કિંમત 0 થઇ જશે ડાબી બાજુ ફક્ત t વધે અને જમણી બાજુ 199 + 5 = 204 આમ મનજી ભાઈ ની વાડીમાં શરૂઆતમાં 204 વૃક્ષો હતા હવે તે બીજી રીતે કરીએ તે માટે 210 નું પહેલા વિભાજન કરીએ 210 ગુણ્યા t કરતા આપણને મળે 210 t ત્યાર બાદ 210 નો -5 સાથે ગુણાકાર કરતા આપણને મળે -1050 અને જમણી બાજુ રહેશે 41,790 બંને બાજુ 1050 ઉમેરીએ જેથી ડાબી બાજુએ ફક્ત t વાળું પદ વધે આ બંને ની કિંમત 0 માટે ડાબી બાજુ રહેશે 210 t અને જમણી બાજુ બંને નો સરવાળો કરતા અહી 0 9 + 5 14 વદ્દી 1 7 + 1 8 1 + 1 2 અને અહી 4 42,840 ડાબી બાજુ t સાથે જે 210 ગુણાયેલા છે તેને દુર કરવા બંને બાજુ 210 વડે ભાગીએ માટે અહી ફક્ત t રહે ડાબી બાજુ ફક્ત t વધે અને જમણી બાજુ 42,840 નું 210 વડે ભાગાકાર કરતા આપણને મળે 204 આમ તેમની વાડી માં શરૂઆત માં 204 વૃક્ષો હતા.